26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલરાંદેરમાંથી વધુ 2 કેસ સાથે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. ન્યુ રાંદેર રોડ,અલઅમીન રેસિડેન્સીમાં રહેતા આધેડ અને ન્યુ રાંદેર રોડના અલ્વી રો હાઉસનીમહિલા તેમજ બેગમપુરાની વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવની સંખ્યા 19 થઈ છે. સોમવારે વધુ 13 શંકાસ્પદ કેસ આવ્યાહતા, 11નો રિપોર્ટ નેગેટિવ આવ્યો. 5નો રિપોર્ટ પેન્ડીંગ છે.આજના શંકાસ્પદમાં સ્મીમેરના રેસિડન્ટ તબીબ પણ છે.

અલ-અમીન રેસિડન્સીના આધેડ એકલા રહેતા હતા
ન્યુ રાંદેર રોડ અલ અમીન રેસીડેન્સીમાં એહસાન રસીદ ખાન(52) સંતાનો થી અલગ એકલા રહે છે. શનિવારે તબિયત ખરાબ થતાં સ્મીમેર ગયા હતા. જ્યાંશંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરી તેમના સેમ્પલ લઇ તપાસ માટે સિવિલ મોકલી આપ્યા હતા. સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને માત્ર તેમનાભાઈ મળવા જતા હતા જેથી તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

બાગે રહેમતની મહિલાની રવિવારે તબિયત બગડી હતી
ન્યુ રાંદેરમાં બાગે રહેમતના યાસ્મીન અબ્દુલ વહાબ કાપડીયા(45) બીમાર પડતા શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા. સોમવારે રિપોર્ટપોઝિટિવ આવ્યો હતો. તેમના પતિ અને બે પુત્રો નમાઝ માટે જતા હતા. તેમના ઘરે કામ કરતો એક કર્મચારી ચીજ વસ્તુ લેવા બહાર જતો હતો. પતિ, બે પુત્ર,એક પુત્ર વધુ, પુત્રી અને સર્વન્ટ સહિત 6ને ક્વોરન્ટીન કરાયા છે.

બેગમપુરાના જમાઇનો ચેપ 80વર્ષના સાસુને પણ લાગ્યો
ઝાંપાબજાર બેગમપુરા ખાતે રહેતા દયાકોર હીરાલાલ ચોપડીયા (80)ના જમાઈ અને કોરોના પોઝિટિવ દર્દી રમેશચંદ્ર રાણા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદદયાકોર સમરસ હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો સાથે તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા અને તેમના સેમ્પલની તપાસકરવામાં આવી હતી. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

ઝાંપાબજારની માર્કેટ બંધ કરાવાઈ
કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યા બાદ ઝાંપાબજાર ખાતેની શાક અને ચીકન માર્કેટ બંધ કરાવાય હતી. રસ્તો રોકીને જ્યાં વર્ષોથી શાકભાજી માર્કેટ જામે છે એસમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ પાલિકાએ કર્યો હતો. આ જ વિસ્તારમાં ધમધમતી ચીકન માર્કેટ પણ બંધ કરાવી દેવામાં આવી હતી. કોરોના પોઝિટિવ કેસમળ્યા અગાઉ આ માર્કેટો સવારના સત્રમાં અગાઉની જેમ જ ધમધમતી હતી.

રાજ્યમાં સૌથી વધુ સેલ્ફ ડેક્લેરેશન

આજ સુધી પાલિકાની વેબસાઇટ પર ૧૯૮૩ લોકોએ સેલ્ફ ડેકલેરેશન કર્યું છે. જે દેશભરમાં સૌથી વધુ છે. શહેરમાં ૪૮૮ ટીમોના ૯૧૦ કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં આજરોજ ૨૮૮૬ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. તેમજ આજ સુધી શહેરમાં ૨૭૫૯૫ જાહેર અને જરૂરી સ્થળોએ ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાંથી ૨૫.૧૨ મેટ્રિક ટનનો બાયો મેડિકલ વેસ્ટ મળ્યો છે, જેનું ખાસ પદ્ધતિથી અલગ રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવશે. પાલિકાના પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમમાં પ્રાણીઓ અને માછલીઓને પણ કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન ન થાય એ માટે સઘન કામગીરી કરવામાં આવીછે.

કોર્પોરેટરે લોકોને અપીલ કરી

વોર્ડ નંબર 10ના કોર્પોરેટર અને સુરત મહાનગર પાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનએ 6 થી વધુ સોસાયટીઓમાં હેમાલિબેન બોઘાવાળાએ સાવચેતી રાખવા લોકોને અપીલ કરતાં કહ્યું કે,રાંદેર-અડાજણ વિસ્તારના સૌ રહીશોને વિનંતી છે કે, આપણા વિસ્તારમાં ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ તાપસમાં બહાર આવ્યા છે.બે હાથ જોડીને વિનંતી કરું છુ કે, મહેરબાની કરીને ઘરમાં જ રહીને પોતાનું,પોતાના પરિવાર અને આપણા વિસ્તારનું કોરોનાની મહામારીથી રક્ષણ કરો.
નવા ત્રણ પોઝિટિવ કેસ

આજના બેનવા કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે એક કેસ બેગમપુરાનો છે. સવારે રાંદરે વિસ્તારમાં આવેલી અલ અમીન રેસીડેન્સીમાં રહેતા 52 વર્ષીય અહેસાન રાશિદ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની કોઈ ટ્રાવેલહિસ્ટ્રી જ નથી. જ્યારે રાંદેરમાં જ બાગ એ રહેમત અલવી રો હાઉસમાં રહેતી 45 વર્ષીય યાશ્મીન અબ્દુલ વહાબ કાપડિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે ત્રીજા કેસમાં બેગમપુરાના 80 વર્ષીય વૃદ્ધા દયાકૌર હિરાલાલ ચાપડિયા છે. જે બેગમપુરાના પોઝિટિવ વૃદ્ધના સાસુ છે. જેમની પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.જેથી આરોગ્ય વિભાગે તેમના પરિવારની સુરક્ષા માટે જરૂર પગલાં લીધા છે.

નવા ત્રણ કેસના નામ અને સરનામા
દયાકૌર હિરાલાલ ચાપડિયા (ઉ.વ.80) બેગમપુરા ટ્રાવેલ હિસ્ટ્રી નથી
યાશ્મીન અબ્દુલ વહાબ કાપડિયા(ઉ.વ.45) રાંદેર ટ્રાવેલ હિસ્ટ્રી નથી
અહેસાન રાશિદ ખાન(ઉ.વ.52) રાંદેર ટ્રાવેલ હિસ્ટ્રી નથી

લોકલ ટ્રાન્સમિશનના કેસમાં વધારો એ ગંભીર બાબતઃ પાલિકા કમિશનર

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ગત રોજ ત્રણ અને આજે પણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જે ગંભીર બાબત છે. આ પોઝિટિવના સંપર્કમાં આવેલાની તપાસ ચાલી રહી છે. પાલિકા કોરોના સામેની લડાઈમાં વધુ આક્રમક બની મુખ્ય કચેરી ખાતે વોર રૂમ શરૂ કર્યો છે. ડોર ટુ ડોર સર્વેમાં શંકાસ્પદ જણાતા કેસને વોર રૂમમાં બેઠેલા તબીબો ચેક કરીને કોરોના હોસ્પિટલમાં તપાસ માટે મોકલશે. આ સાથે નેચર પાર્કમાં 49 પ્રજાતિના 400 પ્રાણીઓ અને એક્વેરિયમની 150 પ્રજાતિઓની 4000 માછલીઓને પણ કોરોનાનું ઇન્ફેક્શન ન લાગે તે માટે અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે.

APMC માર્કેટમાં મોટા વાહનોને પ્રવેશવા પર છૂટ

APMC માર્કેટને 14 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પોલીસ કમિશનર દ્વારા બંધના જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં મોટા વાહનનોને માર્કેટમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે નાના વાહનો અને પગપાળા લોકો ઉપર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. મોટા વાહનો માટે પણ માર્કેટના સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનું રહેશે.

બે શંકાસ્પદના મોત

સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. જે પૈકી એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનું હજી બાકી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર અને કડોદરા વિસ્તારના શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયા હતા.

8 વર્ષીય યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી

કાપોદ્રાની અક્ષરધામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મુન્ના શંભુરામ ને તાવ સહિતની તકલીફ જણાતા સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ કરાવવા માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ નેગેટિવ આવ્યા હતા પરંતુ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આવી જ અન્ય એક ઘટનામાં સુરતના છેવાડે આવેલા કડોદરાના વરેલી ગામના 18 વર્ષીય યુવકને શનિવારના રોજ તાવ અને શ્વાસ લેવામાં સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું .આ યુવકનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

ગત રોજ એક જ દિવસમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા

શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજવાની સાથે એક જ દિવસમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા શહેરનું આરોગ્ય વિભાગ સતત દોડતું રહ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 દર્દીના મોત થયા છે. 5 દર્દી સાજા થતા તેમને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં 205 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 182ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બેગમપુરા વિસ્તારમાં માસ ક્વોરન્ટીનના બેનર લગાવાયા


પોઝિટિવ આવેલા વ્યક્તિઓની સોસાયટી અને આસપાસના વિસ્તારને સેનિટાઈઝ કરાયો

Related posts

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

ગુજરાતમાં મોત સવા સો પાર, 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

Amreli Live

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

અત્યારસુધી 16180 કેસ: ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યમાં અત્યારે કોઇ પોઝિટિવ કેસ નથી, લોકડાઉન 3 મે સુધી રહેશે

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં વડાપ્રધાન 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

શહેરમાં એક દિવસમાં સૌથી વધુ 274 કેસ નોંધાયા, 23ના મોત, કુલ 3817 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 208

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

Amreli Live

અંબાજી મંદિર: આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ જે માતામાં ખુબ જ શ્રદ્ધા રાખે છે તેવા ગુજરાતના ભવ્ય પ્રાચીન અંબાજી મંદિરની કથા અને તસ્વીરો..

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસ

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

અત્યાર સુધી 12,760કેસ: દિલ્હીમાં SIનો પરિવાર કોરોના સંક્રમિત, પોલીસ કોલોનીના ત્રણ બ્લોક સીલ કરાયા

Amreli Live