27.4 C
Amreli
20/10/2020
અજબ ગજબ

મહાલક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે અપાર સફળતા, બન્યો છે શુભ યોગ

સિંહ રાશિ :

સપ્તાહની શરૂઆતમાં વડિલોનો સાથ સહકાર પ્રાપ્ત થાય. પ્રિયપાત્ર સાથે અર્થપૂર્ણ સંવાદ, વાર્તાલાપ અને યાદગાર મુલાકાતથી આપના સંબંધોમાં ફરીથી જોશ અને જુસ્સાનો સંચાર થશે. જોકે, અત્યારે તમારે સંબંધોમાં થોડી કટિબદ્ધતા પણ જાળવવી પડશે. તમે પ્રોફેશનલ મોરચે પણ નવા સંબંધો શરૂ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. સપ્તાહની મધ્યમાં આપ મન શાંત અને સંતુલિત રાખીને કામકાજમાં વધુ ધ્યાન આપશો અને તેનાથી તમારી પ્રોફેશનલ પ્રગતિને વધુ વેગ મળશે.

તમે વર્તમાન સ્ત્રોતોનું અસરકારક રીતે સંચાલન કરી શકશો અને તેમાંથી મહત્તમ લાભ ઉઠાવી શકશો. છેલ્લા ચરણમાં પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે વધુ સમય વ્યતિત કરવાની તક મળી શકે છે. અત્યારે તમે એવી જીવનશૈલી અપનાવશો જેનાથી તંદુરસ્તી જળવાય. તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે પરંતુ જેમને અગાઉથી નબળાઈ હોય તેમને અત્યારે શરીરમાં થોડી સુસ્તિ રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે પણ શરૂઆતથી આશાસ્પદ તબક્કો જણાઇ રહ્યો છે.

વૃષભ રાશિ :

આપને લાંબા ગાળાની કારકિર્દીની યોજના બનાવવા માટેનો ઉત્તમ સમય કહી શકાય. ભૌતિક વસ્તુની પ્રાપ્તિ થાય. પ્રોફેશનલ સ્તરે લાભ થાય. કારકિર્દીમાં પ્રગતિની દૃષ્ટિએ સમય વધુ લાભદાયી જણાઇ રહ્યો છે. સપ્તાહના અંતિમ ચરણમાં આપના દરેક સાહસોમાં સફળતા પ્રાપ્ત થતા જીવનમાં ખુશીનો માહોલ છવાઇ જશે. આર્થિક ઉન્નતિ માટે તમે સપ્તાહના અંતિમ ચરણમાં નવી આવક ઉભી કરવા માટે આયોજન કરી શકો છો. વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતના બે દિવસ બાદ કરતા એકંદરે સારો સમય છે. પહેલા બે દિવસમાં સંબંધો બાબતે થોડી નિરાશા સાંપડે પરંતુ સપ્તાહના મધ્યમાં આપના જીવનસાથીની જરૂરીયાતો અને ઇચ્છાઓ આપ સમજી શકો.

જો પ્રેમનો પ્રસ્તાવ મુકવાનું વિચારી રહ્યા હોવ તો પણ સપ્તાહના મધ્યથી આપના માટે સારો સમય શરૂ થઇ રહ્યો છે. જોકે, તમારે સંબંધોમાં થોડી નવીનતા લાવવાનો પણ પ્રયાસ કરવો જરૂરી છે. સપ્તાહની શરૂઆતના બે દિવસમાં પરિવારજનો કેટલીક બાબતોમા આપના મંતવ્યોથી અલગ પડે કે જે આપને નિરાશ કરે. કેટલીકવાર નિરાશાની ટીકા થઇ હોય તેવી ભાવના તમારામાં જાગે અને તેથી અસ્વસ્થતા અને અસલામતીનો અનુભવ થાય. આવી સ્થિતિમાં તમને શારીરિક અસ્વસ્થતા પણ રહે જેથી શક્ય હોય ત્યાં સુધી વિચારોમાં સકારાત્મકતા રાખવી. બાકીના સમયમાં તમે સ્વાસ્થ્ય સુખાકારી સારી રીતે માણી શકો.

કન્યા રાશિ :

સપ્તાહની શરૂઆતમાં વાણી પર કાબુ નહીં હોય તો જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે વિખવાદ કરી બેસો તેવું બને. આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા જાગશે પરંતુ તમે વિચારોમાં સ્થિરતાનો અભાવ રહેવાથી કેટલીક બાબતોમાં મુંઝવણ અનુભવશો. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે. તમારું મન ચંચળ રહેશે અને ક્યાંક આળસ અથવા અરુચિ પણ રહેશે જેની અસર આપના કામ અને સંબંધો પર પડશે. આપ શારીરિક અને માનસિક થાક અનુભવો. કામની સાથે શરીરને આરામ આપવો અને ભોજનમાં લીલા શાકભાજી વધારે લેવા.

સપ્તાહના ઉત્તરાર્ધમાં આપ અગ્રતાક્રમ અનુસાર એક પછી એક કામ હાથ ધરશો અને નિર્ધારિત સમયમાં તમામ કામો પૂર્ણ કરી વિરોધીઓની બોલતી બંધ કરી દેશો. આપ ઘરની બાબતો અંગે પણ ધ્‍યાન આપો. આપ જે પણ કાર્ય કરો તેમાં સંતોષ અનુભવશો. કામમાં અધવચ્ચે ઉત્‍સાહ મંદ ન પડી જાય તેનું ધ્‍યાન રાખવું. સ્વાસ્થ્યમાં શરૂઆતમાં ધ્યાન રાખવાની ખાસ સલાહ છે.

ધન રાશિ :

આ સમય ઘણી બધી ગતિવિધિઓનો કહી શકાય. વિદેશ સાથે સંકળાયેલા લોકોને વેપાર કે નોકરીમાં વિશેષ લાભ થઈ શકે છે. સહકાર્યકરો સહકાર આપશે. જોકે, ભાગીદારીના કાર્યોમાં સામેની વ્યક્તિના કારણે વિલંબ થઈ શકે છે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. દેશાવર કાર્યોમાં તમે વધુ સક્રિયતા દાખવશો. અંતિમ ચરણમાં નવા કરારો કરવામાં સાવચેતી રાખવી. પ્રણય પ્રસંગોમાં થોડુ સાચવજો. તમારી ઉગ્રતાના કારણે સંબંધો સાચવવામાં તકલીફ પડી શકે છે.

આ ઉપરાંત જેઓ પહેલાંથી સંબંધોમાં છે તેને કોઇ બાબતે તેમના સાથીની ચિંતા વધી શકે છે. છતાં પણ કહી શકાય કે, વિકએન્ડમાં મોજશોખ સાથે તમે સમય પસાર કરો. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં અનુકૂળતા રહે પરંતુ ભાવિ અભ્યાસ અંગેનો કોઇપણ નિર્ણય લેવામાં તમારી ધીરજ આવશ્યક છે. સપ્તાહના મધ્યમાં કામના ભારણના કારણે થોડા થાકની સાથે સાથે કફ, તાવ અથવા સાંધાની સમસ્યા થઇ શકે છે.

મકર રાશિ :

આ સપ્તાહે શરૂઆતમાં તમે પરિવારજનો પ્રત્યે વધુ ધ્યાન આપશો. કોઇ તબક્કે આપ ભાવનાઓના પ્રવાહમાં વધુ પડતા ન તણાઇ જાઓ તેની ખાસ તકેદારી રાખવી. પરિવાર માટે વાહન, ઇલેક્ટ્રોનિક ચીજો અથવા અન્ય વસ્તુઓની ખરીદી કરી શકો છો. નવું કાર્ય શરૂ કરવાનું આયોજન કરી શકો છો. નોકરિયાતો નવા વિચારો કે શ્રેષ્ઠ પરફોર્મન્સથી બોસ અથવા અન્ય લોકોને પ્રભાવિત કરી શકશે. વિદેશ સાથે સંકળાયેલા વ્યવસાયિકો માટે નવી તકોના દ્વાર ખુલશે.

જોકે, કામકાજમાં સરકારી અથવા કાયદાકીય ગુંચવણોમાંથી પસાર થવાની તૈયારી રાખવી. અત્યારે ખાસ કરીને પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કોઇપણ કાર્યોથી દૂર રહેવું. પ્રેમસંબંધોમાં અત્યારે તમે ઉત્તમ સુખ માણી શકશો. વિવાહિતોને પણ પારસ્પરિક તાલમેલ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા માટે સમય ઘણો સારો છે. જોકે, વિજ્ઞાન અથવા ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને થોડી મહેનત વધવાની સલાહ છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને સપ્તાહના છેલ્લા ચરણમાં કાળજી લેવી જરૂરી છે.

કુંભ રાશિ :

આ સપ્તાહે બિઝનેસ કે નોકરીમાં તમે શરૂઆતમાં નવી તકો મેળવો અથવા કંઇક નવું સાહસ ખેડવાની તમારામાં ઇચ્છા જાગે અને આ દિશામાં નક્કર પગલાં લો તેવી સંભાવના છે. સાથે સાથે સંબંધોને પણ સંતુલનમાં રાખવાની નીતિ રહેશે. તમે આર્થિક આયોજનો સહિત કોઈપણ કાર્ય ઝડપથી અને સરળતાથી પાર પાડી શકશો. આપ આત્મવિશ્લેષણ કરીને પોતાની ભૂલો સુધારશો તો કોઈ તાકાત આપને સફળતાના શિખરે પહોંચતા નહીં રોકી શકે. મોસાળપક્ષ તરફથી સમાચાર આવે.

વિજાતીય પાત્રો તરફ આપનું આકર્ષણ વધશે. વિજાતીય પાત્રોમાં ખુશી રહે અને સ્વાદિષ્ટ ભોજનના ચટકા લઈ શકશો. જોકે, છતાં પણ આવેશ, ઉગ્રતા, જિદ છોડી કુણું વલણ અપનાવવાની સલાહ છે અન્યથા પ્રિયપાત્ર અથવા પરિવારના કોઇ સભ્ય સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય એકંદરે સામાન્ય રહેશે. જોકે, એકાગ્રતા માટે નિયમિત મેડિટેશન કરવાની સલાહ છે. સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહેશે પરંતુ નાક-કાન-ગળાને લગતી ફરિયાદો અથવા ત્વચા સંબંધિત ફરિયાદો વધી શકે છે.

મેષ રાશિ :

આપના હાલના કાર્યસ્થળે જવાબદારીમાં વધારો થાય અથવા કોઇ સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. આ સમય દરમિયાન સહકર્મચારીઓ પાસેથી પણ ફાયદો થઇ શકે છે. સપ્તાહના અંતમાં આપના શત્રુઓથી સાવચેત રહો અને શત્રુઓની યાદીમાં ઉમેરો ના થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે. વેપારમાં આપના ભાગીદાર અથવા અન્ય સહકાર્યકર સાથે બિનજરૂરી દલીલબાજીમાં ઉતરવાથી આપના શત્રુઓની સંખ્યામાં વધારો થશે. સપ્તાહના મધ્યમાં તમે આર્થિક ઉન્નતિ પર વિશેષ ધ્યાન આપો અને તેમાં સફળતા મળવાના ચાન્સ પણ છે. વિદ્યાર્થીઓ શરૂઆતથી જ અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. ભાવિ અભ્યાસ અંગે કોઇની સાથે ચર્ચા થવાની શક્યતા પણ રહે.

સપ્તાહની શરૂઆતમાં તમારે સંબંધો બાબતે ઊંડાણપૂર્વક વિચાર કર્યા બાદ નિર્ણય લેવો પડશે. ખાસ કરીને તમે વધુ પડતા ઉત્સાહી થઇને ઝડપથી કોઇની સાથે સંબંધોમાં આગળ વધવાની વૃત્તિ રાખશો. જો ધીરજપૂર્વક અને રોમેન્ટિંગ અંદાજમાં સંબંધોમાં આગળ વધો તો એકબીજાનું ઉત્તમ સાનિધ્ય માણી શકશો. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સતાવે. આ તબક્કામાં આકસ્મિક ઇજાની સંભાવના હોવાથી વાહન કાળજીપૂર્વક ચલાવવું. પીઠમાં દુખાવો, તાવ, નબળાઇ, આંખમાં પીડા જેવી બિમારી થઇ શકે છે. આપ સમતોલ આહાર અને લાગણીશીલ સમતોલપણું ઉપરાંત સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય થઇને સાજા થઇ શકશો.

વૃશ્ચિક રાશિ :

સપ્તાહની શરૂઆતમાં આર્થિક દૃષ્ટિએ સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવશે. શારીરિક અને માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. વેપારીઓને નવી આવક ઊભી થવાની, હાલના વ્યવસાયમાં વૃદ્ધિ થવાની તેમ જ ઉઘરાણીના નાણાં છુટા થવાની શક્યતાઓ છે. પિતા સાથે આપના સંબંધો સુધરશે. જોકે, મિત્રો અથવા ભાઇબહેન સાથે વાદવિવાદના કારણે કોઇને મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. સપ્તાહના મધ્યમાં પરિવારના અન્ય સભ્યો સાથે સંબંધોમાં સામીપ્ય રહેશે.

સપ્તાહના અંતિમ ચરણમાં સંતાનો સાથે આપ સારો સમય વિતાવી શકશો. પ્રેમસંબંધોમાં પણ આગળ વધવા માટે શરૂઆતની તુલનાએ છેલ્લું ચરણ બહેતર જણાઇ રહ્યું છે. તમે અત્યારે પ્રેમની અભિવ્યક્તિ સારી રીતે કરી શકો પરંતુ છતાંય શક્ય હોય ત્યાં સુધી શબ્દોમાં વધુ સ્પષ્ટતાના આગ્રહી રહેવું. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં થોડો વિલંબ આવે પરંતુ અંતિમ ચરણમાં તમે ઝડપથી આગળ વધીને અગાઉની ખોટ પૂરી કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે ખાસ ચિંતા જેવું નથી.

તુલા રાશિ :

સપ્તાહની શરૂઆતમાં નોકરિયાત વર્ગ પોતાની સારી કામગીરીથી ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકશે. સહકાર્યકરોનો સહકાર મળે. ભાગીદારીના કાર્યોમાં પણ આગળ વધી શકો છો. જેમને પહેલાથી ભાગીદારી હોય તેમણે નિર્ણયો અંગે ચર્ચા કરતી વખતે થોડી ધીરજ રાખવી. શરૂઆતમાં પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે તમે ઉત્સાહપૂર્વક સમય વિતાવશો પરંતુ તમારી વચ્ચે ક્યારેક મીઠા ઝઘડાની પણ શક્યતા છે. આવા ઝઘડા ગંભીર સ્વરૂપ ના પકડે તેનું ધ્યાન રાખવું.

વિદ્યાર્થીઓ તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. સપ્તાહના મધ્યમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્‍તી અને સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય થાય. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. મધ્ય ચરણ ખાસ કરીને દુનિયાદારીમાં પડવાના બદલે આત્મનિરીક્ષણ કરવા માટે બહેતર છે. આ સમયમાં તમારામાં આધ્યાત્મિકતા વધશે. અંતિમ ચરણમાં સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજનનો આનંદ માણી શકશો. લાંબાગાળાના રોકાણ દ્વારા આવકનો સ્ત્રોત ઊભો કરવામાં સફળતા મળે.

મિથુન રાશિ :

સપ્તાહની શરૂઆતમાં પ્રોફેશનલ જીવનના માહોલમાં પરિવર્તન આવશે તથા કર્તવ્યનિષ્ઠા અને પ્રગતિની દિશામાં તમે લીધેલા આયોજનબદ્ધ પગલાંના ફળરૂપે તમારા આત્મવિશ્વાસમાં આપોઆપ વધારો થશે. તમે વધુ ઉલ્લાસપૂર્ણ, મિલનસાર તથા ઉત્સાહી બનશો. આ કારણે સામાજિક જીવનમાં પણ સક્રિયતા વધશે. તમે જીવનમાં કંઇક આંતરસ્ફૂર્ણાથી અને ઉત્સાહિત થઇને કામ કરવા માટે પ્રેરિત થશો જેથી કરીને તમે સર્જનાત્મક કાર્યો કરી શકશો તેમજ વધુ ઉત્સાહી અને જોશથી હર્યાભર્યા રહો.

આવકની બાબતે પણ અત્યારે ખાસ ચિંતા જેવું નથી. સાથે સાથે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે રોકાણી યોજનાઓ પાર પાડવામાં પણ તમને સાનુકૂળતા વર્તાશે. વિજાતીય પાત્રો સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા રહે પરંતુ અત્યારે ખાસ કરીને ઝડપથી સંબંધો બદલવાનો મનમાં વિચાર આવે તો તેને દૂર કરવો. સપ્તાહના અંતિમ ચરણમાં જેઓ પહેલાથી જ કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમણે વધુ કાળજી લેવી તેવી ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. તમને સોજો, મસા, દાંતની સમસ્યા, ઈજા કે દાઝવાની સમસ્યા થઈ શકે છે.

કર્ક રાશિ :

આ સપ્તાહમાં તમે ખુદને તેમજ પરિવારજનોને આપેલા વચનો કે વાયદાઓ પૂરા કરવા માટે સમય શુભ હોવાનું જણાઈ રહ્યું છે. તમે નવા અનુભવોને માણવા માટે તત્પર રહેશો. પ્રોફેશનલ મોરચે સક્રિયતા વધશે અને જાહેરજીવનમાં પણ તમે કોઇ જવાબદારી ઉપાડવા માટે તૈયાર થશો. છેલ્લા ચરણમાં થોડા ધીમા પડો અથવા કામકાજમાં મન ઓછુ લાગે પરંતુ એકંદરે સમય આપની તરફેણમાં રહેવાથી તમે સપ્તાહનો આનંદ તો માણી જ શકો. છેલ્લા બે દિવસમાં કેટલીક બાબતોમાં તમે નકારાત્મક વલણ દાખવશો કે જે વાસ્તવિક રીતે સકારાત્મકતા સાથે લેવું જોઇએ.

સપ્તાહના મધ્યમાં તમે એક કરતા વધુ સ્ત્રોતોમાંથી લાભ મળવાની આશા રાખી શકો છો. તમારામાં વિજાતીય આકર્ષણ વધુ રહેવાથી પ્રિયપાત્ર કે જીવનસાથી જોડે મહત્તમ સમય વિતાવવાની ઇચ્છા થશે પરંતુ આવી સ્થિતિમાં લાગણીના પ્રવાહમાં તણાવાના બદલે જેટલો વધુ વ્યવહારું અભિગમ અપનાવશો એટલા ફાયદામાં રહેશો. સપ્તાહના અંતિમ ચરણમાં કોઇ ખર્ચ આવવાની શક્યતા હોવાથી જરૂરિયાત અનુસાર અગાઉથી ભંડોળ તૈયાર રાખવાની સલાહ છે.

મીન રાશિ :

આ સપ્તાહે આપને ભાગીદારીમાં લાભ થાય. જેમ ચાલતુ હોય તેમ ચાલવા દેજો. કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં અથવા વર્તમાન કાર્યોમાં નવા ફેરફારોનો અમલ કરવામાં સાચવવું અને બીજા લોકો પર આંધળો વિશ્વાસ મુકવો નહીં. કમ્યુનિકેશન અથવા વાણીનું પ્રભૂત્વ હોય તેવા ક્ષેત્રોમાં તમારા શબ્દોમાં કઠોરતા ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સપ્તાહે પ્રેમસંબંધોમાં તમે સારી રીતે આગળ વધશો અને તમારા સંબંધોને આગામી સ્તર સુધી લઇ જવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરશો. બેશકપણે,

તમારી મુલાકાતો યાદગાર બની રહેશે. જોકે, પ્રેમની અભિવ્યક્તિ વખતે તમારે થોડી વિનમ્રતા રાખવી જરૂરી છે. ધાર્મિક પ્રવાસ થાય અને માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. આપનું વલણ ન્‍યાયી રહે. આવકનું પ્રમાણ અત્યારે સારું રહે પરંતુ ઉઘરાણીના કાર્યોમાં સામેની વ્યક્તિ પર બહુ પ્રેશર કરવાનું ટાળજો. અત્યારે પ્રિયપાત્ર અને સંતાનો પાછળ ખર્ચની શક્યતા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહે પરંતુ ખાસ કરીને ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું અન્યથા તમારું અભ્યાસનું શિડ્યૂલ ખોરવાઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ખાસ કરીને બ્લડપ્રેશર, આંખોમાં બળતરા, કમરમાં દુખાવો વગેરે હોય તેમણે કાળજી લેવી પડશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

પત્ની સાથે ઝગડા અને વિવાદોથી કંટાળીને પતિ એ એવો નિર્ણય લીધો જે કોઈએ પણ ના લીધો હોય.

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

દરરોજ આ 5 ને કરો પ્રણામ, નસીબ હંમેશા આપશે સાથ, લક્ષ્મીની કૃપાથી ક્યારેય નહિ થાય ધન-ધાન્યની અછત.

Amreli Live

33 કરોડ નહિ, 33 પ્રકારના છે દેવતા, તેમાંથી આઠ વાસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય અને પ્રજાપતિ પણ છે

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

હુમાયુનો જીવ બચાવવા વાળો સાધારણ ભિસ્તી કઈ રીતે બન્યો હતો દિલ્લીનો બાદશાહ, વાંચો સ્ટોરી.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

આ સરકારી યોજનામાં મળી રહી છે 10 લાખની લોન, જાણો શું તમે પણ છો હકદાર

Amreli Live

જાણો પૂજનથી લઈને ભોજન સુધી ઉપયોગ થનારા નારિયળથી જોડાયેલ ખાસ વાતો

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live