26.4 C
Amreli
20/09/2020
bhaskar-news

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’રાજકોટમાં ચુડાસમા પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં પતિ-પત્ની અને માતનો સમાવેશ થાય છે. આ પરિવારમાં 14 મહિનાની એક બાળકી છે. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્રણ સભ્યોને કોરોના વાઇરસ થતા આ બાળકીને તેના ભાડુઆત અને ભાઇ-ભાભી સાચવી રહ્યા છે. બે દિવસ પહેલા જ બાળકીના પિતા સાજા થઇને ઘરે આવ્યા છે. બાળકી બહું રડે તો જ પિતા તેને સ્પર્શ કરે છે બાકી તેઓ પણ બાળકી પ્રત્યે તકેદારી રાખઈ રહ્યા છે. બાળકીને લઇને પિતાએ વ્યથા ઠાલવી છે કે, બાળકી તેના માતાના ધાવણ વગર રહેતી નથી.

પરિવારમાં નવ સભ્યો, ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોનાના હોટસ્પોટ વિસ્તાર ગણાતાં જંગલેશ્વરમાં શેરી નં.24માં ફિરોજભાઈ ઈકબાલભાઈ ચુડાસમા મધુરમ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગનું કારખાનું ધરાવે છે. ફિરોજભાઈનો નવ વ્યક્તિનો પરિવાર છે. મકાન પણ મોટું હોવાથી ઉપરના બે રૂમ તેઓએ ભાડે આપ્યા હતા. ભાડૂઆતો પૈકીના એક પરિવારને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે ફિરોજભાઈ પોતે અત્રેના પ્રણામી ચોકમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં પોતાના સ્વાસ્થ્યની ચકાસણી અર્થે ફોર્મ ભર્યુ હતું અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા ગત તા.15ના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ફિરોજભાઈને કોરોના પોઝિટિવ આવતા તેમના પરિવારના 9 સભ્યોના પણ નમૂના લેવામાં આવ્યાં હતા. જેમાં તેમની માતા અને પત્નીને પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હાલ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે. જ્યારે તેમની 14 મહિનાની પુત્રી, તેમના ભાઈ તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરન્ટીનમાં રાખ્યાં બાદ તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપી દેવામાં આવી છે. ફિરોજભાઇએ પણ કોરોના સામે જીત મેળવતા રજા આપવામાં આવી છે.

માતા વગર બાળકીને સાચવવી મુશ્કેલ: પિતાની આપવીતી

‘સિવિલના ડોક્ટરોના કારણે મને નવું જીવન મળ્યું છે, મારા માટે તેઓ જ ઈશ્વર અને અલ્લાહના રૂપ છે ત્યારે હવે હું પરવરદિગાર સમક્ષ એટલી જ દુઆ કરુ છું કે, તે મારી માતા અને પત્નીને પણ બચાવી લે. મારી 14 મહિનાની દીકરી માના દૂધ પર આધારિત છે. પરંતુ જ્યારથી મારી પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારથી તે માતાથી વિખુટી પડી ગઈ છે તેનું પેટ ભરાવવું પણ હવે મુશ્કેલ બની ગયું છે.’ આવ શબ્દો છે ફિરોજભાઈ ચુડાસમાના. જેઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈને બહાર આવ્યાં છે. વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે આઈસોલેશન હેઠળ છે અને મારી પુત્રી હજુ પણ તેના દૂધ પર આધારિત છે. અત્યારે અમે બહારનું દૂધ તેને પીવડાવીએ છીએ. ખૂબ રડવા માંડે ત્યારે વીડિયો કોલ કરીને તેની માતાનું મોઢુ દેખાડીએ છીએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભાડુઆત બાળકીને સાચવી રહ્યા છે, બહું રડે ત્યારે પિતા બાળકીને સ્પર્શ કરે છે

Related posts

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

Amreli Live

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ હેઠળ સરકારી બેન્કોએ MSMEને રૂ. 21,029 કરોડ આપ્યા, ગુજરાતમાં 1657 કરોડ અપાયા

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ, બિલ્ડીંગ સીલ કરી બાઉન્સર બેસાડ્યાના સમાચાર વાઇરલ

Amreli Live

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

અત્યાર સુધીમાં 1.59 લાખના મોતઃ પાકિસ્તાનમાં રમજાન દરમિયાન મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી, સ્પેનમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

રાજ્યસભાની 18 બેઠક માટે ચૂંટણી તારીખ જાહેર, હવે 19 જૂને 7 રાજ્યમાં ઉમેદવારોની ચૂંટણી થશે

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુની જાહેરાત

Amreli Live

આધ્યાત્મિક ગુરૂ રમેશ ઓઝા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત, જુઓ વીડિયો

Amreli Live