25.8 C
Amreli
06/08/2020
મસ્તીની મોજ

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

ગામડે આવેલ યુવાઓએ માટીનું ઓવન તૈયાર કરી શરુ કર્યું પિજ્જા વેચવાનું, દરરોજ કરી રહ્યા છે સારી કમાણી

મુશ્કેલીમાં જે હાર માની લે તેને ડરપોક કહેવામાં આવે છે, અને મુશ્કેલીને જ અવસર બનાવી લે તેને સફળ માણસ કહેવામાં આવે છે. આ પંક્તિઓ વિદેશમાં ફાઈવ સ્ટાર હોટલોમાં કામ કરી પાછા આવેલા યુવક પર ફિટ બેસે છે.

લોકડાઉનને કારણે વિદેશથી ઘરે આવેલા હમીરપુર જિલ્લાના સનાહીના રહેવાસી વિપિન કુમારે કમાણીનું સાધન શોધવાનું શરુ કર્યું. તેમાં પોતાના પિતરાઈ ભાઈની પણ મદદ લીધી. પછી બંને જણાએ ઘર પાસે માટીનું ઓવન બનાવીને પીઝા વેચવાનું શરુ કર્યું અને હવે તેમનો કારોબાર વધી રહ્યો છે. હવે દરરોજ 125 થી 150 ની વચ્ચે પીઝા બનાવીને વેચી રહ્યા છે.

કોરોના વાયરસને કારણે દુનિયાના ઘણા દેશોમાં જીવન જાણે કે અટકી જ ગયું છે. ભારત પણ તેનાથી બચ્યું નથી. પણ પોતાના ઘર અને પોતાની માટી સાથે કોને લાગણી નથી હોતી. આ વિચારીને હમીરપુરના સનાહીનો યુવક વિપિન બ્રિટિશ વર્જિન આઇલેંડથી પાછો ઘરે આવી ગયો. તે માર્ચના પહેલા અઠવાડિયે ઘરે પહોંચી ગયો. આ દરમિયાન વિપિનનો પિતરાઈ ભાઈ લલિત પણ ઘરે આવ્યો. લલિત અમૃતસરની વાઘા બોર્ડર પર આવેલી હોટલમાં ચીફ એક્ઝિક્યુટિવ શેફ તરીકે કામ કરતો હતો, જયારે વિપિન વિદેશમાં હોટલમાં મેનેજર તરીકે કામ કરતો હતો.

વિપિન અને લલિત જણાવે છે કે, પાછા આવ્યા પછી થોડા દિવસ સુધી તો કર્ફ્યુને કારણે ઘરેથી નીકળવાનું જ ઓછું થતું હતું. પરિવારમાં પહોંચવાની શાંતિ હતી પણ જેમ જેમ લોકડાઉન વધતું ગયું તો રોજગારની ચિંતા પરેશાન કરવા લાગી. અનલોક-1 પછી કોઈ કામધંધો કરવાનું નક્કી કર્યું, પણ અચાનક આટલું વધારે રોકાણ કરવું શક્ય ન હતું. એટલા માટે કંઈક એવું કરવાનું નક્કી કર્યું જેમાં ખર્ચ ઓછો હોય, અને ગામની આસપાસ તે વસ્તુ મળતી પણ ના હોય, અને સૌથી મહત્વપૂર્ણ એ હતું કે કોઈનો રોજગાર પણ પ્રભાવિત ના થાય.

તેના વિષે પિતરાઈ ભાઈ લલિત સાથે વાત કરી અને માટીનું ઓવન તૈયાર કરીને પીઝા બનાવીને વેચવા પર સહમત થયા. ગામની નજીક એક દુકાન જોઈ. બંનેએ તેને ભાડા પર લઈ લીધી. વુડ ફાયર પીઝા તૈયાર કરવા માટે માટીના ઓવનની જરૂર હતી, અને તેને જાતે જ તૈયાર કર્યું

પીઝા બનાવવા માટે મોટાભાગની સામગ્રી પણ ઘરે જ તૈયાર કરવામાં આવે છે. ગામમાં જ તૈયાર પનીર અને શાકભાજી ઉપયોગમાં લઈ રહ્યા છીએ. વિપિન અને લલિત જણાવે છે કે, ગામમાં વુડ ફાયર પીઝાની ડિમાન્ડ વધી રહી છે. શરૂઆતમાં રોજ 10 થી 15 પીઝા વેચી રહ્યા હતા, પણ હવે દરરોજ 125 થી 150 પીઝા બનાવીને વેચી રહ્યાં છીએ.

આ રીતે તૈયાર કર્યું ઓવન :

વિપિને જણાવ્યું કે, ગામ નજીક પસાર થતી નદીમાંથી રેતી લાવ્યા. બાંબીની માટી (ભિભોર) અને થોડી ચીકણી માટી લાવીને તેને સારી રીતે ઝીણી પીસી લીધી. ગામ નજીક આવેલા જંગલમાંથી ચીડના પાંદડા લાવીને નાના-નાના ટુકડામાં કાપી લીધા. તેને સારી રીતે મિક્સ કરીને માટીનો લેપ તૈયાર કરવામાં આવ્યો. લગભગ 3 હજાર રૂપિયાનું એક સ્ટેન્ડ બનાવડાવ્યું અને તેના પર માટીથી ઓવન તૈયાર કરવામાં આવ્યું. હવે અહીં કારોબાર વધી રહ્યો છે. આવતા અઠવાડિયે કાંગૂ બજારમાં વધુ એક દુકાન ખોલવામાં આવશે. તેના માટે 2 યુવકોને અમારી સાથે જોડ્યા છે.

ઘરમાં તૈયાર થયેલા ઉત્પાદનમાંથી બનાવી રહ્યા છે પીઝા :

પીઝાની મોટાભાગની સામગ્રી પોતે તૈયાર કરીએ છીએ. સોસ પણ જાતે બનાવીએ છીએ. ગાયના દૂધમાંથી પનીર તૈયાર કરવામાં આવે છે. તેના સિવાય ટામેટા અને શાકભાજી પણ ગામમાં મળી આવે છે. આ રીતે પૌષ્ટિકતાની સાથે સાથે પ્રાકૃતિક રીતે આ પીઝા તૈયાર કરવામાં આવે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

ડાયાબિટીસ, કેંસર સહીત ઘણા રોગોનો અસરદાર ઈલાજ છે લીમડો, જાણો તેના ઔષધીય ગુણ.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live

નજીકના સમયમાં જ માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે શ્રદ્ધાળુ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ગાઇડ લાઇન.

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

Amreli Live

બોલીવુડ માફિયા ઉપર કંગનાનો આક્ષેપ : ફિલ્મી બેગ્રાઉન્ડ વગરનાને આગળ વધતા રોકવા માટે તે ષડયંત્ર કરે છે.

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

Amreli Live

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

ડોક્ટર માતા છે ઘરમાં કોરેન્ટાઇન, દીકરીની માતાને જોવાની જિદ્દને કારણે દરવાજામાં લગાવવો પડ્યો કાચ, જાણો વધુ વિગત.

Amreli Live

પુસ્તક-ગ્રંથ પડી જવાથી તેને માથે કેમ લગાવવામાં આવે છે? જાણો અહીં

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live