29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 લાખ 37 હજાર 754 થઇ ગઇ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો તરફથી મળેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્ર સરકાર તરફથી સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. તે પ્રમાણે દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઇ ગઇ છે. એક લાખ 14 હજાર 073 સ્વસ્થ થઇ ચૂક્યા છે. 6642 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસ છે. તેમાંથી મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં કોરોનાના 70 હજાર 235 એક્ટિવ કેસ છે જે કુલ એક્ટિવ કેસના 60.57 ટકા છે. મહારાષ્ટ્રમાં 42 હજાર 224, તમિલનાડુમાં 12 હજાર 700 અને દિલ્હીમાં 15 હજાર 311 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, લોકડાઉન ખોલ્યા પછી કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈ માટેની તૈયારી વધારી દીધી છે. છેલ્લા 6 દિવસોમાં કોરોનાની તપાસ માટે નવી 66 લેબ ખોલવામાં આવી છે. જેમાં 48 સરકારી અને 18 પ્રાઈવેટ લેબ છે. હવે તેમાં દરરોજ 10 હજારથી વધારે સેમ્પલની તપાસ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 37 હજાર 938 સેમ્પલની તપાસ કરાઈ છે. અત્યાર સુધી દેશમાં 45 લાખ 24 હજાર 317 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.
જોકે સારા સમાચાર તો એ છે કે દેશમાં રિકવરી રેટ સારો છે જેના કારણે એક્ટિવ કેસ(જે દર્દીઓની સારવાર ચાલી રહી છે)ના વધવાની સરેરાશ ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે દર દિવસે સરેરાશ 4.6%ના દરે કેસ વધી રહ્યા હતા. એ પહેલાના સપ્તાહમાં આ ગતિ 4.9% હતી, એટલે આમા 0.3%નો ઘટાડો જોવા મળ્યો હતો.

ભારત ઈટાલી કરતા આગળ
સંખ્યાના આધારે ભારત કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા ઈટાલીથી પણ આગળ નીકળી ગયો છે. https://www.worldometers.info/coronavirus/ના જણાવ્યા પ્રમાણે, ભારત હવે છઠ્ઠા જ્યારે ઈટલી સાતમા ક્રમે છે. આ આંકડા પ્રમાણે ભારતમાં શનિવાર સવાર સુધી 2 લાખ 36 હજાર 184 કેસ હતા. જ્યારે આ સમયે ઈટલીમાં આંકડો 2 લાખ 34 હજાર 531 હતો. જો કે, મોતની સરખામણીમાં તો ઘણું અંતર છે. ભારતમાં 6 હજાર 649 જ્યારે ઈટાલીમાં 33 હજાર 774 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત પાંચ દેશ અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન અને બ્રિટન છે.

અપડેટ્સ

  • ITBPમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3 નવા કેસ સામે આવ્યા છે.

  • EDની ઓફિસમાં છ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. હવે આ ઓફિસને 48 કલાક માટે બંધ કરી દેવાઈ છે.

  • ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન આજે બંધ છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી વધી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણથી 218 લોકોના મોત થયા છે.

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાની એક પણ હોસ્પિટલ કોરોનાના શંકાસ્પદોની તપાસ કરવા માટે ના નહીં પાડે. અને જો આવું કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેશે. તપાસ બાદ જો દર્દી કોરોના પોઝિટિવ મળી આવશે, તો પછી નિયમ પ્રમાણે તેની સારવાર કરવામાં આવશે.

  • પંજાબ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, 8 જૂનથી ધાર્મિક સ્થળ સવારે પાંચ વાગ્યાથી 8 વાગ્યા સુધી જ ખુલશે. પૂજાના વખતે લોકોની સંખ્યા 20થી વધારે ન હોવી જોઈએ. હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલને ખોલવા અંગે પણ સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રેસ્ટોરન્ટ માત્ર ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા માટે જ ખુલ્લા રહેશે.

  • ભારતીય રેલવેએ જણાવ્યું કે, અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. જેમાં 58 લાખ પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચ્યા છે

  • દિલ્હીમાં કોરોના દર્દીઓે માટે 8500 બેડની વ્યવસ્થા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. સાથે જ કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને 24 કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ આપ્યો છે
  • કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 9887 કેસ સામે આવ્યા હતા.સાથે જ 294 લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઈ ગઈ છે. જેમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસ છે. એક લાખ 14 હજાર 073 સાજા થઈ ચુક્યા છે. સાથે જ 6642 લોકોના મોત થયા છે.
  • દિલ્હીમાં ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો એક કર્મચારી પોઝિટિવ મળ્યો છે. દિલ્હીના લોક નાયક ભવન ખાતે કાર્યાલયનો આ કેસ છે. શુક્રવારે બિલ્ડીંગ સેનેટાઈઝ કરાઈ છે. ઓફિસ આજે પણ સીલ રહેશે.
  • રાજસ્થાન દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી પણ વધારે છે. રાજ્યમાં અત્યાર સુધી 218 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.

છેલ્લા 15 દિવસના એક્ટિવ કેસ

તારીખ એક્ટિવ કેસ વધારો ટકાવારી
30 મે 78729 3856 4.5
31 મે 93368 3639 4.6
01 જૂન 101070 3640 4.6
02 જૂન 101070 4062 4.2
03 જૂન 106711 5641 5.6
04 જૂન 111893 5182 4.9
05 જૂન 116290 4397 3.9

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ભોપાલના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, ભોપાલમાં શનિવારે 39 નવા કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1721 થઈ ગઈ છે. સાથે જ 784 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ભોપાલ જિલ્લામાં અત્યાર સુધી 61 સંક્રમિતોના મોત થયા છે.
અહીંયા શુક્રવારે 234 નવા દર્દી સામે આવ્યા અને 7 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 54, ભોપાલમાં 52, નીમચમાં 38, ખરગોનમાં 12, ઉજ્જૈન અને સાગરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8996 થઈ ગઈ છે, જ્યારે 384 લોકોના મોત થયા છે

ચિરાયુ હોસ્પિટલથી શુક્રવારે 41 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી. શહેરી કોવિડ હોસ્પિટલમાંથી અત્યાર સુધી 1108 દર્દી સાજા થઈ ચુક્યા છે

ઉત્તરપ્રદેશઃ ભોપાલના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, ભોપાલમાં શનિવારે 39 નવા કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1721 થઈ ગઈ છે. સાથે જ 784 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ભોપાલ જિલ્લામાં અત્યાર સુધી 61 સંક્રમિતોના મોત થયા છે.
અહીંયા શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે 496 નવા દર્દી મળ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. હવે સંક્રમિતોની સંખ્યા 9733એ પહોંચી ગઈ છે, જ્યારે 5648 સાજા પણ થયા હતા. આ બિમારીથી રાજ્યમાં 257 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં પોલીસકર્મીઓનો સંક્રમિત થવાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જો કે, બે પોલીસકર્મીઓના સંક્રમણથી મોત થયા છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2,561 સુધી પહોંચી ગઈ છે.અહીંયા શુક્રવારે 2436 નવા કેસ મળ્યા હતા, જ્યારે એક દિવસમાં રેકોર્ડ 139 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 80 હજાર 229 થઈ ગઈ હતી. જેમાંથી 35 હજારથી વધારે સાજા પણ થયા હતા.દેશના કુલ દર્દીઓમાંથી 35 ટકા તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અત્યાર સુધી 2849 લોકોના મોત થયા છે જેમાંથી 31 પોલીસકર્મી પણ હતા.

મુંબઈના આરટીઓ કંદપડામાં અહીંયા એરકન્ડીશન કોવિડ સેન્ટર તૈયાર કરાઈ રહ્યા છે. અહીંયા આઈસીયૂ અને ડાયાલિસિસ સુવિધાઓ સાથે 250 બેડની સુવિધા હશે

રાજસ્થાનઃ રાજસ્થાનમાં શનિવારે 44 નવા કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમા પાલીમાં 14, ચુરુમાં 10, જયપુરમાં 09, કોટામાં 3, બીકાનેર, દૌસા, ધૌલપુર, ચિત્તોડગઢ, બારા, ભીલવાડા અને અન્ય રાજ્યમાંથી આવેલા 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં કુલ પોઝિટિવની સંખ્યા 10128એ પહોંચી ગઈ છે.અહીંયા શુક્રવારે 222 સંક્રમિત મળ્યા અને 5 દર્દીઓના મોત થયા. જોધપુરમાં 51, ભરતપુરમાં 42, ઝાલાવાડમાં 24, પાલીમાં 19, સીકરમાં 17 અને જયપુરમાં 16 કેસ મળ્યા હતા. આ રીતે રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 84 કેસ સામે આવી ચુક્યા છે.

રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે ધોધમાર વરસાદ થયો હતો. ફુટપાથ પર દુકાન લગાવનારાઓને નુકસાન થયું હતું. માટલા વેચનારે જણાવ્યું કે, લોકડાઉન વચ્ચે વાતાવરણનો પણ માર પડ્યો છે

બિહારઃ રાજ્યના બિહારના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, શનિવારે રાજ્યમાં 147 પોઝિટિવ કેસ મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 4936 થઈ ગઈ છે. શુક્રવારે 146 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું હતું.રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4598 થઈ ગઈ છે. શુક્રવારે 146 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 88313 સેમ્પલની તપાસ થઈ ચુકી છે. લગભગ 21 લાખ પ્રવાસી મજૂર બિહાર આવી ચુક્યા છે અને જેમાંથી 11 લાખ ક્વૉરન્ટીન પિરીયડ પુરો કરીને પોતાના ઘરે પાછા ફર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona virus In India Live News And Updates on 6th june


Corona virus In India Live News And Updates on 6th june

Related posts

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમાર

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

લીલીયા પંથકમાં 4 કલાકમાં 5, રાજુલામાં 1 કલાકમાં 4 અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

ટાટા ગ્રુપ બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવર અને સ્ટીલ પ્લાન્ટનો હિસ્સો વેચી શકે છે, રાહત પેકેજ માટે સરકાર સાથે વાતચીત નિષ્ફળ

Amreli Live

રશિયાની વેક્સીનને લઈને અમેરિકાએ વ્યક્ત કરી આશંકા , રશિયાની વેક્સીન સામે ઉઠાવ્યા સવાલ

Amreli Live