27.4 C
Amreli
23/10/2020
અજબ ગજબ

મી ટૂ : અનુરાગ કશ્યપના ઘરે તે દિવસે શું શું થયું હતું? પાયલ ઘોષે કહી દીધી આખી સ્ટોરી

એક્ટ્રેસ પાયલ ઘોષે જણાવી પોતાની આપવીતી, અનુરાગ કશ્યપે કપડાં ઉતાર્યા પછી મને….

બોલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ નિર્દેશકે એક્ટ્રેસના આરોપોને પાયા વિહોણા અને ખોટા ગણાવ્યા છે. એક્ટ્રેસે મીડિયામાં અનુરાગ કશ્યપ પર આરોપ લગાવતા પોતાની સાથે થયેલી આપવીતી જણાવી છે. એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે, અનુરાગ કશ્યપ તેની સામે નગ્ન થઈ ગયા હતા અને તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

એક્ટ્રેસે સમાચાર એજન્સી આઈએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં 2014 માં તેની સાથે થયેલી ઘટના વિષે જણાવ્યું. એક્ટ્રેસે જણાવ્યું કે, ‘મારી સાથે એક ઘણા જ પ્રસિદ્ધ નિર્દેશકે છેડછાડ કરી છે.’ અને એક્ટ્રેસે તે ડાયરેક્ટરનું નામ અનુરાગ કશ્યપ જણાવ્યું છે. એક્ટ્રસે પોતાની સાથે થયેલી ઘટના વિષે જણાવ્યું કે, ‘સૌથી પહેલા, હું તેમના યારી રોડ પર આવેલ કાર્યાલયમાં તેમને મળવા માટે ગઈ હતી. તે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા, અને મને તેમની સામે બેસવા માટે કહ્યું. તે અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં વ્યસ્ત હતા એટલે હું પાછી આવી ગઈ.’

Source : instagram

વારંવાર બોલાવી : એક્ટ્રેસે આગળ કહ્યું, ‘બીજા દિવસે તેમણે મને ફોન કર્યો અને મને કાંઈ પણ ગ્લેમરસ વસ્તુ ન પહેરવા કહ્યું, જેથી મને ખબર પડે કે હું એક અભિનેત્રી છું. તેમણે કહ્યું કે – કાંઈ સાદું પહેરજે. એટલા માટે હું સલવાર-કુર્તો પહેરીને તેમને મળવા ગઈ. તેમણે મારા માટે ખાવાનું બનાવ્યું અને મારા માટે પ્લેટ પણ લગાવી. મેં થોડી વાર વાતો કરી પછી જતી રહી. પણ તેમણે ફરીથી મેસેજ કર્યો અને મને આવવા માટે કહ્યું. ત્યારે મેં ના પાડી દીધી કારણ કે, ઘણું મોડું થઈ ગયું હતું. તેમણે મારી સાથે અહીં સુધી પૂછપરછ કરી કે મારી સાથે કોણ કોણ રહે છે.’

કલ્કીના પગરખાં દેખાડ્યા : એક્ટ્રેસે આગળ જણાવ્યું કે, બે દિવસ પછી તે અનુરાગને મળી. તે દિવસની વાત જણાવતા એક્ટ્રેસે કહ્યું, તેમણે મને પોતાના ઘરે બોલાવી, અને હું ગઈ. હું ત્યાં બેસી અને તે સમયે તે ધુમ્રપાન કરી રહ્યા હતા.

થોડીવાર પછી તે મને બીજા રૂમમાં લઇ ગયા, જ્યાં તેમની એક્સ વાઈફ કલ્કી કોચલીનના ઘણા બધા પગરખાં હતા. તેમણે મને તેના પગરખાં દેખાડ્યા અને કહ્યું, મારી પત્ની અમેરિકા ગઈ છે. તે મારાથી નારાજ છે. હું તેના માટે પણ ખાવાનું બનાવતો હતો, પણ હવે નથી બનાવતો. તે મારાથી નારાજ છે. અનુરાગે કહ્યું કે, છોકરીઓ રણબીર કપૂર સાથે એક ફિલ્મ કરવા માટે મારી સાથે સુવા તૈયાર હતી.

Source : instagram

કપડાં ઉતારવા માટે કહ્યું : પાયલે જણાવ્યું કે, તે સમયે અનુરાગ કશ્યપે એડલ્ટ ફિલ્મ શરૂ કરી દીઘી. એક્ટ્રેસે જણાવ્યું, હું તે ક્ષણે ડરી ગઈ હતી. તે રૂમમાં ઘણી કેસેટ, ચોપડીઓ અને એક સોફો હતો. તે એક પુસ્તકાલય જેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ તે અચાનક મારી સામે નગ્ન થઈ ગયા અને મને મારા કપડાં ઉતારવા માટે કહ્યું, જેના પર મેં કહ્યું, ‘સર હું સહજ નથી.’ પછી તેમણે કહ્યું કે મારા એક કોલ પર એક્ટ્રેસ મારી પાસે આવવા માટે તૈયાર છે, પછી મેં કહ્યું કે, હું સહજ નથી.

ઘરવાળાએ બોલવાની ના પાડી : તેમજ, આટલા દિવસ ચુપ રહેવાને લઈને એક્ટ્રેસે કહ્યું, મેં ઘણી વાર આના વિષે બોલવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પરિવાર અને નજીકના મિત્રોએ મને ભવિષ્યમાં કોઈ પણ સમસ્યાથી બચવા માટે ચૂપ રહેવા માટે કહ્યું. હું તેના વિષે વાત કરવા ઇચ્છતી હતી, પણ હું ચૂપ થઈ ગઈ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ટોપલીમાં બટાકા-ડુંગળીની સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય? શું તમે પણ કરતા આવી રહ્યા છો આટલી મોટી ભૂલ

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

સફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

પોતાનું પેટ ઓછું કરવા માંગતા હોય, તો આ 3 પ્રકારની દાળ તમારા માટે છે ઉપયોગી.

Amreli Live

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.

Amreli Live

આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે, તાજગીનો અનુભવ થાય, આર્થિક લાભ પણ થાય, પણ વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

સ્કૂલમાં ટીચર્સની નકલ ઉતારીને મિત્રોનું મનોરંજન કરનાર કઈ રીતે બન્યા ‘ભાભીજી ઘર પર હૈ’ના ટીકારામ…

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

22 ઓગસ્ટ શનિવારે છે ગણેશ ચતુર્થી, આ ખાસ બાબતોને લઈને આ વખતે અલગ રહશે આ ઉત્સવ

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

મેડીક્લેમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહી તો ભેરવાઈ જશો.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તમારી આ 6 આદતો બને છે ધનના નુકશાનનું કારણ.

Amreli Live

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live