31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

માઈગ્રેન માટે અસરકારક દવા કઈ છે? જાણો માઈગ્રેનનો ઉપચાર કઇ રીતે કરી શકાય.

આધાશીશી અથવા માઈગ્રેન. આધાશીશી શબ્દ સંસ્કૃતના અર્ધાવભેદક શબ્દ સાથે સામ્ય ધરાવે છે. હિન્દી શબ્દ – અર્ધકપારી અને ગુજરાતી શબ્દ – આધાશીશી. શીશ શબ્દ એટલે માથાના અડધા ભાગનો નિર્દેશ કરે છે. આધાશીશી માથાના કોઈએક ભાગમાં દુ:ખાવો કરે.(જેને એકબાજુ એટલે અડધું ભાગ ઘણી આ શબ્દ) ખાસ કરીને એક લમણો ખૂબ દુ:ખે.

દિવાળીમાં ફૂટતા ટીકડી અને સુતળી બોંબના ધમકા જેટલો ફરક આ રોગ અને સામાન્ય માથાના દુઃખાવા વચ્ચે છે. આધાશીશીમાં જે વેદના થાય તે તેને ભોગવનાર જ જાણી શકે. આયુર્વેદમાં એક શબ્દ છે. કુહાડાથી માથું ચિરાઈ જતું હોય તેવી તીવ્ર વેદના. આ અર્ધ્વભેદક જો કફનું હોય તો તેને મોર્ડનમાં સાયનસના મળતાં લક્ષણો હોય છે. જેમાં માથામાં ભારેપણું, જડતા આંખ નાકનો ભાગ જકડાય. પણ વેદના જ્યારે પિત્ત અથવા વાયુની હોય ત્યારે તીવ્રતા વધી જાય. પિતત્વ હોય તો વમન યાની ઉલટી થાય.

ઉલટી પણ એવી થાય કે દર્દીને એમ લાગે કે આંતરડા બહાર નીકળી આવશે. ખાટી કડવી ઉલટી થાય પછી મટવા લાગે. પણ જો વાયુનું હોય ને ભેગો પીત્ત દોષ હોય તો તે દર્દી નર્કની વેદના ભોગવે. અવાજ સહન ના થાય. કોઈ પ્રકારની ગાડી નો હોર્ન વાગે કે કોઈ તિણો અવાજ આવે, તો તેને એમ થાય કે વગડાનારનું ખૂંન કરી નાખું.

તીવ્ર પ્રકાશ થઈ તોબા તોબા. શરીર બળતું હોય તેવો ભાસ થાય. ઠંડો અંધકાર મય રૂમ જ્યાં અવાજ પણ ના આવે ત્યાં માથું દબાવી પડ્યા રહેવું સારું. ઘડીક સારું ઘડીક માં પાછી ભયંકર વેદનાનો સંકોચ. આ છે આધા શીશી.

ખાસ નોંધ – આધાશીશીમાં એક ખોટી વાત ખૂબ પ્રચારમાં છે કે સૂર્યના ઉગવાથી માથું દુ:ખવાનું શરૂ થાય ને સૂર્ય આથમે ત્યારે મટી જાય. વાસ્તવમાં આ આધાશીશી નથી. આ સુર્યવાત નામનું પિત્તજ શિર શૂળ એટલે માથાનાનો દુ:ખાવો છે.

આયુર્વેદમાં ઉત્તમ ઉપાય છે, આધાશીશીની દવા છે જે બે ઉપચારમાં વહેંચાયેલી છે.

તુરંત એને મટાડવું. કેમકે દર્દ અસહ્ય હોય. ક્યારેક તો બીપી પણ ઘટી જાય. દર્દીને ચહેરા પર ખાલી ચડી જાય કે કીડીઓ ફરતી હોય તેવું જોવા મળે. આવા સમયે જો પીત્તજ દોષ પ્રબળ હોય તો દુ:ખાવાની એલોપથી ટ્રીટમેન્ટથી દુ:ખાવો વધે છે કે પેટમાં ઉપરથી ગરબડ વધે. આવા સમયે પીત્તનું શમન થાય તેવું કરવું.

પીપરામુલ 2 ગ્રામ, અવિપિત્તકર ચૂરણ 2 ગ્રામ, ખાવાનો સોડા 3 ગ્રામ મેળવી ઠંડા પાણી સાથે લેવું. નાકમાં ગાયના ઘી નું નસ્ય.

કફ હોય તો નાકમાં સૂંઠનું બારીક ચૂર્ણનું નસ્ય લેવું. વાત પીત્ત હોય (95 % સંભાવના આવાજ દર્દીની હોય છે.) તો આવા દર્દીઓને અલગ અલગ વસ્તુથી ફાયદો થાય. પણ મધુર, લવણ અને અમ્લ રસથી તુરંત ફાયદો જોવા મળે.

મારા એક દર્દીને ખાટા દહીંવડાથી તરત ફાયદો થતો. બીજાને લીંબુ શરબત થી. પણ આને લોકબોલીમાં પિતમાથે ચડ્યું એમ પણ કહે છે.

ઉલટી જેવું થાય તો કપુરકચલીનો ટુકડો ચૂસવો.

લમણામાં ગાયનું ઘી ફ્રીઝમાં ઠંડુ કરી ઘસવું.

કાયમી ઉપાય : બીજી બધીજ દવાઓ ભલે લો પણ પથ્થાદિ ક્વાથને ભૂલવો નહીં. સાચોને સારો મળે તો 5 મહિના સળંગ પીવો.

માઈગેનમાં નીચેની વસ્તુઓ ટ્રીગારિંગનું કામ કરે.

સીંગદાણાને સીંગતેલ.

આથાવાળી વસ્તુ.

અત્તર કે તીવ્ર ગંધ.

તીવ્ર પ્રકાશ.

અરીસા કે કાચ ઉપરથી પ્રતિબીબ થતો પ્રકાશ.

બેન્ડ કે ડીજેનો ભયાનક શોરગુલ.

બસની મુસાફરી.

ડીઝલ પેટ્રોલની વાસ.

તડકામાં ખુલે માથે કે ખુલા પગે જવું.

સવારની ઊંઘ ડિસ્ટર્બ થવી.

ઉપવાસ ખાસ.

જમવાનો સમય આઘો પાછો થવો.

આ કારણો થઈ તરત જ ટ્રીગરિંગ થાય છે.

– વૈધ જીતુદાદા.

કોઈ પણ ઉપચાર પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.


Source: gujaratilekh.com

Related posts

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

જો તમને પણ પગમાં પડે છે વાઢીયા, જે ચાલવા પણ નથી દેતા, તો આ રીતે કરો તેનો ઈલાજ.

Amreli Live

ધનુ રાશિના લોકો માટે સૂર્યદેવની કૃપાથી કાર્ય સફળતાનો દિવસ છે, આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

ઘરે બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાપડનું શાક, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત.

Amreli Live

આ રીતે બનાવો દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’, સ્વાદ એવો કે દિલ અને પેટ બંને ખુશ થઇ જશે.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

ચોમાસામાં ખાવામાં આ 7 વસ્તુઓથી રાખો અંતર, સ્વાસ્થ્ય માટે છે મોટું સંકટ.

Amreli Live

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

Amreli Live

દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.

Amreli Live

આ છોડ છે પાંડવોની મશાલ, વનવાસ દરમિયાન આ રીતે કર્યો હતો તેનો ઉપયોગ.

Amreli Live

અહીં મળશે કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જોડાયેલી દરેક જાણકારી.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

તમારી છોકરીને સ્કૂલવાનમાં ભણવા મોકલો છો, તો આ કિસ્સો તમારે જરૂર વાંચવો જોઈએ, ડ્રાઈવરે છોકરી સાથે કર્યું આ કામ.

Amreli Live

માં કાળીની કૃપાથી આજે આકસ્મિક લાભ થવાની શક્યતા છે, ૫રિવારમાં સુખશાંતિ રહેશે.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

ઉપરવાળાએ આપ્યું તો ‘છાપરું ફાડીને’ આપ્યું, આકાશમાંથી એવો ખજાનો પડ્યો કે કંગાળ બની ગયો કરોડપતિ.

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live