28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત



વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ 17 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર 734 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ 76 હજાર 325 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. યુરોપમાં 8.50 લાખ કેસ નોંધાયા છે અને 70 હજાર લોકોના મોત થયા છે.એશિયામાં 10 હજાર 235 લોકોના મોત તેમા સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર લોકોના મોત થયા છે.બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત થયા છે.ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ અને બ્રિટનમાં980 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 9 હજાર થયો છે.મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 18 હજાર 747 થયો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 510 લોકોના મોત થયા છે.

દક્ષિણ કોરિયામાં સાજા થયેલા 91 દર્દીના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે.

બ્રિટનની રોયલ લિવરપુલ યુનિવર્સિટી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો તાળીઓ પાડી આભાર વ્યક્ત કરાયો

ટ્રમ્પે કહ્યું કે કોરોનાને રોકવા માટે લગાવવા આવેલા પ્રતિબંધોમાં છૂટનો નિર્ણય કરવા માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરાશે.અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં એકપણ મોત થયું નથી. અહીં 253 પોઝિટિવ કેસ છે.અમેરિકાએ કહ્યું છે કે જે દેશોએ કોરોના મહામારી વચ્ચે પોતાના નાગરિકોને સ્વદેશ બોલાવવાનો ઈનકાર કર્યો છે તે દેશો પર વિઝા પ્રતિબંધ લગાવવામાં આવશે.

અમેરિકાના વિસકોન્સિન સ્ટેટના મિલ્વોકી શહેરમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી.

ન્યૂયોર્કમાં 24 કલાકમાં 777ના મોત
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ 1.77 લાખ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 7 હજાર 844 થઈ ગયો છે.

ઈટાલીના વેટિકન સ્થિત સેન્ટ પિટર ક્વેર. સરકારે અહીં ત્રણ મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.

ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત
ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત થયા છે. પહેલા અહીં 9 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે.ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત
સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યુ હતું કે બ્રાઝીલમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો એક સપ્તાહમાં ત્રણ ગણો થયો છે.ત્રણ એપ્રિલે 359 મૃત્યુઆંક હતો.10 એપ્રિલે આ આંકડો 1056 થઈ ગયો. બ્રાઝીલમાં 20 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1074 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફ્રાન્સમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યો
ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.25 લાખ અને મૃત્યુઆંક 13 હજાર 197 થઈ ગયો છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યો છે.ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે જ્યા મૃત્યુઆંક વધારે છે.

બ્રિટનમાં 102 વર્ષની વૃદ્ધા સાજી થઈ
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં980 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનમાં 73 હજાર 758 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 હજાર 958 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 244 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા 102 વર્ષની એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વૃદ્ધાનું નામ જાહેર કરાયું નથી. બ્રિટનના પ્રધાનમંત્રી આઈસીયુની બહાર આવી ગયા છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

લંડનના સુપરમાર્કેટમાં જઈ રહેલા લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરી રહ્યા છે.

કયા દેશની આજે શું સ્થિતિ છે તે ઓઈએ

દેશ કેસ મોત
અમેરિકા 502,876 18,747
સ્પેન 158,273 16,081
ઈટાલી 147,577 18,849
ફ્રાન્સ 124,869 13,197
જર્મની 122,171 2,736
ચીન 81,953 3,339
બ્રિટન 73,758 8,958
ઈરાન 68,192 4,232
તુર્કી 47,029 1,006
બેલ્જિયમ 26,667 3,019
સ્વિત્ઝરલેન્ડ 24,551 1,002
નેધરલેન્ડ 23,097 2,511
કેનેડા 22,148 569
બ્રાઝીલ 19,943 1,074
પોર્ટુગલ 15,472 435
ઓસ્ટ્રિયા 13,560 319
રશિયા 11,917 94
દ.કોરિયા 10,450 208
ઈઝરાયલ 10,408 95
સ્વિડન 9,685 870
આયરલેન્ડ 8,089 287
ભારત 7,600 249
ચીલી 6,501 65
નોર્વે 6,314 113
ઓસ્ટ્રેલિયા 6,238 54

અપડેટ્સ
>> ચીનમાં કોરોનાના 46 નવા કેસ અને ત્રણ મોત નોંધાયા છે, ચીનમાં હાલ એક્ટિવ કેસ માત્ર 1089 છે.
>>તુર્કીએ 31 શહેરોમાં 48 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી કરી છે. અહીં 47 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
>>ભારતીય મૂળના 40 લોકોના અમેરિકામાં મોત થયા છે અને 1500થી વધારે પોઝિટિવ છે.

>>પાકિસ્તાનમાં 24 કલાકમાં નવ 190 કેસ નોંધાયા; અહીં કુલ કેસ 4788 અને મૃત્યુઆંક 71 છે.

>>ભારતમાંથી 30 લાખ પેરાસીટામોલના પેકેટ રવિવારે બ્રિટન પહોંચશે.

>>અફઘાનીસ્તાના રાષ્ટ્રપતિ પેલેસમાં 20 કર્મચારી કોરોના વાઈરસનો ભોગ બન્યા છે.

>>ભારતમાંથી 30 લાખ પેરાસીટામોલના પેકેટ રવિવારે બ્રિટન પહોંચશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઈરાન : તહેરાનનો મુખ્ય હાઈ-વે. અહીં દિવાલ પર દિવંગત ધાર્મિક ક્રાન્તિકારી નેતા અયાતુલ્લા ખુમેનીનું પેઈન્ટિંગ બનાવાયું છે.


બ્રાઝીલના મનોસ શહેરના કબ્રસ્તાનની તસવીર છે. બ્રાઝીલમાં 20 હજાર પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.


આ તસવીર અમેરિકાના બ્રુકેલિનની છે, ઈમરજન્સી મેડીકડ સ્ટાફ નજરે પડે છે.


અમેરિકાનના બ્રૂકલિન સ્થિત હોસ્પિટલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ન્યૂયોર્કમાં 1.77 લાખ કોરોનાના દર્દી છે.

Related posts

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત, વધુ 108 કેસ સાથે આંક 5580

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

શહેરમાં આજે 130 નવા કેસ સાથે કુલ 1378 કેસ, છેલ્લા 14 કલાકમાં 15 લોકોના મોત

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

સુપ્રીમે કહ્યું- PM કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી

Amreli Live

દાદરાનગર હવેલીમાં 57 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો

Amreli Live