મુકેશ અંબાણીના વેવાઈએ 1 વર્ષમાં કર્યું કરોડો રૂપિયાનું દાન, જાણીને થઇ જશો ચકિત. દાન કરવાની બાબતમાં મુકેશ અંબાણીની જેમ તેમના વેવાઈ અજય પીરામલનું દિલ પણ ઘણું મોટું છે, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાણીના વેવાઈ અજય પીરામલે કોરોના કાળ દરમિયાન ઘણા પૈસા દાન કર્યા છે. હારુન ઈંડિયાના પરોપકારીઓની યાદી અનુસાર તેમણે આ વર્ષે કુલ 196 કરોડ રૂપિયા દાન કર્યા છે.
હારુન ઈંડિયાના પરોપકારીઓની યાદી અનુસાર નાણાકીય વર્ષ 2019-20 માં પિરામલ સમૂહે અજય પીરામલ અને તેમના પરિવારના 196 કરોડ રૂપિયા દાન કર્યા છે. જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેયરમેન અંબાણી અને તેમના પરિવારે 500 કરોડ રૂપિયા દાન કર્યા છે.
હારુન ઈંડિયાના પરોપકારીઓની યાદી અનુસાર મુકેશ અંબાણીએ અજય પીરામલથી લગભગ 250 કરોડ રૂપિયા વધારે દાન કર્યું છે. હકીકતમાં પીએમ નરેંદ્ર મોદીએ કોરોના કાળ દરમિયાન લોકોને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ પીએમ કેયર્સ ફંડમાં પીરામલ ગ્રુપે 25 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી હતી. જયારે મુકેશ અંબાણીએ 500 કરોડ રૂપિયા દાન કર્યા હતા.
અજય પીરામલની કંપની પીરામલ એન્ટરપ્રાઇઝિસ ફાર્મા, હેલ્થકૅયર અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલી છે. પીરામલ ગ્રુપની 30 દેશોમાં બ્રાન્ચ છે. ફોર્બ્સ અનુસાર અજય પીરામલની કુલ સંપત્તિ 3 બિલિયન ડોલર છે અને તે ભારતના 50 સૌથી અમીર માણસોમાં ગણાય છે.
તેમજ મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો તે વિશ્વના અરબપતિઓની યાદીમાં 11 માં નંબર પર આવે છે. તેમની પાસે લગભગ 76 બિલિયન ડોલર એટલે કે 5 લાખ 70 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. માર્કેટ કેપિટલની દૃષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી કંપની છે.
વર્ષ 2018 માં થયા હતા લગ્ન : પીરામલ સમૂહના અજય પીરામલના દીકરા આનંદ પીરામલના વર્ષ 2018 માં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી સાથે લગ્ન થયા છે. તેમના લગ્ન ઘણી ધૂમધામથી કરવામાં આવ્યા હતા, અને મુકેશ અંબાણી તરફથી લગ્નમાં કુલ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com