31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

મહિલા હવલદારે શોધી કાઢ્યા 76 ગુમ થયેલા બાળકો, ખુશ થઈને દિલ્લી પોલીસે લીધો આ નિર્ણય.

લેડી જેમ્સ બોન્ડ છે આ મહિલા હવલદાર, શોધી કાઢ્યા ગુમ થયેલા 76 બાળકો, જાણો તેમના વિષે વિસ્તારથી. દિલ્લી પોલીસની હવાલદાર સીમા ઢાકાની કામગીરીને જોતા તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને એએસઆઈ બનાવવામાં આવ્યા છે. સીમા ઢાકા દિલ્લી પોલીસની પહેલી એવી પોલીસ કર્મચારી બની છે, જેમને ગુમ થયેલા બાળકોને શોધવા બદલ આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું છે.

દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, સીમા ઢાકાએ અઢી મહિનામાં એટલે કે 75 દિવસમાં 76 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે, અને તે બાળકોને તેમના પરિવારો સોંપ્યા છે. સીમાના આ કામથી ખુશ થઈને પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે તેમને વારો આવતા પહેલા એટલે કે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યું છે.

વારો આવતા પહેલા પ્રમોશન મેળવીને હવલદારમાંથી એએસઆઈ બનેલી સીમા ઢાકા ઘણી ખુશ છે, અને પોલીસ વિભાગમાં દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ વિશે માહિતી આપતાં દિલ્લી પોલીસના પ્રવક્તા ડો. ઈશ સિંઘલે જણાવ્યું કે, દિલ્લી પોલીસ કમિશનરે 5 ઓગસ્ટના રોજ આ જાહેરાત કરી હતી કે, જે પોલીસ કર્મચારીઓ ગુમ થયેલ બાળકોને શોધી કાઢશે તેમને વારા પહેલા પ્રમોશન અને અસાધારણ કાર્ય પુરસ્કાર આપવામાં આવશે.

cp delhi’s tweet screen shot

જાહેરાત અનુસાર, જે સિપાહી અને હવલદાર એક વર્ષમાં 14 વર્ષથી ઓછી ઉંમરના 50 અથવા તેનાથી વધુ ગુમ થયેલા બાળકોને શોધી કાઢશે, તેમને વારો આવતા પહેલા પ્રમોશન આપવામાં આવશે. જે સિપાહી અને હવલદાર ઓછામાં ઓછા 15 બાળકો શોધશે તેમને અસાધારણ કાર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ જાહેરાત પછી ઘણા પોલીસ કર્મચારીઓ બાળકોની શોધમાં લાગી ગયા હતા.

સમયપુર બાદલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ સીમા ઢાકાએ માત્ર અઢી મહિનામાં 76 ગુમ થયેલા બાળકો શોધી કાઢ્યા. જેમાંથી 56 બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી છે. હવલદાર સીમા ઢાકાએ જે ગુમ થયેલા બાળકો શોધ્યા છે તે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયા હતા. સીમા ઢાકાએ દિલ્લીમાંથી ગુમ થયેલા બાળકો સિવાય પંજાબ અને પશ્ચિમ બંગાળમાંથી ગુમ થયેલા બાળકોને પણ શોધ્યા છે.

દિલ્લી પોલીસે ઓગસ્ટથી લઈને અત્યાર સુધી 1440 ગુમ થયેલા બાળકો શોધી કાઢ્યા છે. દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, આ પહેલ દ્વારા વધુમાં વધુ ગુમ થયેલા બાળકો શોધવામાં આવ્યા છે, અને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેમજ આ રીતે વારો આવતા પહેલાં પ્રમોશન મળવા પર અન્ય પોલીસકર્મીઓમાં ઉત્સાહ વધ્યો છે, અને ગુમ થયેલા બાળકો શોધવામાં આવી રહ્યા છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ગ્રહોના દોષથી છૂટકારો મેળવવા માટે વાર પ્રમાણે કરો આ વસ્તુઓનો ત્યાગ, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

સુનીલ શેટ્ટી પછી હવે રિચા ચઢ્ઢાને મળ્યો ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ, કહ્યું – જેના ગોડફાધર નથી…

Amreli Live

ગણેશજીની કૃપાથી આ 3 રાશિના લોકો માટે ઘણું શુભ છે આ અઠવાડિયું, નોકરીમાં લાભદાયી તબક્કો છે.

Amreli Live

દેખાવમાં સુંદર લાગતી જેલીફિશે ગોવામાં ફક્ત 2 દિવસમાં જ આટલા બધા લોકોને બનાવ્યા પોતાના શિકાર.

Amreli Live

કોણ હતો દૈત્યરાજ મહિષાસુર? કઈ રીતે થયો તેનો વધ? અહીં જાણો.

Amreli Live

ઓક્સફર્ડ યુનિવર્સીટીની કોરોના વાયરસ વેક્સીન વિષે તે બધું જાણો જે તમારા માટે જાણવું જરૂરી છે

Amreli Live

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખો આ 4 વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપાથી મળશે આશીર્વાદ

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live

108 MP મેઈન કેમેરા સાથે લોન્ચ થશે આ ફોન, જાણો તેના બીજા ફીચર્સ અને લોન્ચિંગ ડેટ.

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશન લોન્ચ, ગ્રાહક પોતાની પસંદ અનુસાર તેના ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરી શકશે.

Amreli Live

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

1998 વિશ્વકપમાં ભારતની જીતનો આ હીરો હવે ભેંસો ચરાવવા માટે છે મજબુર, આટલી ખરાબ થઈ ગઈ છે હાલત

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

Yahoo નો પહેલો સ્માર્ટફોન થયો લોન્ચ, આ છે તેના ફીચર્સ.

Amreli Live

કરોળિયો જેવા જંતુથી ફેલાયો બુન્યા વાયરસ, ચીનમાં 60 લોકો સંક્રમિત, 7 મૃત્યુ, દર્દીઓમાં તાવ-ખાંસી જેવા લક્ષણ

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live