કરોડોની સંપત્તિના માલિક છે બોબી દેઓલ, તેમના ઘર, ગાડી અને લક્ઝરી વસ્તુઓ વિષે જાણી ને ચકિત થઈ જશો. બોલીવુડ અભિનેતા બોબી દેઓલના ડૂબતા કરિયરને બચાવવામાં વેબ સિરીઝ આશ્રમ મોટો સહારો બની છે. જી હાં, બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ આશ્રમમાં બોબી દેઓલના બાબા નિરાલાવાળા પાત્રને લોકોએ ઘણું પસંદ કર્યું છે. જણાવી દઈએ કે, આશ્રમની બે સીઝન રિલીઝ થઈ ચુકી છે અને તે બંને સીઝનમાં પોતાની જબરજસ્ત એક્ટિંગથી બોબી દેઓલે દર્શકોનું દિલ જીત્યું છે.
જણાવી દઈએ કે, આ બોબી દેઓલનું વેબ સિરીઝમાં ડેબ્યુ હતું અને પોતાના ડેબ્યુમાં જ તે દર્શકો વચ્ચે છવાઈ ગયા. એવામાં આજકાલ સોશિયલ મીડિયામાં બોબી દેઓલની ચર્ચા થતી રહી છે. અને બોબી દેઓલના આ ધમાકેદાર કમબેકની અસર તેમની માર્કેટ ડિમાન્ડ પર પણ પડી છે. આજે અમે આ આર્ટિકલમાં બોબી દેઓલના કરિયર વિષે નહિ પણ તેમની કુલ સંપતિ વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
60 કરોડની સંપત્તિના માલિક છે બોબી : મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બોબી દેઓલ 60 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમાંથી તેમની મોટાભાગની કમાણી ફિલ્મો અને જાહેરાતોથી જ થાય છે. જોકે બોબી કમાણીની બાબતમાં પોતાના ભાઈ સની અને પપ્પા ધર્મેન્દ્રથી ઘણા પાછળ રહી જાય છે. પણ બોબીને કોઈ વાતનું દુઃખ નથી, તેમને તો ખુશી છે કે તેમણે પોતાની મહેનતથી બધી કમાણી કરી છે.
જણાવી દઈએ કે, બોબીનો બંગલો મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં આવેલો છે. બોવીનો આ બંગલો બહારથી દેખાવમાં જેટલો સુંદર છે, અંદરથી પણ એટલો જ સુંદર અને આલીશાન છે. બોબીના આ ઘરની કિંમત 6 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. અહીં તે પોતાની પત્ની તાન્યા અને દીકરાઓ સાથે રહે છે.
આ ઘરમાં બોબીએ પોતાના માટે અને દીકરાઓ માટે અલગ જિમ હાઉસ પણ બનાવ્યું છે, જ્યાં હંમેશા તે પોતાના બાળકો સાથે જોવા મળે છે. તેમજ આ ઘરમાં તેમનું લક્ઝરી સ્પોર્ટ્સ કારોનું કલેક્શન પણ રહેલું છે. જણાવી દઈએ કે, બોબી પાસે એકથી એક મોંઘી મોંઘી કારોનું કલેક્શન છે. આવો તેમના સ્પોર્ટ્સ કાર કલેક્શન પર એક નજર ફેરવીએ.
રેંજ રોવર સ્પોર્ટ : બોબીએ વર્ષ 2018 માં પોતાના માટે રેંજ રોવર સ્પોર્ટનું 3.0 લીટર ડીઝલ વેરિયંટ ખરીદ્યું હતું. જણાવી દઈએ કે, આ શાનદાર કારની કિંમત 1.2 કરોડ રૂપિયા છે.
લેંડ રોવર ફ્રીલેંડર 2 : બોબીને ગાડીઓનો ઘણો શોખ છે. તેવામાં તેમણે ઘણી વિદેશી ગાડીઓનું કલેક્શન રાખ્યું છે. બોબી પાસે લેંડ રોવર ફ્રીલેંડર 2 પણ છે. જણાવી દઈએ કે, આ દમદાર એસયુવીમાં 2179 સીસીનું એન્જીન લાગ્યું છે. આ ગાડીની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે.
રેંજ રોવર વૉગ : બોબી દેઓલ પાસે રેંજ રૉવર વૉગ પણ છે. આ ગાડીમાં 3.0 લીટરનું 6 સિલિન્ડરવાળું એન્જીન આપવામાં આવ્યું છે, જે 240 બીએચપીનો પાવર અને 600 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે. આ ગાડીની કિંમત 1.5 કરોડ રૂપિયા છે.
મર્સીડીઝ બેન્ઝ એસ ક્લાસ : બોબીના કાર કલેક્શનમાં મર્સીડીઝ બેન્ઝ એસ ક્લાસ પણ છે. મર્સીડીઝ લુક્સ અને કમ્ફર્ટની બાબતમાં દુનિયામાં સૌથી ઉત્તમ ગાડીઓમાંથી એક છે. આ ગાડી બોબીની ફેવરેટ છે. તેની ઘણી વાર તેમાં સવારી કરતા સ્પોટ થયા છે. આ ગાડીની કિંમત 1.2 કરોડ રૂપિયા છે.
પોર્શે કાયેન : આ ગાડી બોલીવુડના ઘણા કલાકારો પાસે રહેલી છે. જણાવી દઈએ કે, બોબીના ગાડીઓના કલેક્શનમાં આ સૌથી મોંઘી ગાડી છે. જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે.
એક સમય હતો જયારે બોબીના કરિયર પર ફ્લોપ હીરોનું ટેગ લાગી ગયું હતું. તેમની ઘણી ફિલ્મો સતત ફ્લોપ રહી જેથી તેમના ફિલ્મી કરિયર પર બ્રેક લાગી ગઈ. ત્યારબાદ તેમને ડ્રીંકની આદત પડી ગઈ અને ફિલ્મી પંડિત તેમના કરિયરના અંતની ઘોષણા પણ કરી ચુક્યા હતા.
રેસ 3 બોબીના કરિયરની ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ત્યારબાદ તેમણે હાઉસફુલ 3 માં કામ કર્યું, આ રીતે તેમણે બેક ટુ બેક બે હિટ ફિલ્મોમાં કામ કરીને પોતાના કરિયરને ફરીથી ઉપર ધકેલ્યું. આ ફિલ્મો પછી તેમની વેબસીરીઝ આશ્રમ જબરજસ્ત હિટ થઇ અને હવે બોબી પોતાના કરિયરને લઈને ઘણા સિરિયસ થઈ ગયા છે, અને ફૂંકી ફૂંકીને પગલું ભરી રહ્યા છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com