26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

તજજ્ઞો મુજબ આ વાતોનું ધ્યાન રાખીને મેડિટેશન કરવાથી ડિપ્રેશન, દુઃખાવો, ગભરામણ, ઊંઘ ન આવવી વગેરેથી મળશે છુટકારો

જો તમે કોઈ પણ પ્રકારની માનસિક બીમારી અથવા માનસિક વિકારનો સામનો કરી રહ્યા છો, તો નિષ્ણાતોની સલાહ લો.

ધ્યાન કરવાની કોઈ એક રીત નથી, શરીરને જે સ્થિતિથી આરામ અને શાંતિ મળે છે તે વધુ સારી છે

ધ્યાન કરવાના ઘણા બધા ફાયદા છે, આ પ્રક્રિયાને ક્યારેય આપણે હળવાશથી લેવી જોઈએ નહીં. હકીકતમાં, એક જગ્યાએ સ્થિર રહેવા અથવા એક જ જગ્યાએ બેસી રહેવાથી તમારા હ્રદયના ધબકારામાં ઘટાડો થઇ જાય છે અને કોર્ટિસોલ રેટ પણ ઘટે છે. તેથી ધ્યાન કરવાની ટેવ તમને હતાશા, પીડા, ગભરામણ અને ઊંઘની તકલીફોથી મુક્તિ અપાવી શકે છે. તે મગજ માટે ખેંચાણનું કામ પણ કરે છે.

ધ્યાન કેવી રીતે કરવું? તેને શરૂઆત કેવી રીતે કરવી? શું જમીન ઉપર બેસવું જોઈએ? શું એપ્લિકેશનની મદદ લેવી જોઈએ? કોઈ મંત્રનો જાપ કરવો જોઈએ? ધ્યાન વિષે શિક્ષકો અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે ધ્યાન કરવાની દરેકની પોતાની અલગ રીત હોઈ શકે છે, જે તમને યોગ્ય લાગે તે અપનાવવી જોઈએ.

ધ્યાન કેન્દ્રિત કરવાની કોઈ પદ્ધતિ નથી

જ્યારે તમે ધ્યાન કરવા વિશે વિચારો છો ત્યારે મગજમાં શું આવે છે? એક કમળનું ચિત્ર, યોગ સાદડી, સુંદર ઓરડો? જો તમને પ્રેક્ટિસ કરવામાં તે આરામદાયક લાગે છે, તો તે ખૂબ સારું છે. અને કેટલાક લોકોને સીધા સૂવા, ખુરશી ઉપર બેસવું ગમે છે. તેનો અર્થ થાય છે એવું ચિત્ર શોધવું છે, જ્યાં તમારું શરીર શાંતિપૂર્ણ અને શક્તિશાળી અનુભવે છે.

કલાકાર ટોની બ્લેકમેને તેના મન અને શક્તિને સ્થાનાંતરિત કરવા માટે હિપ-હોપ સંગીતને મિક્ષ કરે છે. ટોની અગાઉ સંગીત સાથે ધ્યાન કેન્દ્રિત કરવામાં સંકોચ અનુભવતી હતી. તે કહે છે કે તે એક કલંક છે. પ્રાર્થના શબ્દ વગરના ધ્યાન શબ્દનો ઉપયોગ કરવો તે સારું નથી લાગતું. પરંતુ તેના મિત્રો સાથે વાતચીત કર્યા પછી, ટોનીએ પોતાનું સંગીત રેકોર્ડ કરીને તેની સાથે ધ્યાન વર્ગ ચલાવવાનું નક્કી કર્યું.

ધ્યાન માટે મહત્વપૂર્ણ છે પ્રેક્ટિસ

ન્યુયોર્ક સિટીમાં મેડિટેશન સ્ટુડિયોના સીઈઓ એલી બરોઝ ગ્લક કહે છે કે જ્યારે લોકો શરૂઆત કરે છે, ત્યારે તે દરેક માટે મુશ્કેલ હોય છે. જેમ કે તમે જીમ અથવા મ્યુઝિક ક્લાસના પહેલા સત્ર પછી 10 પાઉન્ડ વજન ઓછું કરી શકવા અથવા ન તો મોઝાર્ટ વગાડી શકો છો.

સમય અને સ્થળ નક્કી કરીને તમારા માટે એક માળખું તૈયાર કરો. મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલના લજાર લેબ મેડિટેશન રિસર્ચના ડાયરેક્ટર સારા લજારના જણાવ્યા મુજબ, 10 અને 5 મિનિટ વધુ સારી છે. જો તમને કોઈ માનસિક બીમારી છે અથવા તમે કોઈ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તો થોડા સાવચેત રહો.

ડોક્ટર લાજાર મુજબ, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર, સ્કિત્જેફ્રીનિઆ અથવા બાયપોલર ડિસોર્ડરથી પીડિત છો, તો તમારે ધ્યાન માર્ગદર્શિકા અથવા શિક્ષક સાથે મળીને કામ કરવું જોઈએ.

તમારી જગ્યા તૈયાર કરો

ફક્ત તમારા ઘરના ખૂણામાં માત્ર ધ્યાન માટે વિસ્તાર તૈયાર કરો. જો તમને જરૂર જણાય તો અહીંયા છોડ, પત્થરો અથવા મીણબત્તીઓ લગાવો. નહીં તો માત્ર ઘરમાં શાંત જગ્યા પસંદ કરો.

યુસીએલએના માઇન્ડફુલ અવેયરનેસ રિસર્ચ સેન્ટરમાં માઇન્ડફુલનેસ એજ્યુકેશનના ડાયરેક્ટર ડાયના વિન્સ્ટન કહે છે કે મને નથી લાગતું કે લોકોએ કંઇ પણ ફેન્સી કરવું જોઈએ. યોગ અને મેડિટેશન શિક્ષક ટોની લુપીનાચીના મતે, એક અલગ સ્થાન હોવું ઘણું મહત્વપૂર્ણ છે. તે તમારી પથારી નથી અને ન તો પલંગ.

કોઈ એપ્લિકેશનની સહાય મેળવો

આ થોડું વિચિત્ર લાગશે, કેમ કે મોટાભાગના પ્રસંગો ઉપર ફોન શાંતિનો દુશ્મન હોય છે. કેટલાક પ્રારંભિક સત્રો કોઈ માર્ગદર્શન સાથે કરવાથી તમને મદદ મળશે. એવું એટલા માટે છે કારણ કે ધ્યાન કરવાનો અર્થ એ નથી કે થોડીવાર માટે કોઈ જગ્યાએ સ્થિર બેસવું. તે હજારો વર્ષોનો ઇતિહાસ અને તાલીમ સાથેના મોટી ફિલોસોફીનો એક ભાગ છે.

પોતાને જવા દો

તે તમે તમારા માટે કરી રહ્યા છો, જેથી તમે તમારામાં અને વિશ્વમાં વધુ સ્થિર રહી શકો. તેથી તે દિવસની પ્રેક્ટિસમાં પોતાને ડુબાડી દો. જો તમે એપ્લિકેશનની મદદ લેવી માંગતા નથી, તો તમે તમારી વિચારસરણીની મદદ લઈ શકો છો. વિચારો કે તમે ક્યાંક સુંદર જગ્યા ઉપર અને શાંત છો. તો તમારા શરીર ઉપર ધ્યાન આપો અને તમારી જાતને સાંભળો.

મેડિટેશન નિષ્ણાત ક્રિસ ટોલસન ચેતવણી આપે છે કે પહેલા સત્ર પછી જ વધારે પડતી અપેક્ષા ન રાખવી. રોજ દિવસ જુદો જ હશે, કારણ કે તમે તે દિવસે ઘણી જુદી જુદી વસ્તુઓમાંથી પસાર થયા હશો. તે મનને ખાલી કરવા માટે નથી, કેમ કે એ શક્ય નથી

ક્રિસના જણાવ્યા મુજબ આપણું મન ખાલી નથી થઇ શકતું. આપણે આપણા મનમાં આવતી વસ્તુને નિયંત્રિત કરી શકતા નથી. આપણે જે નિયંત્રિત કરી શકીએ છીએ તે એ છે કે આપણે તેનો સામનો કરીશું.

ક્રિસ વિચારો અને ભાવનાઓને વાદળની જેમ સમજવાનું સૂચન કરે છે. જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે એ વિચારો કે તમે આકાશ તરફ જોઈ રહ્યા છો. ક્યારેક વાદળો ચમકતા રહે છે, તો ક્યારેક તે કાળા હશે. તેને અનુભવો, તમારા પગ નીચેના ઘાસને અનુભવો અને દુનિયાને આગળ વધતા જુઓ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત 10 દિવસમાં આ રીતે ઘરબેઠા બનાવી શકો છો પાસપોર્ટ, આ 7 સ્ટેપને કરો ફોલો

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

અંતિમ શ્વાસ લઈ રહેલી માં ને જોવા હોસ્પિટલની બારી પર ચઢી ગયો વ્યક્તિ, ફોટો કરી દેશે ભાવુક

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

શ્રાવણમાં 10 વર્ષ પછી શનિ પ્રદોષ સંયોગ, આ 4 રાશિવાળાને થશે ધન લાભ

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

Amreli Live

એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

Amreli Live