જો તમે પણ માંગલિક દોષથી છુટકારો મેળવવા માટે કરી રહ્યા છો ઉપાય, તો જાણો તે સાચા છે કે ખોટા. મંગળ જયારે કુંડળીના લગ્ન, ચોથા, સાતમા, આઠમા અથવા બારમા ભાવમાં હોય, તો કુંડળીમાં મંગળ દોષ લાગે છે. મંગળ ગ્રહ ક્રૂર ગ્રહ છે. એટલે લગ્ન પર તેનો પ્રભાવ થવો એક સમસ્યા બને છે.
મંગળ દોષ થવા પર લગ્નની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ. મંગળ દોષ (mangal dosha) માં પણ લગ્ન અને આઠમા ભાવનો દોષ વધારે ગંભીર હોય છે. જો મંગળ દોષ ફક્ત એક જ પક્ષકારની કુંડળીમાં છે, તો બીજા પક્ષકાર સાથે તાલમેલ ઘણો ખરાબ થઈ જાય છે.
શું માન્યતાઓ છે મંગળ દોષની? જો એક વ્યક્તિ માંગલિક હોય અને બીજો ન હોય તો બીજાનું મૃત્યુ પણ થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે હિંસા પણ થઈ શકે છે. પતિ પત્નીમાંથી જેમની કુંડળીમાં મંગળ દોષ ન હોય તે હંમેશા બીમાર રહે છે. તેના લીધે વ્યક્તિએ શસ્ત્રક્રિયા અને દુર્ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ દોષ જીવનમાં એક સમસ્યા બને છે, તે વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે.
મંગળ દોષના ઉપાય કેટલા યોગ્ય? માંગલિક વ્યક્તિના લગ્ન ઘડા, ઝાડ અથવા મૂર્તિ સાથે કરાવવામાં આવે છે. તે જરાપણ યોગ્ય નથી હોતું અને તેનાથી કોઈ લાભ પણ નથી થતો. માંગલિક વ્યક્તિને મૂંગા રત્ન પહેરાવવામાં આવે છે. જોકે દરેક સ્થિતિમાં મૂંગા લાભ નથી કરાવી શકતો. તેનાથી ભયંકર નુકશાન પણ થઈ શકે છે. માંગલિક વ્યક્તિના મંગળની શાંતિ કરાવવામાં આવે છે, પણ જો મંગળ શુભ પરિણામવાળો હોય તો જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. સામાન્ય રીતે મંગળ દોષ માટે કરવામાં આવેલા ઉપાય મોટાભાગે લાભકારક નથી હોતા.
મંગળ દોષ માટે યોગ્ય ઉપાય : મંગળ કુંડળીમાં જે પ્રકારની સમસ્યા આપી રહ્યો હોય તેનું સમાધાન કરો, કારણ કે દરેક કેસમાં મંગળ લગ્ન જીવનને જ ખરાબ નથી કરતો. મંગળ દોષની બાબતમાં સૌથી વધારે ધ્યાન સ્વભાવનું રાખવું જોઈએ. પોતાના ખાન પાનની આદતોમાં પરિવર્તન લાવો. હનુમાનજીની યથાશક્તિ ઉપાસના કરો.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com