26.4 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

માઉન્ટ આબુ, ગોવા, ઉટી….રિસોર્ટ તો ખુલી જશે પણ આ વાતની છે સૌથી વધુ ચિંતા

નવી દિલ્હીઃ કોરોના મહામારીની સૌથી વધુ અસર હોટલ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી પર થઈ છે. આ વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં જ તેમનો બિઝનેસ સૌથી ઓછો રહ્યો હતો. આશરે અઢી મહિના સુધી બંધ રહ્યા પછી 8 જૂનથી હોટલ અને હોસ્પિટલ ઈન્ડસ્ટ્રી ખોલવાની પરવાનગી મળી છે. જોકે, ઉચ્ચ સુરક્ષા માપદંડનું પાલન પણ કરવું પડશે. આ ઈન્ડસ્ટ્રીના લોકોની ચિંતા એ વાતની છે કે, આ સેક્ટરને સુધરવા માટે 12-18 મહિનાનો સમય લાગી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સર્વેમાં 180 હોટલનો સમાવેશ
આ ફિલ્ડના લોકોનું માનવું છે કે જૂન-ઓગસ્ટમાં ભરપાઈ 20-30% જેટલી રહેવાની આશા છે. 50 ટકા ભરપાઈ માટે ચાલુ વર્ષમાં જ ચોથી ત્રિમાસિક સુધીની રાહ જોવી પડી શકે છે. જ્યારે પહેલા જેવી સ્થિરતા લાવવા માટે 12થી 18 મહિનાનો સમય લાગશે. આ રિપોર્ટ એક સર્વે હેઠળ આવ્યો છે. 180 હોટલના એમ્પ્લોયી અને મેનેજમેન્ટ સાથે વાતચીત દરમિયાન આ રિપોર્ટને તૈયાર કરવામાં આવ્યો છે.

પહેલા તબક્કામાં 21 રિસોર્ટ્સ ખોલવાની તૈયારી
આ બાજુ સ્ટર્લિંગ હોલિડે રિસોર્ટ્સે રવિવારે કહ્યું કે લોકડાઉનના પ્રતિબંધોમાં સરકાર પાસેથી હળવાશ મળ્યા પછી તેની યોજના પહેલા ચરણમાં 21 રિસોર્ટ શરુ કરવાની છે. હાલ કંપનીના દેશભરમાં આશરે 41 રિસોર્ટ છે અને દરેક કોવિડ 19ની મહામારીમાં લાગુ થયેલા લોકડાઉનમાં બંધ છે. સ્ટર્લિંગ હોલિડે રિસોર્ટ્સના ચેરમેન અને મેનેજમેન્ટ ડિરેક્ટર રમેશ રામનાથને કહ્યું કે,’અમે લોકડાઉન હટાવ્યા પછી પોતાના મહત્વના રિસોર્ટ્સમાં 24થી 48 કલાકમાં પોતાની સેવાઓ બીજીવાર શરુ કરીશું. કંપનીએ તબક્કાવાર પોતાના રિસોર્ટ્સ શરુ કરવાની યોજના પર છે.’

પહેલા તબક્કામાં અહીં ખુલશે રિસોર્ટ્સ
તેમણે કહ્યું કે, ‘પહેલા તબક્કામાં ગોવા, ઉટી, કોડાઈ, મસૂરી, વાયનાડ, જયપુર, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, મુન્નાર, લોનાવાલા, નૈનીતાલ, કુફરી, પુરી, સરિસ્કા, યરકૌડ, થેક્કડી, ગુરવયુર, કરવાર, યેલાગિરી, પાલાવેલી અને રાજક્કડનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ પછી બીજા તબક્કામાં આગ્રા, ગંગટોક, મનાલી, કોર્બેટ, ધર્મશાલા, કાન્હા, અનાઈકત્તી અને શ્રીનગરમાં રિસોર્ટ ખૂલશે.


Source: iamgujarat.com

Related posts

જામનગરઃ માસ્ક ન પહેરવા બદલ બાપ-દીકરાને માર્યો ઢોરમાર, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Amreli Live

રાજકોટ: પ્રેમિકાને પામવા પતિએ પત્નીની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી

Amreli Live

દુનિયાની કોઈ તાકાત ભારતની એક ઈંચ જમીનને પણ છીનવી શકે તેમ નથી: રાજનાથ

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જે ટાટા-બિરલા ન કરી શકી તે રિલાયન્સે કરી દેખાડ્યું, RILનો વિશ્વમાં ડંકો વાગ્યો

Amreli Live

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 253 નવા કેસ નોંધાયા, 18ના મોત સાથે કુલ મૃત્યુઆંક 798 થયો

Amreli Live

25 જૂનનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ

Amreli Live

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

અ’વાદઃ કોરોના કાળમાં સોનું ઓલ ટાઈમ હાઈ,10 ગ્રામનો ભાવ 51,900 રૂપિયા

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

ગીર સોમનાથઃ શિકારની શોધમાં 3 સિંહણે તરીને પાર કરી શેત્રુંજી નદી!

Amreli Live

ઇસ્કોને કર્યો શેમારુ પર કેસ, શેમારુએ માફી માંગી પણ ઇસ્કોને આપ્યો આવો જવાબ, જાણો આખો મામલો.

Amreli Live

અર્થતંત્રને બેઠું કરવા ગુજરાત સરકાર જાહેર કરી શકે ₹5 હજાર કરોડનું ‘આત્મનિર્ભર’ પેકેજ

Amreli Live

ભારતમાં નવા નોંધાયેલા 15,000 કરતા વધુ કેસ સાથે કુલ આંકડો 4 લાખને પાર, રિકવરી રેટ 55.4%

Amreli Live

જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

Amreli Live

સુશાંતની મોતને કેવી રીતે આત્મહત્યા માની? પ્રશ્ન ઉઠાવતા રુપા ગાંગુલીએ કરી CBI તપાસની માગ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી વધુ એક ફેને જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા ‘છિછોરે’ ફિલ્મ જોઈ હતી

Amreli Live

મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીન

Amreli Live