28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

મેષ રાશિવાળાઓ માટે કેવું રહેશે નવું વર્ષ 2021? વાંચો મેષ રાશિનું વાર્ષિક રાશિફળ.

2021 માં મેષ રાશિની આર્થિક સ્થિતિ સારી રહેવાની સાથે આવકમાં થશે વધારો, વાંચો વાર્ષિક રાશિફળ. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ હોવાથી આ લોકોનો સ્વભાવ ઉગ્ર અને ઉર્જાથી ભરેલો હોય છે. આત્મા ગ્રહ સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ હોય છે અને કાળ-પુરુષની આ પ્રથમ રાશિ હોવાથી તે માથા (મસ્તક) નું કારક માનવામાં આવે છે. આ લોકો આવેગી અને સાહસી હોય છે, જેથી દરેક કામ નીડરતા પૂર્વક કરે છે.

આવા લોકો જયારે પણ પોતાનો કોઈ ધ્યેય નક્કી કરે છે, તો તે પૂરું કરીને જ આગળ વધે છે. આવા લોકોને અચાનક જ તોફાનની જેમ ગુસ્સો આવે છે, અને જલ્દી શાંત પણ થઇ જાય છે. તેમને ફરવાનો ઘણો શોખ હોય છે, એટલે આ લોકો એક સ્થાન ઉપર વધુ સમય સુધી ટકી નથી શકતા. આ લોકો ઘણા જ ભાવુક પણ હોય છે, જેથી સામે વાળાની કોઈ પણ ભૂલ તરત જ માફ કરી દે છે.

મેષ રાશિફળ 2021 – આર્થિક સ્થિતિ : મેષ રાશિવાળાની આર્થિક સ્થિતિ આ વર્ષે પહેલાથી સારી રહેશે, અને શનિનું ભ્રમણ રાશિના આઠમાં ગૃહમાં મકર રાશિમાંથી થવાથી શનિની દ્રષ્ટિ ધન ગૃહમાં રહેશે, જેથી ઘનને લઈને ખોટા ખર્ચા ઓછા જ રહેશે. કોઈ કાર્યને લઇને દેવું લેવા કે ચુકવવા માંગો છો, તો અડચણ નહિ આવે. મે મહિના પહેલા અને ઓક્ટોબર પછી જમીનમાં રોકાણ કરવાથી ફાયદો થશે. શેર બજારમાં પણ ધન રોકાણ કરવા માટે સપ્ટેમ્બર પછીનો સમય ઉત્તમ રહેશે. પિતા પાસેથી મળનારી સંપત્તિથી પણ આ વર્ષે લાભ પ્રાપ્ત થશે. વર્ષના અંતમાં કોઈ મિત્ર કે સંબંધીને આપવામાં આવેલું ધન પણ પાછું મળવાના સંકેત છે.

મેષ રાશિફળ 2021 – કારકિર્દી, નોકરી અને બિઝનેસ : મેષ રાશિવાળા માટે આ વર્ષની શરુઆતમાં બઢતી સાથે પગારમાં વધારો મળવાની સારી તક છે. આ વર્ષે મે થી ઓક્ટોબર સુધી શનિ અને ગુરુ બંનેના વક્રી હોવાથી નોકરી અને ધંધા બંને ક્ષેત્રમાં ઘણી સાવચેતી રાખવાની જરૂર રહેશે, અને આ સમયમાં તમારી ઈચ્છાથી નોકરી ન બદલવા અને ન તો ધંધામાં વધુ રોકાણ કરવા વિષે વિચારો. જો તમારા નોકરીના સ્થળમાં કોઈ મહિલા કર્મચારી છે, તો તેની સાથે વધુ સંબંધ બાંધવાનો પયત્ન ન કરો.

જો તમે ભાગીદારીમાં પણ કોઈ કામ કરી રહ્યા છો, તો ત્યાં પણ મહિલા મિત્રથી સાવચેત રહો. મેષ રાશિવાળા માટે જુન પછી પોતાના કર્મચારીઓને કારણે તણાવ ઉભો થઇ શકે છે. ઘણી ધીરજ સાથે બધી વાત સંભાળી લો નહિ તો નુકશાન તમારું જ થશે. આ વર્ષના અંતમાં તમે નોકરી બદલી શકો છો અને જેની પાસે નોકરી નથી, તેને પણ મનગમતી જગ્યાએ કામ મળી શકે છે.

મેષ રાશિફળ 2021 – કૌટુંબિક : મેષ રાશિવાળા માટે વર્ષની શરુઆત કુટુંબ સાથે કોઈ ગેરસમજણ સાથે થઇ શકે છે. એકબીજા સાથે કોઈ વાતને લઈને ગેરસમજણની સ્થિતિ ઉભી થઇ શકે છે. રાહુના કૌટુંબિક ભાવમાં ભ્રમણ કરવાથી સંબંધોમાં કોઈ કારણ વગર કડવાસ સાથે વધુ ખર્ચ પણ થતા રહેશે. મે થી જુલાઈ સુધીના સમયમાં ઘરમાં કોઈ પ્રકારે આનંદમય વાતાવરણ ઉભુ થશે જેથી સંબંધોમાં ફરીથી સુધારો થશે. વર્ષના મધ્યમાં માતા-પિતાના આરોગ્યનું પણ ધ્યાન રાખો અને બાળકો સાથે મિત્ર બનીને રહો. વર્ષના અંતમાં નવું ઘર કે વાહન આવવાથી તમે ઘણો આનંદ અનુભવશો અને કુટુંબમાં આંતરિક મનમેળ પણ વધશે.

મેષ રાશિફળ 2021 – પ્રેમ સંબંધ અને લગ્નજીવન : આ વર્ષે મેષ રાશિ માટે વર્ષની શરુઆતમાં પ્રેમ જીવન શુભ રહેવાનું છે. જો કોઈ ગેરસમજણને કારણે આંતરિક તણાવ ઉભા થાય પણ છે, તો તેને સાથે બેસીને વાતચીતથી ઉકેલો. જો તમે એકલા છો તો માર્ચ પછી તમને કોઈ પસંદ આવશે. જો એવું બને છે તો સમયસર તમારા પ્રેમને વ્યક્ત કરી દો. મે થી જુન મહિનામાં તમારા જ અહમને કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે. તે સમયે ઘણું સમજી વિચારીને ચાલો. સપ્ટેમ્બર પછી જ સંબંધોમાં સકારાત્મક પરિણામ આવશે.

પરણિત લોકો માટે આ વર્ષ મિશ્ર રહેશે. પરંતુ વર્ષના મધ્યમાં કોઈ ત્રીજાના આવવાથી જીવનસાથી સાથે મતભેદ ઉભા થઇ શકે છે. આ સમયમાં ઘણી સાવચેતી પૂર્વક તમારા સંબંધો નિભાવો. સપ્ટેમ્બર પછી જીવનસાથીના કાર્યમાં ફેરફાર આવવાથી તેમને આર્થિક રીતે લાભ થશે. અને ઘરમાં આનંદમય વાતાવરણ પણ ઉભું થશે. તે સમયે તમે પણ તેની ખુશીમાં જોડાશો તો તેને સારું લાગશે અને તમારો આંતરિક પ્રેમ પણ વધશે.

મેષ રાશિફળ 2021 – આરોગ્ય : આ વર્ષની શરુઆત આરોગ્યને લઈને સારી રહેશે અને તમે પણ તાજગીનો અનુભવ કરશો. તમારે તમારી રોજીંદી દિનચર્યામાં સુધારો લાવવો જોઈએ અને યોગા અને ખાવા પીવા ઉપર ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારું આરોગ્ય આગળ પણ આવી જ રીતે સાથ આપે. કોઈ પણ પ્રકારની બેદરકારી તમને જ નુકશાન પહોંચાડશે. વર્ષની મધ્યમાં તમારા પેટનું ધ્યાન રાખો અને તાજું અને ઘરે બનેલું ભોજન કરો નહિ તો ઇન્ફેકશન થવાથી તકલીફ ઉભી થશે. વર્ષના અંતમાં વાહન ઘણી સાવચેતીથી ચલાવો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઘરમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક સંપન્નતા માટે મકર સંક્રાંતિના દિવસે જરૂર કરો આ ઉપાય.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.

Amreli Live

17 જાન્યુઆરીથી ગુરુ થશે અસ્ત, આ 7 રાશિઓ પર ઘેરાશે સંકટના વાદળ, થઈ જાવ સાવધાન

Amreli Live

ચીન પર દુનિયાના લોકતંત્રોની ‘નિર્ભરતા’ ને નિષ્ફ્ળ કરવામાં ભારત ભજવી શકે છે મહત્વની ભૂમિકા : બ્રિટિશ સાંસદ

Amreli Live

ઘર અને દુકાન ગીરવી રાખીને સોનુ સૂદ કરી રહ્યા છે જરૂરિયાતમંદ લોકોની મદદ, લીધી છે 10 કરોડની લોન.

Amreli Live

આ છે પૈસાનું ઝાડ, ઘરે લગાવીને બની શકો છો ધનવાન, પરંતુ આ વાતોનું રાખો ધ્યાન.

Amreli Live

17 વર્ષ મોટા પતિ સાથે રોમાન્ટિક ફોટો શેયર કરવો સાયશાને પડ્યો ભારે, લોકોએ કરી આવી કૉમેન્ટ્સ.

Amreli Live

મજેદાર જોક્સ : ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો, લોકોએ પૂછ્યું શું થયું? ડોક્ટર : તે ચાર…

Amreli Live

હ્યુન્ડાઇએ પહેલીવાર દેખાડી નેક્સ્ટ જનરેશન i20 ની ઝલક, જાણો કેટલા એન્જીન ઓપશન અને ફીચર્સ સાથે થશે લોન્ચ.

Amreli Live

માત્ર 10 મિનિટમાં બની જશે ખુબ જ ટેસ્ટી દૂધ પેંડા, જાણો સૌથી સરળ રેસિપી.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

ટાલિયા હોય તે લોકો માટે ઘાતક થઈ શકે છે કોરોના, સંશોધનમાં ખુલાસો.

Amreli Live

માં લક્ષ્મીનો ફોટો શેયર કરીને હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ એવું તે શું લખ્યું કે…

Amreli Live

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

ફ્રીઝમાં લોટ ગુંદીને રાખવો સારું કે ખોટું, ઘણા લોકોને આજસુધી આ સવાલનો જવાબ ખબર નથી.

Amreli Live

પોતાની રાશિ પ્રમાણે જાણો કેવી રહેશે તમારી વાઘ બારસ, આ રાશિના લોકોને આર્થિક લાભ થવાની છે શક્યતા.

Amreli Live

શરીરના આ અંગો પર વાળ છે તો છો તમે ભાગ્યશાળીની, જબરજસ્ત વર્ષે છે પૈસા

Amreli Live

માંડવીની મહિલા બેકરીના બિસ્કિટ કેનેડામાં મચાવશે ધૂમ, આટલા કિલોનો ઓર્ડર મળતા આદિવાસી મહિલાઓ થઈ રાજી.

Amreli Live

જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો હોય છે ઘણા મહેનતી, જાણો તેમના કેટલાક રહસ્ય અને અન્ય ખાસિયત

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live