25.4 C
Amreli
14/08/2020
અજબ ગજબ

માણસની હત્યા કરતા હાથીને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવે છે, અહીં પ્રચલિત છે અનોખી માન્યતાઓ.

માન્યતા મુજબ હાથી ગુસ્સામાં હિંસક થઇ જાય પછી પશ્ચાતાપ પણ કરે છે, માણસને મારવા વાળા હાથીને સમૂહથી બહાર કરી દેવામાં આવે છે.

છત્તીસગઢના જશપુર જિલ્લામાં ગામના લોકોમાં હાથીઓને લઈને અનોખી માન્યતાઓ છે. અહીંના લોકો માને છે કે હાથી સાથી પણ છે અને લાગણીશીલ પણ. તમે પણ વાંચો આ રસિક અહેવાલ …

જશપુર, છત્તીસગઢના જશપુર જિલ્લામાં ગ્રામજનો હાથીના કાયદાનું પાલન કરે છે. તેમનું માનવું છે કે હાથી સાથી પણ છે અને લાગણીશીલ પણ. હાથી સામાજિક પ્રાણી છે. સમૂહમાં રહે છે. પોતાના વડીલને વડા માને છે. હાથણીઓ બચ્ચાઓનું રક્ષણ કરે છે. લોકોમાં એ પણ માન્યતા છે કે જો હાથી ગુસ્સામાં હિંસક બની જાય છે, તો તેનો પસ્તાવો પણ કરે છે. કોઈ મનુષ્યની હત્યા કરનારા હાથીને પક્ષમાંથી બહાર કરવામાં આવે છે. તેથી હાથીઓના કામમાં દખલ ન કરવામાં જ પોતાની ભલાઈ માને છે.

સૌથી વડીલ કરે છે સમૂહનું નેતૃત્વ :-

તુમલાના રહેવાસી ગણેશ સિંહના જણાવ્યા અનુસાર દરેક જૂથનો સૌથી જૂનો હાથી સમૂહનું નેતૃત્વ કરે છે. સમૂહના સભ્યો શિસ્તમાં રહે છે. હાથીઓ વગર કારણે માનવો ઉપર હુમલો કરતા નથી. તેઓ આત્મરક્ષણ માટે ચોક્કસપણે આક્રમક બને છે. તેમણે કહ્યું કે જો કોઈ હાથી કોઈ માણસને કચડીને મારી નાખે છે, તો તેને સમુહમાંથી અલગ કરી દેવામાં આવે છે.

પોતાના અસ્તિત્વમાં જ ભલાઈ :-

ગામના લોકોનું માનવું છે કે જંગલી જીવો અને માણસો વચ્ચે ટકી રહેવા માટેનો સંઘર્ષ ચાલુ રહેશે. એકબીજાને માન આપીને તેમની વચ્ચે સહ-અસ્તિત્વનો માર્ગ બનાવવામાં આવે છે. વિસ્તારમાં હાથીઓની અવરજવરને કારણે ગ્રામજનોને થોડા દિવસે આર્થિક ખોટ સહન કરવી પડે છે પરંતુ મનુષ્ય ઉપર હુમલા થવાના બનાવો ઓછા બને છે.

હાથી 10 દિવસ સુધી ભટકતો રહે છે :-

ટકમુંડામાં રહેતા ગોવિંદસિંહે કહ્યું કે તેમના દાદા પણ કહેતા હતા કે જ્યારે હાથી કોઈ વ્યક્તિને કચડીને મારી નાખે છે, ત્યારે તે ઘટનાના દસ દિવસ સુધી તે જ વિસ્તારમાં ભટકતો રહે છે. તે તેને હિંદુ સમાજના સંસ્કાર અને દશગાત્રની પરંપરા સાથે જોડે છે. દસમા દિવસની ધાર્મિક વિધિઓ પછી આત્મ-મુક્તિની માન્યતા પેઢીઓથી ચાલતી આવે છે. ગામલોકોનું માનવું છે કે જ્યારે હાથી કોઈ માણસના આત્માને પરલોક જતા જુએ છે, ત્યાર પછી જ તે બીજા વિસ્તારમાં જાય છે.

સમૂહમાંથી બહાર થયેલો હાથી આક્રમક બની જાય છે.

જો કે, નિષ્ણાંતો અને વન વિભાગના અધિકારીઓ આ ધારણાઓ ઉપર વિશ્વાસ કરતા નથી. જશપુરના ડીએફઓ એસ.કે. જાધવના જણાવ્યા મુજબ સમુહમાં હોવાને કારણે હાથીઓ પ્રમાણમાં શાંત હોય છે. હાથણીની સગર્ભાવસ્થાની સ્થિતિમાં તેના રક્ષણ માટે હાથી વધુ સતર્ક રહે છે. કેટલીકવાર આક્રમક પણ બને છે. સમુહમાંથી અલગ થયેલા હાથીઓ વધુ આક્રમક હોય છે. ખેતર અને ઘરને વગર કારણે નુકસાન પહોચાડે છે અને મનુષ્ય ઉપર પણ હુમલો કરે છે. હાથણીઓ સાથે જોડી બનાવવા માટે હાથીઓ સંઘર્ષ સમુહમાંથી અલગ થાય છે.

હાથીઓ સાથીથી અલગ થવાનું દુ:ખ જલ્દી ભૂલી શકતા નથી

લગભગ ત્રીસ વર્ષથી હાથીઓનો ત્રાસ સહન કરતી ઉત્તર છત્તીસગઢમાં હાથીઓના વર્તણૂકના અધ્યયનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હાથી સાથીદારથી અલગ થવાનું દુ:ખ ભૂલી શકતા નથી. સમાધિમાં મૃતદેહની નજીક ચીસો પડવાથી લઈને કબર ખોદવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.

હાથીઓની આદત હોય છે કે માંદા સભ્યને ટેકો આપીને ઉભા કરવા, કોઈ નદી અથવા કૂવામાં પડી જવાથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢે છે અને સભ્યના મૃત્યુ પછી કલાકો સુધી ત્યાં જ રહે છે. છત્તીસગઢ રાજ્ય વન્ય બોર્ડના સભ્ય અને હાથી નિષ્ણાત અમલેન્દુ મિશ્રાના જણાવ્યા મુજબ, હાથીઓના વ્યવહારના અભ્યાસથી જાણવા મળેલું છે કે હાથીઓમાં સહાનુભૂતિ અને સહકારની ભાવના ખુબ વધારે જોવા મળે છે.

હાથી જેવો વ્યવહાર અન્ય પ્રાણીઓમાં દેખાતો નથી

અમલેન્દુ મિશ્રા કહે છે કે હાથીઓ જેટલી સારી રીતે બચ્ચાનો ઉછેર કરે છે એટલું અન્ય જંગલી પ્રાણીઓમાં જોવા મળતું નથી. જંગલ છોડ્યા પછી રાત્રે ખેતરોમાં સાહસ કરનારા હાથીઓ પણ તેમના આહારનો અંદાજ લગાવી લે છે. એક જ જગ્યાએ બધા હાથીઓનું પેટ ન ભરાઈ શકવાની સ્થિતિમાં તે નાના નાના ઝુંડમાં ત્રણ થી ચાર કિ.મી. ત્રિજ્યામાં વહેંચાય જાય છે.

સવારે સૂર્ય ઉગતા પહેલા હાથી ઘાસચારો-પાણી મેળવવાની કામગીરીમાં લાગી જાય છે. સવારે જંગલમાં પ્રવેશતા પહેલા બધા હાથી ફરી ભેગા થઇ જાય છે. હાથીઓની પણ પોતાની સીમા હોય છે. ઉત્તર છત્તીસગઢમાં હાથીઓ તે એક જ સીમા ઉપર ફરતા રહે છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ 80 હાથીઓનો ડોઝિયર તૈયાર કર્યો છે.

પૃથ્વી માટે વરદાન છે હાથી

હાથીઓનો પર્યાવરણ સાથે સીધો સંબંધ છે. ગયા વર્ષે હાથીઓના પૃથ્વી સાથે સંબંધિત એક અધ્યયન બહાર આવ્યું હતું. તેમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે જો આ ધરતીને બચાવવી હોય તો સૌથી પહેલા હાથીઓને બચાવવા પડશે. જો હાથીઓ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જશે, તો આપણું વાતાવરણ વધુ ઝેરી બની જશે.

નેચર જીઓસાયન્સમાં પ્રકાશિત આ અધ્યયનમાં જણાવાયું છે કે જો આફ્રિકાના જંગલોમાંથી હાથીઓ લુપ્ત થઈ ગયા તો, તો ઓઝોન સ્તરને વ્યાપક નુકસાન પહોચશે. પૃથ્વીને બચાવવી હોય તો પહેલા હાથીઓને બચાવવા પડશે, વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

2-3 મહિના પછી ફરીથી સંક્રમિત થઇ જશે સારા થયેલ દર્દી, જાણો સંપૂર્ણ વિગત.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો, પછી પત્નીએ કંઈક એવું કર્યું કે થંભી ગયા મુંબઈના રસ્તા.

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

કાર અકસ્માત અથવા પ્લેન ક્રેશને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે આ 10 સ્ટાર

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

ચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી

Amreli Live

દિવસના હિસાબે કરો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય, પૈસાથી ભરાઈ જશે તિજોરી.

Amreli Live

પબજીની ટેવમાં વિદ્યાર્થીએ ગુમાવ્યા પિતાના લાખો રૂપિયા, 3 મહિનામાં આખું બેંક એકાઉન્ટ ખાલી, જાણો આખી સ્ટોરી

Amreli Live

જન્માષ્ટમી પર ખુલશે આ રાશિઓના ભાગ્યના દરવાજા, જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live