રાશિ અનુસાર જાણો આવનારા વર્ષમાં કયો મહિનો રહેશે કઈ રાશિ માટે લકી, જાણો તમારો લકી મહિનો કયો છે. નવું વર્ષ આવવામાં હવે થોડા દિવસ જ બાકી છે. દરેક વ્યક્તિ નવા વર્ષ પર નવી શરૂઆતની રાહ જોતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહ નક્ષત્રને કારણે દરેક વ્યક્તિના જીવનમાં સારા તેમજ ખરાબ પરિણામ પ્રાપ્ત થાય છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે, નવા વર્ષ 2021 માં તમારી રાશિ માટે કયો મહિનો લકી છે.
(1) મેષ : મેષ રાશિવાળા માટે નવા વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો ઉત્તમ છે. જ્યોતિષાચાર્ય અનુસાર, આ મહિનામાં કરિયરથી લઈને લવ લાઈફ સુધી આ રાશિના લોકોને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
(2) વૃષભ : આ રાશિવાળા માટે વર્ષ 2021 નો ડિસેમ્બર મહિનો શુભ છે. ડિસેમ્બર આવતા જ આ રાશિના લોકોની સમસ્યાઓ ઉકેલાવા લાગી શકે છે.
(3) મિથુન : આ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ઘણો શુભ છે. માનવામાં આવી રહ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં આ રાશિના લોકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે.
(4) કર્ક : કર્ક રાશિવાળા માટે સપ્ટેમ્બર મહિનો શુભ છે. આ મહિનામાં તમારા ઘણા બગડેલા કામ બની શકે છે. તેની સાથે જ તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધશે.
(5) સિંહ : આ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો શુભ છે. આ મહિનો તમને ભાગ્યશાળી બનાવવાના યોગ પણ લઈને આવશે.
(6) કન્યા : આ રાશિવાળા માટે ઓગસ્ટ મહિનો ઘણો શુભ સાબિત થશે. આ મહિનામાં ધર્મ અને આસ્થાની બાબતમાં પણ તમે આગળ રહેશો.
(7) તુલા : તુલા રાશિવાળા માટે એપ્રિલ મહિનો શુભ રહેવાનો છે. એપ્રિલ મહિનો આવતા-આવતા ખુશીઓ તમારા ઘરે આવશે. આ વર્ષે આ રાશિવાળાને શુભ પરિણામ પ્રાપ્ત થશે.
(8) વૃશ્ચિક : આ રાશિવાળા માટે ઓક્ટોબર મહિનો શુભ રહેશે. આ મહિનામાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. વર્ષના દસમા મહિનામાં તમારા સપના પુરા થશે.
(9) ઘનુ : 2021 માં આ રાશિના લોકો માટે જાન્યુઆરી મહિનો ઘણો શુભ હશે. નવા વર્ષના શરૂઆતી મહિનામાં જ તમારી દરેક ઈચ્છાઓ પુરી થઈ શકે છે.
(10) મકર : મકર રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ભાગ્યશાળી સાબિત થશે. ગ્રહ-નક્ષત્રોના શુભ સંયોગને કારણે તમને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.
(11) કુંભ રાશિ : આ રાશિના લોકો માટે નવેમ્બર મહિનો ઘણો ખાસ રહેવાનો છે. આ રાશિવાળાનો ઉત્સાહ વધશે અને તમારી યોજનાઓ લાંબા સમય સુધી લાભ આપશે.
(12) મીન : મીન રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો શુભ છે. વર્ષના છેલ્લા મહિનામાં તમારી દરેક સમસ્યાઓ ખતમ થવાનું શરુ થઈ જશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય અને ચોક્કસ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com