25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસોએકતરફ વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી, લોકડાઉનની સ્થિતિમાં જગતમાં ઘણા એવાં લોકો ય છે જે પર્યાપ્ત પ્રસિદ્ધિ ન મળે તો માંદા પડી જાય છે ! કોરોના વાઈરસે મીડિયામાં એટલી જગ્યા રોકી છે કે પ્રસિદ્ધિપ્રેમી લોકો માટે મીડિયામાં ટકી રહેવું મોટો સવાલ બની રહ્યો છે. ઉદા. તરીકે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા. રામચંદ્ર ગુહા સાંપ્રત ઈતિહાસલેખનનું બહુ મોટું નામ છે. રાજનીતિ, પર્યાવરણ અને ક્રિકેટનો ઈતિહાસ અને મહાત્મા ગાંધી પરના તેમનાં અભ્યાસોએ વાંચકોનું ખાસ્સું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓ ઈતિહાસ લખવાની સાથે સાંપ્રત સમય વિષે નુક્તેચેની માટે પણ એટલાં જ જાણીતા છે. ખરેખર તો પોતાના વ્યવસાયને દિલથી વરેલો ઈતિહાસકાર આવી પ્રસિદ્ધિથી જોજનો દૂર રહે છે. એવાં દાખલા ઓછા નથી. બિપિનચંદ્ર, સુમિત સરકાર જેવાં અનેક ઈતિહાસકારો કે જેઓના સંશોધનો ગુહા કરતાં વધુ નક્કર ભૂમિકા પર છે છતાં તેઓ આવી લોકપ્રિયતાથી દુર જ રહેલા. પણ ગુહા ઈતિહાસ હોય કે રાજકારણ પોતાનો અભિપ્રાય દર્શાવવાની તક છોડતા નથી. ઉદા. હમણાં જ તેઓએ ફિલિપ સ્પ્રાટ નામના લેખકને ટાંકીને ગુજરાત અને બંગાળના આર્થિક અને સાંસ્કૃતિક વારસાની કરેલી તુલના. પ્રસ્તુત કમેન્ટમાં તેઓએ પોતાની સંમતિ જરૂરી ન હોવાનું પણ કહ્યું, અરે ભલા આદમી આપ જે બાબત સાથે સંમત ન હોવ તો એક પ્રદેશ વિશેષનાં ઈતિહાસ અને સંસ્કૃતિને પડકારતાં આવાં અવતરણો ટાંકવાની શીદ જરૂર પડી? આ તો જે ગામ જવું ન હોય અને છતાં તે ગામનો રસ્તો પુછવા જેવી વાત થઇ! ઈતિહાસકાર ગુહા તેમનાં ટવીટમાં નરેન્દ્ર મોદીનો વૈચારિક વિરોધનો રોષ ગુજરાત પર વ્યક્ત કરતાં હોય તેવો અણસાર આવે છે .

ખેર! વાણી સ્વતંત્રતા ભારત જેવાં લોકતાંત્રિક દેશમાં સહુને છે, પણ સ્વતંત્રતા ને સ્વચ્છંદતા બનાવતા તમે ૫ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને પડકારો એ તો ક્યાંનો ન્યાય? ગુહા સાહેબ આવો તો કેવો તમારો ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ? તમે તો ગુજરાતી નહિ જાણતા હોવાથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ ઝલક માણી નહિ શકો પણ “દિવ્ય ભાસ્કર “ના વાચકોને તો તેઓ ગુજરાતની સંસ્કૃતિના વકીલ બની શકે તે માટે ગુજરાતના મહાસાગર જેવાં સાંસ્કૃતિક વારસામાંથી ટબુડીભર આચમન……..

દુનિયા આખી જાણે છે કે વિશ્વના અને આજના યુરોપના ઘણાં દેશો બર્બર અવસ્થામાં જીવતાં હતા ત્યારે ભારતમાં સંસ્કૃતિનો પાર્દુભાવ થયો હતો. તેનું પ્રારંભિક કેન્દ્ર ગુજરાત હતું. તેની સાક્ષી પૂરતાં લોથલ અને ધોળાવીરા જેવાં પુરાતત્વીય સ્મારકો પાંચ હજાર વર્ષથી ગુજરાતમાં અડીખમ ઊભા છે. લોથલથી શરુ થયેલી ગુજરાતની સાંસ્કૃતિકયાત્રાએ સમયપ્રવાહમાં ઉત્તરોતર મુકામો હાંસલ કર્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં ખાસ પ્રકાશમાં ન આવેલું ૪થી અને ૮મી સદી વચ્ચેનું વલભી તો મૈત્રક કાળમાં બુદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર હતું. જ્યાં કરોડપતિઓના ૧૦૦ ઘર હોવાનું તો ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગે તેના “સિ–યું–કી” ( પશ્રિમ દિશાનો અહેવાલ ) ગ્રંથમાં નોંધ્યું છે.

સોલંકીકાળમાં ગુજરાતની અસ્મિતાનો પરચમ લહેરાવનાર સિદ્ધરાજ સોલંકી (૧૦૯૪ – ૧૧૪૨ )એ ધર્મ નિરપેક્ષ રાજ્યનો દાખલો પ્રસ્તુત કર્યો હતો. ખંભાતમાં કેટલાક કોમવાદી તત્વોએ એક મસ્જીદ તોડી પાડી અને તેની ખબર સિદ્ધરાજ સુધી પહોંચી, તાબડતોબ તપાસ પંચ રચાયું અને મસ્જીદનું સમારકામ થયું અને કોમવાદીઓને સજા પણ. સોલંકીકાળમાં જ સર્જાયેલી સાંસ્કૃતિક અને આચાર્ય હેમચંદ્રની નિશ્રામાં નીપજેલી સાહિત્યિક ગતિવિધિઓને તો કોણ વિસરી શકશે? ભારતભરના ગ્રંથાલયોમાંથી વ્યાકરણ ગ્રંથો ભેગા કરી હેમચંદ્રાચાર્યે રચેલું “સિદ્ધહેમશબ્દાનુશાસન” વ્યાકરણ ગ્રંથ ગુજરાતની સંસ્કૃતિનો ભાગ ન ગણાય? સને ૧૪૧૧માં અમદાવાદ નગરની સ્થાપના કરનાર અહમદશાહ બાદશાહ પોતાના સગા જમાઈને તેનાં ગુન્હા માટે શહેર વચાળે શૂળીએ લટકાવી દે, આ ગુજરાતનો વારસો છે! મહમૂદ બેગડો જેને “બીજું મક્કા” બનાવવા માંગતો હતો તે ચાંપાનેરને તો યુનેસ્કોએ આજથી બે દાયકા પહેલાં “વિશ્વ વારસાના નગર” તરીકે ઘોષિત કર્યું હતું, આવો જ સાંસ્કૃતિક કીર્તિમાન તાજેતરમાં ગુજરાતના હૃદયરૂપ નગર અમદાવાદને પણ સાંપડી ચૂક્યો છે. આવો જવલંત વારસો દેશને આઝાદી મળી ત્યાં સુધી ગુજરાતમાં દશ્યમાન થાય છે પણ તકલીફ એ છે કે આપણા ઈતિહાસકારો અને સંસ્કૃતિવિદો ગુહા જે ભાષામાં વાંચવા ટેવાયેલા છે તે અંગ્રેજીમાં આ બધું રજૂ કરી શક્યા નથી. ખેર! “દેર સે આયે પર દુરસ્ત આયે“ની જેમ આપણે આપણો સાંસ્કૃતિક વારસો ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉજાગર કરવો રહ્યો. જેથી શ્રીમાન રામચંદ્ર ગુહાએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જાણવા માટે વિદેશી લેખકોના હવાલા આપવાં ન પડે!

ગુજરાતને વેપારીઓનો દેશ માનનારાઓ અને ગુજરાતીઓ હમેંશા નફા ખોટની ભાષામાં જ વાત કરે છે તેવા લોકોનો આ દેશમાં તોટો નથી પણ આવા મહાનુભાવોએ લગીર સમય કાઢી ગુજરાતના શિલ્પ – સ્થાપત્ય, સાહિત્ય અને વિચારવારસા ( legacy ) પર પણ દ્રષ્ટિપાત કરવો જોઈએ. રાણકી વાવ, અડાલજની વાવ, મધ્યકાળનું ચાંપાનેર નગર અને અમદાવાદની સીદી સૈયદની જાળીમાં મિ. ગુહાને સંસ્કૃતિનું દર્શન નહિ થયું હોય? ના થયું હોય તો કોઈ સવાયા ગુજરાતીએ તાત્કાલિક આ ભવ્ય સ્મારકોના વિવિધ એન્ગલથી ફોટા પાડી તેઓશ્રીને ઈ – મેઈલ અને પછી હાર્ડ કોપી સ્વરૂપે મોકલી આપવા જોઈએ એ પછી પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિષે તેમનો અભિપ્રાય ન બદલાય તો પછી શું કહેવું?

ગુજરાતનો માત્ર સ્થૂળ વારસો જ રહ્યો હોવાનું માની લેવાની જરૂર નથી આપણા પક્ષે સૌથી મોટો વારસો એ ગાંધીવાદી વિચારોનો છે. શું એનેય તમે નકારો છો ગુહા સાહેબ. જેને તો તમે “ગાંધી પહેલાનું ભારત“ અને “ગાંધી બાદનું ભારત“ નામના દળદાર પુસ્તકોમાં આલેખ્યું છે. મહાત્મા ગાંધીએ આ માટીમાંથી પ્રસરાવેલા સત્ય, અહિંસાના સિદ્ધાંતો વાયા ગાંધી ગુજરાતનો વિચાર વારસો નથી? આ શાશ્વત સિદ્ધાંતોની પ્રયોગશાળા ગુજરાત રહ્યું હતું!

અત્રે એ પણ યાદ રાખવું ઘટે કે ગુજરાત એ માત્ર ભૌગોલિક અભિવ્યક્તિ નથી, ગુજરાત એ સંસ્કાર છે, સંસ્કૃતિ છે તે બધામાંથી સર્જાયું છે ગુજરાતીપણું. એટલે જ તો કવિ ઉમાશંકર જોશીએ “હું ગુર્જર ભારતવાસી” અને “ વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની”, “આ તો કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી!” જેવાં ગુજરાત પ્રીતિના ગીતો ગાયા છે.

અને પારસી કવિ “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” અને “ગુર્જર વાણી , ગુર્જર લહાણી , ગુર્જર શાણી રીત,” જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત “જેવી કવિતાઓ દ્રારા ગુજરાતના સંસ્કારો વિશ્વ આખામાં પ્રસરાવવાની હિમાયત કરી ચુક્યા છે.

એક કવિએ તો ……“ગણાય આ ગુજરાત, બધા દેશનો બગીચો, ભળાય કુદરતી ભાત, ભરેલો ભલો બગીચો”, “ગાઉં ગુણ તારા, હે ગુજરાત, જગભરમાં તું જંગમરૂપે રાજે કૈ રળિયાત! …. તારે નામે મારગ દેતાં સાગર સાતે સાત” જેવાં ગુર્જર સંસ્કારોના ગુણગાન ગાયા છે પણ તેમાં કયાંય પણ બીજા રાજ્યો , અરે! બીજા દેશોના અસ્તિત્વનો નકાર કે તેમનાં પર હાવી થવાની વાત નથી, માત્ર સમાયોજન અને સમરસતાની વાત છે. શું આ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો નથી?ખરેખર તો ઇતિહાસકાર રામચંદ્ર ગુહા અને તેઓના અનુયાયીઓ (અનુયાયીઓ માત્ર ગુજરાત બહાર જ હોય તેવું જરૂરી નથી!) સમક્ષ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું પારાયણ કરવાને બદલે તેઓને “રાજ્યના મહેમાન“ (state Guest) બનાવી સન્માનપૂર્વક ગુજરાત આખામાં ફેરવી ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી પ્રત્યક્ષ કરાવવા જોઈએ. જય જય ગરવી ગુજરાત …….

(લેખક ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ છે.)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mr. Ramchandra Guha here is the cultural pride of Gujarat

Related posts

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ, ભંગ કરતા દેખાશો તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા આજે કુલ 76 નવા કેસ, રાજ્યમાં કોરોનાના 262 દર્દી, 17ના મોત

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોત

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, 17ના મોત, મૃત્યુઆંક 214- કુલ દર્દી 4395

Amreli Live

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

Amreli Live

જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ, ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 124 થઈ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

2,17,648 કેસ,મૃત્યુઆંકઃ6,091ઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32,329 લોકો કોરોના મુક્ત થયા

Amreli Live

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live