26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

આ 3 રાશિઓના નસીબમાં આવ્યો વિશેષ સુધારો, માં સંતોષી દૂર કરશે દુઃખ, ધન લાભના બની રહી રહ્યા છે યોગ. આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખમય રીતે પસાર કરવા માંગે છે. બધા લોકો એવું ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ તકલીફો ઉભી ન થાય, પરંતુ ગ્રહ-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે, તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. આ સંસારમાં દરેક વ્યક્તિની રાશી અલગ-અલગ છે અને બધા ઉપર ગ્રહ-નક્ષત્રની ચાલની અસર પણ અલગ-અલગ પડે છે.

જ્યોતિષકારોના જણાવ્યા મુજબ અમુક રાશીઓના લોકો ઉપર ગ્રહ-નક્ષત્રોની શુભ અસર રહેવાની છે. માં સંતોષીની કૃપા આ રાશી વાળાની આર્થીક સ્થિતિમાં સુધારો આવશે અને ભાગ્યને સથવારે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. આવો જાણીએ શ્રી માં સંતોષીની કૃપાથી કઈ રાશી વાળા લોકોને મળશે શુભ ફળ.

આવો જાણીએ માં સંતોષીના કઈ રાશીઓ ઉપર રહેશે આશીર્વાદ :-

મેષ રાશી વાળા લોકોને ભાગ્યની પ્રબળતાને કારણે કામમાં અપાર સફળતા મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. માં સંતોષીની કૃપાથી તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું ફળ મળશે, ઘરના સુખમાં વધારો થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય વિશેષ રહેવાનો છે. તમે તમારા સંબંધોને આગળ વધારવામાં સફળ થશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઘણા લાંબા સમયથી તણાવ માંથી પસાર થઇ રહ્યું હતું, તે તણાવ દુર થશે. એક બીજાનો પ્રેમ વધશે. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના ઉભી થઇ રહી છે.

મિથુન રાશી વાળા લોકોને ધંધામાં મોટો ફાયદો મળવાના સંકેત જોવા મળી રહ્યા છે. નોકરીના ક્ષેત્રમાં બઢતી મળવાની સંભાવના છે. માં સંતોષીના આશીર્વાદથી કુટુંબનું વાતાવરણ આનંદમય રહેશે. જીવનસાથીના સહકારથી તમને લાભ મળવાની સંભાવના છે. કોઈ જુના કામની યોજના સફળ થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થશે, જેથી જૂની યાદો તાજી થશે. આરોગ્યની ગણતરીએ સમય ઉત્તમ રહેશે. ખાવા પીવામાં રસ વધશે. તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવી શકો છો.

કુંભ રાશી વાળા લોકો ઉપર માં સંતોષીની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. તમારી આવકમાં જોરદાર વધારો થવાની સંભાવના ઉભી થઇ રહી છે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. તમારી કોઈ અધુરી ઈચ્છા પૂરી થઇ શકે છે. તમારા આરોગ્યમાં સુધારો થશે. કામની બાબતમાં સમય મજબુત રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત સફળ રહેશે. અંગત જીવનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે. પરણિત લોકોનું જીવન સારું રહેવાનું છે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા પ્રિય સાથે સુંદર પળ પસાર કરશો.

આવો જાણીએ બીજી રાશીઓની સ્થિતિ કેવી રહેશે :-

વૃષભ રાશી વાળા લોકોનો સમય ઠીક-ઠીક રહેશે. તમારા મગજમાં એક સાથે ઘણા વિચાર ઉભા થઇ શકે છે, જેને લઈને તમે વધુ માનસિક તણાવ અનુભવશો. ધનની બાબતમાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે. તમે કોઈને પણ પૈસા ઉછીતા ન આપો. જમીન-સંપત્તિ સાથે જોડાયેલી બાબતો માટે સમય નબળો રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો જો કોઈ નવા સોદા કરી રહ્યા છે, તો તે સમજી વિચારીને જરૂર કરે. પરણિત જીવનમાં તણાવ વધી શકે છે. પ્રેમીઓ માટે સમય મિશ્ર રહેશે.

કર્ક રાશી વાળા લોકોને માનસિક ચિંતાઓ માંથી પસાર થવું પડશે. વધુ માનસિક ચિંતાને કારણે આરોગ્ય બગડી શકે છે, એટલા માટે તમારે સાવચેતીની જરૂર છે. પ્રેમ જીવનમાં કોઈ વાતને લઈને ગેરસમજણ ઉભી થવાની સંભાવના છે. તમે તેને દુર કરવાનો પ્રયત્ન કરો. કોઈ પણ બાબતને તમે શાંતિ પૂર્વક વાતચીત કરીને ઉકેલવાનો પ્રયત્ન કરો. અપરણિત લોકોને લગ્ન માટે સારી વાત મળી શકે છે. બાળકોની નકારાત્મક કામગીરીને કારણે તમારે દુઃખી થવું પડશે. તમે કોઈ પણ લાંબા અંતરના પ્રવાસ ઉપર જવાનું ટાળો. જો પ્રવાસ જરૂરી છે, તો તમે વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો.

સિંહ રાશી વાળા લોકોનો સમય ઘણે અંશે ઠીક-ઠીક રહેવાનો છે. કોઈ ખાસ સંબંધી પાસેથી તમને સારી ભેંટ મળી શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માંથી તણાવ દુર થશે. તમારા સંબંધોમાં પ્રેમ વધશે. નોકરી કરવા વાળા લોકોને મુશ્કેલ પડકારો માંથી પસાર થવું પડશે. અમુક લોકો તમારા કામ ઉપર નજર રાખશે. જવાબદારી વધુ હોવાને કારણે શારીરિક થાકનો અનુભવ થશે. તમારે તમારી યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહિ તો તમારી કોઈ મહત્વની યોજનામાં વિલંબ થઇ શકે છે. આરોગ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

કન્યા રાશી વાળા લોકોનો સમય મધ્યમ ફળદાયી રહેશે. આરોગ્યની ગણતરીએ સમય ઉત્તમ રહેવાનો છે. આવકની તકો વધશે પરંતુ ખર્ચમાં પણ તે મુજબ વધી શકે છે. પરણિત લોકોને પોતાના સંબંધોને લઈને જાગૃત રહેવાની જરૂર છે. પતી-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે તમારા કુટુંબના સભ્યો વચ્ચે સારો મનમેળ જાળવીને ચાલો. માતા-પિતા સાથે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. ઓફીસના કામ અંગે તમારે કોઈ પ્રવાસ ઉપર જવું પડશે. તમારા દ્વારા કરવામાં આવેલો પ્રવાસ સફળ રહેશે.

તુલા રાશી વાળા લોકોનો આ સમય સામાન્ય રીતે પસાર થશે. મિત્રોની મદદથી તમને ફાયદો મળી શકે છે. તમારા ખર્ચામાં વધારો થશે, જેને લઈને તમે થોડા ચિંતિત રહેશો. ધનની લેવડ-દેવડ કરતી વખતે તમારે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. અચાનક કોઈ જૂની ચિંતા તમને દુઃખી કરશે. કુટુંબના સભ્ય તમને પુરતો સહકાર આપશે. તમે તમારા મિત્રો સાથે મળીને કોઈ નવા વેપારનું આયોજન કરી શકો છો, જેનો આગળ જતા તમને સારો ફાયદો મળશે. તમે તમારા લવ પાર્ટનર સાથે સમય પસાર કરીને ઘણો આનંદ અનુભવશો.

વૃશ્ચિક રાશી વાળા લોકોનું ભાગ્ય નબળું રહેશે. તમારે તમારા કામમાં વધુ મહેનત કરવી પડશે. મિત્રો સાથે ફરવાનું પ્લાનિંગ બનશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને થોડું શાંતિથી કામ લેવાની જરૂર છે. લવ પાર્ટનર સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થવાની સંભાવના ઉભી થઇ રહી છે. નોકરીના ક્ષેત્રમાં વાતાવરણ થોડું નકારાત્મક રહેશે. મોટા અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડશે. તમારા હાથમાં પૈસા આવશે પરંતુ આમ તેમના કામોમાં ખર્ચ થઇ શકે છે.

ધન રાશી વાળા લોકો પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપે. ઋતુ પરિવર્તન થવાને કારણે તમારુ આરોગ્ય બગડી શકે છે. માનસિક રીતે તમારે મજબુત રહેવું પડશે ત્યારે તમે તમારા કામ સારી રીતે પુરા કરી શકશો. કામની બાબતમાં તમે કોઈ પ્રવાસ ઉપર જઈ શકો છો. પ્રવાસ દરમિયાન પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જેનો તમને ભવિષ્યમાં સારો ફાયદો મળશે. કાર્યભારમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોનું જીવન ઠીક-ઠીક રહેશે. સંતાનના ભવિષ્ય વિષે તમે વિચાર વિમર્શ કરશો.

મકર રાશી વાળા લોકોનો સમય સામાન્ય રહેશે. તમારે તમારા કારણ વગરના ખોટા ખર્ચા ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહિ તો આર્થિક તંગીનો સામનો કરવો પડશે. માતા-પિતાના આરોગ્યને લઈને તમે ઘણા ચિંતિત રહેશો. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝગડો થઇ શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે સારો મનમેળ જાળવી રાખવાની જરૂર છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો તેમના પ્રિયને ખુશ કરવા માટે કોઈ કસર નહિ છોડે. વેપાર સાથે જોડાયેલા લોકોને લાભદાયક સમાધાન મળવાની સંભાવના છે, સાથે જ તમારા વેપારમાં વિકાસ થઇ શકે છે.

મીન રાશી વાળા લોકો પોતાના કામ ઉપર પૂરું ધ્યાન આપે નહિ તો તમારા કોઈ જરૂરી કામ અધૂરા રહી શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમારે વધુ દોડધામ કરવી પડશે. કામ સાથે સાથે તમારે તમારા આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. તમારા છુપા દુશ્મનો તમને નુકશાન પહોચાડવાનો પ્રયત્ન કરી શકે છે, એટલા માટે તમારે સાવચેત રહેવું પડશે. તમે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો નહિ તો કોઈ સાથે ઝગડા થવાની સંભાવના ઉભી થઇ રહી છે. માતા પિતાના આશીર્વાદ અને સહકાર મળશે. પૂજા પાઠમાં તમારું મન વધુ લાગશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ ત્રણ રાશિઓ ઉપર શનિદેવની રહશે સારી દ્રષ્ટિ, આ રાશિ પર હંમેશા વરસશે કૃપા

Amreli Live

IAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે? વધ-ઘટ સિવાય સાચો જવાબ આપી નોકરી લઇ ગયો છોકરો

Amreli Live

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

Amreli Live

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની ‘અંજલિ ભાભી’ એ સોશિયલ મીડિયા પર લખી ‘થેંક યૂ નોટ’.

Amreli Live

23 સપ્ટેમ્બરે રાહુ-કેતુ બદલશે ચાલ, એપ્રિલ સુધી રહશે એની અસર, જાણો કઈ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

સપનામાં ભગવાન ગણેશ દેખાય તો શું છે એનો અર્થ.

Amreli Live

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

Amreli Live

શુક્લ યોગ સાથે જયેષ્ઠા નક્ષત્ર, વૃષભ અને સિંહ રાશિના લોકોને આજે નોકરી બિઝનેસમાં થશે ખાસ લાભ.

Amreli Live

ફક્ત બે અઠવાડિયા સુધી રહેવા માટે આટલા કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લા

Amreli Live

પતિની સફળતા ઈચ્છો છો, તો તવીની સાથે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર થઇ જશે અનર્થ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

આ બેંકોમાં ખોલી શકો છો ઝેરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ, જમા પૈસા પર મળશે સારું વ્યાજ.

Amreli Live

નવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો કારણ

Amreli Live

ઉત્તર કોરિયા પૂર અને કોરોનાથી ત્રસ્ત, તાનાશાહે કહ્યું કે બધા દેશોની થઈ ગઈ બોલતી બંધ.

Amreli Live

ગણપતિ હવે પધારશે પોતાના ધામ, જાણો કેમ જરૂરી છે સ્થાપના પછી વિસર્જન

Amreli Live

આ 6 રાશિઓ પર શિવ-ગણેશની વરસશે કૃપા, આવશે સારા દિવસ, ભાગ્યના દમ પર આ રીતે મળશે લાભ

Amreli Live

પોસ્ટ ઓફિસની નવી સ્કીમમાં 5 વર્ષ પછી મળશે 21 લાખ રૂપિયા, 100 રૂપિયાથી શરુ કરો રોકાણ.

Amreli Live