27.8 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

સીરિયલ ‘ભાગ્યવિધાતા’ની એક્ટ્રેસ રિચા સોનીએ ગયા વર્ષે 18 ફેબ્રુઆરીએ લોંગ-ટાઈમ બોયફ્રેન્ડ જિગર અલી સુંભાણિયા સાથે લગ્ન કર્યા હતા. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા બદલ એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યારે રિચાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એકસાથે ઘણા વિડીયો શેર કરીને ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

એક્ટ્રેસ રિચા સોનીએ વિડીયો શેર કરતાં લખ્યું, “તારા ફેક આઈડી સામે માનહાનિના એક્ટ સાથે કડક કાયદાકીય પગલા ભરવામાં આવ્યા છે. હું એ નથી જે કંઈપણ સાંભળી લેશે. તને ખબર હોવી જોઈએ કે તું કોને ટ્રોલ કરે છે. આ વખતે હું તને બ્લોક નહીં કરું. હું રાહ જોઈશ.”

વિડીયોમાં રિચા જણાવે છે કે, તેણે આ વિડીયો બનાવ્યો છે કારણકે એક મુસ્લિમ સાથે લગ્ન કરવા બદલ તેને સતત ટ્રોલ કરાઈ રહી છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નેગેટિવ કોમેન્ટ્સ કરવામાં આવે છે. તેણે ટ્રોલર્સને એમ પણ કહ્યું કે, તે તેના જીવનમાં કંઈપણ કરે તેની સાથે કોઈને લેવાદેવા નથી. રિચાએ એવા મેસેજ પણ વાંચી સંભળાવ્યા જેમાં તેને જેહાદી કહેવાઈ અને બુરખો પહેરવાની સલાહ અપાઈ હતી.

રિચાએ એમ પણ કહ્યું કે, એક ટ્રોલરે તેને માનસી દીક્ષિતનું ઉદાહરણ આપીને ધમકાવવાની કોશિશ કરી હતી. જણાવી દઈએ કે, માનસી દીક્ષિત આશાસ્પદ મોડલ હતી. કથિત રીતે 19 વર્ષીય ફોટોગ્રાફર સૈયદ મુઝામ્મીલને તેણે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં હત્યા કરાઈ હતી.

રિચાએ સોશિયલ મીડિયા ટ્રોલરને બ્લોક કરતાં તેણે બીજું અકાઉન્ટ બનાવીને તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. રિચાએ કહ્યું કે, “મેં ચોરીછુપીથી લગ્ન નથી કર્યા અને હું કોઈનાથી ડરતી નથી. મને કોઈને ગાળો આપવાની આદત નથી પરંતુ હવે મન હળવું થયું છે.” જણાવી દઈએ કે, રિચાએ 11 ફેબ્રુઆરીએ બંગાળી રીતરિવાજોથી લગ્ન કર્યા હતા અને 18 ફેબ્રુઆરીએ નિકાહ કર્યા હતા. રિચાએ અગાઉ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પહેલા તેના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધમાં હતા કારણકે જિગર બીજા ધર્મનો છે. જો કે, બાદમાં તેમને અહેસાસ થયો હતો કે તે રિચાને ખુશ રાખશે એટલે લગ્ન માટે રાજી થયા હતા.


Source: iamgujarat.com

Related posts

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

Pics: સુશાંત સિંહની આત્મહત્યાના એક મહિના પછી મુક્તેશ્વર મહાદેવના શરણમાં પહોંચી એકતા કપૂર

Amreli Live

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

Amreli Live

‘હેલ્લારો’ની વધુ એક સફળતા, કાન્સના આ ફેસ્ટિવલ માટે થઈ પસંદગી

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

અમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી

Amreli Live

લોકડાઉનમાં 15 લાખ પરપ્રાંતીય શ્રમિકો ગુજરાત છોડીને વતન પરત ફર્યા: સ્ટડી

Amreli Live

અમરેલી ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Amreli Live

સૌરવ ગાંગુલી આજે પણ નથી ભૂલ્યો તે પીડાદાયક ઘટના

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

Amreli Live

15 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

ભાવનગર: ક્વોરન્ટાઈન સેન્ટરમાં 14 વર્ષના છોકરાની જાતીય સતામણી કરાયાની ફરિયાદ

Amreli Live

15 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 7074 નવા કેસ, કુલ કેસ બે લાખને પાર

Amreli Live

શું તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે લડવા તૈયાર છે? આ રીતે જાણો

Amreli Live

નહાતા પહેલા શરીર પર તેલથી કરો મસાજ, થશે અદ્ભૂત ફાયદા

Amreli Live