24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

મુકેશ ભાઈ ફરી મોજ કરાવા થઈ ગયા સજ્જ જીઓ લોન્ચ કરશે સૌથી સસ્તો 5G ફોન

5G નો સૌથી સસ્તો હેન્ડસેટ લઈને આવશે મુકેશ ભાઈ, 4G જેવી ક્રાંતિ કરવા આવી રહ્યું છે જીઓ. રિલાયન્સ જીઓ જલ્દી જ ભારતમાં સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવાનું છે, જેની કિંમત 4 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. જો હાલના સમયમાં તમે સસ્તા સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો તેના માટે તમારે 8 થી 10 હાજર રૂપિયા ખર્ચ કરવા પડે છે. અને આ રેન્જમાં મોટાભાગના ફોન ચાઈનીઝ કંપનીના હોય છે, આથી બજેટ સ્માર્ટફોન યુઝર્સ ચાઈનીઝ કંપની પર જ નિર્ભર રહે છે.

પણ હવે આવા મોબાઈલ યુઝર્સની ચાઈનીઝ કંપનીઓ પરની નિર્ભરતા ખતમ થવાની છે, કારણ કે જીઓ સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. આવનારા થોડા દિવસોમાં જીઓ સ્માર્ટફોન માર્કેટમાં અફોર્ડેબલ સ્માર્ટફોન લઈને આવવાનું છે જેની કિંમત 4 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. આજે આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, જીઓના સ્માર્ટફોનમાં કયા કયા ફીચર્સ હોઈ શકે છે અને તે માર્કેટમાં ક્યારે આવશે.

જુલાઈમાં રિલાયન્સે પોતાની એન્યુઅલ જનરલ મિટિંગમાં ગુગલ સાથે કરેલી લગભગ 34 હજાર કરોડની ડીલની જાહેરાત કરી હતી. તેમાં રિલાયન્સનું કહેવું હતું કે તે ગુગલ સાથે મળીને સસ્તા 4G અને 5G ફોન લોન્ચ કરશે. અને આજ ફોન આવનારા થોડા દિવસોમાં તમને મળવાના છે.

રિપોર્ટ અનુસાર જીઓ ડિસેમ્બર સુધીમાં 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેના નામ હશે orbic myra, orbic myra 5G અને orbic magic 5G. એટલે કે બે 5G સપોર્ટ કરવાવાળા ફોન હશે અને એક 4G ફોન હશે. તેમાંથી એકને તો ગુગલ પ્લે કોન્સોલ પર લિસ્ટિંગ પણ કરવામાં આવ્યો છે, અને તેના અમુક સ્પેશિફિકેશન પણ સામે આવ્યા છે.

તેમાં તમને એચડી પલ્સ ડિસ્પ્લે મળી શકે છે જેમાં 720 X 1440 પિક્સલ હશે. તેમાં Qualcomm Snapdragon QM215 પ્રોસેસર હશે જે એન્ડ્રોઇડ ગો ફોન માટે છે, તેમાં એન્ડ્રોઇડ 10 વર્ઝન હોઈ શકે છે. આ સ્પેશિફિકેશન લીક થયેલી માહિતી પ્રમાણે છે, અને તેમાં કદાચ પરિવર્તન પણ આવી શકે છે. આ ફોનની ઓપરેટીંગ સીસ્ટમને ગુગલ ઓપ્ટિમાઇઝ કરશે અને તેની કિંમત 4 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.

ફક્ત જીઓ જ નહિ પણ એયરટેલ પણ સસ્તા 4G ફોન માર્કેટમાં લઈને આવી શકે છે. જ્યાં જીઓના 5G ફોન 4 હજારની આસપાસની કિંમતના હશે, તો એયરટેલ પોતાના 4G ફોન અઢીથી ત્રણ હજારની વચ્ચે લાવી શકે છે. જોકે સવાલ એ ઉઠે છે કે અચાનક એવું શું થઇ ગયું કે કંપનીઓ સસ્તા ફોન બજારમાં લાવવા માટે સ્પર્ધા કરી રહી છે?

વાત એમ છે કે હાલમાં ટેલિકોમ ક્ષેત્રમાં જંગ છેડાઈ ગઈ છે, જેમાં જીઓ સંપૂર્ણ રીતે માર્કેટને કેપ્ચર કરવા માંગે છે અને એયરટેલ અને વોડાફોન-આઈડિયા એ પ્રયત્નમાં છે કે માર્કેટમાં ટકી કઈ રીતે રહેવું. અહીં સવાલ છે 40 કરોડનો. 40 કરોડ રૂપિયા અહીં પણ 40 કરોડ યુઝર્સનો. આપણા દેશમાં હાલમાં લગભગ 40 કરોડ લોકો એવા છે જે 2G નેટવર્ક અને ફીચર્ડ ફોન (કીપેડવાળા સાદા ફોન) વાપરે છે. અને દરેક ટેલિકોમ કંપની આ યુઝર્સમાં હાથમાં પોતાના સસ્તા 4G ફોન જોવા માંગે છે, જેથી તેમનો ફાયદો થઈ શકે.

અને આજ કારણ છે કે મુકેશ અંબાણીએ જુલાઈમાં રિલાયન્સની એજીએમમાં કહ્યું હતું કે, તે ભારતને 2G મુક્ત બનાવવા માંગે છે. સાથે જીઓ પોતાના 5G નેટવર્ક પર ઘણા સમયથી કામ કરી રહ્યું છે અને તે તેને આગળ વધારવા માંગે છે. અને રિપોર્ટ એવા પણ આવ્યા છે કે, વોડાફોન આઈડિયા પણ અફોર્ડેબલ 4G ફોન લઈને આવી શકે છે. કારણ કે 40 કરોડ લોકો 2G નેટવર્ક પર છે, જેમાંથી સૌથી વધારે 14 કરોડ વોડાફોન આઈડિયા સબસ્ક્રાઇબર્સ છે.

તો ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં આવનારા દિવસો તમારા માટે ઘણા રસપ્રદ રહેવાના છે. એક તરફ લોકો ચાઈનીઝ વસ્તુઓનો વપરાશ બંધ કરી રહ્યા છે, અને બીજી તરફ ભારતીય કંપનીઓ સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. માર્કેટમાં જેટલી સ્પર્ધા વધશે એટલો તમને જ ફાયદો થશે. અને તમારી પાસે વધારે વિકલ્પ રહેશે.

પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

Amreli Live

ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

લગ્ન કુંડળીમાં કેમદ્રુમ દોષ હોય તો કરવું જોઈએ આ વ્રત, જાણો અતુલ શુક્લા દ્વારા તેના નિવારણના ઉપાય.

Amreli Live

એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

Amreli Live

બહુચર્ચિત રાજા માન સિંહ હત્યાકાંડમાં 11 દોષી 35 વર્ષ પછી સજા પર સુનાવણી.

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

આજે હરિયાળી ત્રીજના દિવસે આ 3 રાશિવાળા પર નસીબ રહેશે મહેરબાન, થશે માલામાલ

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

ફક્ત પત્થરોથી બનશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, 10 હજાર તાંબાના સળિયાનો થશે ઉપયોગ.

Amreli Live

અધિક માસના કારણે 165 વર્ષ પછી બન્યો છે અદભુત સંયોગ.

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

પિતૃપક્ષમાં મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્રત રાખવું ફળદાયક છે, જાણો શું છે મહત્વ.

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

સાત રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે આ અઠવાડિયુ, બીજા સામે ઉભા થશે પડકારો.

Amreli Live