27.8 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

મહામારી અટકાવવાનો ઉપાય ‘એક ડોલ દૂધ’ – વાંચો જીવન બદલવાની ક્ષમતા રાખતી સ્ટોરી.

દેશમાં ફેલાયેલી મહામારી રોકવા માટે આકાશવાણી થઈ કે અમાસની રાત્રે બધાએ એક ડોલ દૂધ…. વાંચો રસપ્રદ સ્ટોરી. એકવાર એક રાજાના રાજ્યમાં મહામારી ફેલાઈ ગઈ. ચારેય તરફ લોકો મરવા લાગ્યા. રાજાએ તેને અટકાવવા માટે ઘણા બધા ઉપાય કર્યા, પણ કોઈ અસર થઇ નહિ અને લોકો મરતાં રહ્યા. આથી તે રાજા દુઃખી થઈને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે અચાનક આકાશવાણી થઇ.

આકાશમાંથી અવાજ આવ્યો કે રાજા તમારી રાજધાનીની બરાબર વચ્ચે એક જૂનો સુકાયેલો કૂવો છે. જો અમાસની રાત્રે રાજ્યના દરેક ઘરમાંથી એક-એક ડોલ દૂધ તે કુવામાં નાખવામાં આવે, તો બીજા દિવસે સવારે મહામારી સમાપ્ત થઈ જશે અને લોકોનું મરવાનું બંધ થઈ જશે. રાજાએ તરત જ આખા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે, મહામારીથી બચવા માટે અમાસની રાત્રે દરેક ઘરમાંથી એક એક ડોલ દૂધ કુવામાં નાખવું ફરજીયાત છે.

અમાસની રાત્રે જયારે લોકોએ કુવામાં દૂધ નાખવાનું હતું, તે રાત્રે તેજ રાજ્યમાં રહેતી એક ચાલાક અને કંજૂસ ડોશીમાએ વિચાર્યું કે, દરેક લોકો કુવામાં દૂધ નાખશે, જો હું એટલી એક ડોલ પાણી નાખી દઉં તો કોઈને શું ખબર પડશે. આવું વિચારીને તે કંજૂસ ડોશીમાએ રાત્રે ચુપચાપ કુવામાં એક ડોલ પાણી નાખી દીધું.

gujarati story
gujarati story

બીજા દિવસે જયારે સવાર થઈ તો લોકો પહેલાની જેમ જ મરી રહ્યા હતા. કાંઈ પણ બદલાયું હતું નહિ, કારણ કે મહામારી સમાપ્ત થઈ ન હતી. રાજએ જયારે કુવા પાસે જઈને તેનું કારણ જાણવા માંગ્યું, તો તેમણે જોયું કે આખો કૂવો પાણીથી ભરેલો હતો. તેમાં દૂધનું એક ટીપું પણ ન હતું. રાજા સમજી ગયા કે, આ કારણે જ મહામારી દૂર નથી થઇ અને લોકો હજી પણ મરી રહ્યા છે.

હકીકતમાં એવું એટલા માટે થયું, કારણ કે જે વિચાર તે ડોશીમાના મનમાં આવ્યો હતો, તેજ વિચાર આખા રાજ્યના લોકોના મનમાં આવ્યો અને કોઈએ પણ કુવામાં દૂધ નાખ્યું નહિ.

મિત્રો, જેવું આ સ્ટોરીમાં થયું એવું જ કંઈક આપણા જીવનમાં પણ થાય છે. જયારે પણ કોઈ એવું કામ આવે છે, જે ઘણા બધા લોકોએ મળીને કરવાનું હોય છે, તો હંમેશા આપણે એ વિચારીને પોતાની જવાબદારીથી પાછળ હતી જઈએ છીએ કે, કોઈને કોઈ તો આ કામ કરી દેશે. અને આપણા આ જ વિચારને કારણે સ્થિતિઓ એવીને એવી બની રહે છે. જો આપણે બીજાની ચિંતા કર્યા વગર પોતાના ભાગની જવાબદારી નિભાવવા લાગીશું, તો આખા દેશમાં એવું પરિવર્તન લાવી શકીશું જેની આજે આપણને જરૂર છે.


Source: 4masti.com

Related posts

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

ખુબ દુઃખદ છે અનુરાધા પૌડવાલ નું જીવન, પહેલા પતિ પછી પ્રેમી અને હવે દીકરાએ છોડ્યો સાથ.

Amreli Live

ગુરુવારે શુક્ર વક્રી થવાથી થશે આ 5 રાશિઓને લાભ, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

CBI અધિકારી કેવી રીતે બનવું? જાણો ક્યાં અરજી કરવી, શું છે લાયકાત અને પસંદગી પ્રક્રિયા.

Amreli Live

‘બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ અંજુમ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, જાણો શું રાખ્યું દીકરીનું નામ

Amreli Live

61 વર્ષના સંજય દત્તને ત્રીજા સ્ટેજ ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા થયો રવાના, સિગારેટ અને દારૂનું પરિણામ.

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

સોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો કઈ છે એમની નવી યોજના.

Amreli Live

ગણેશ વિસર્જનનો ઉત્સવ છે અનંત ચતુર્દર્શી, શ્રીકૃષ્ણએ પાંડવોને આપી હતી આ વ્રત કરવાની સલાહ.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

અક્ષય કુમારે કર્યો ‘જય શ્રીરામની’ લલકાર, ફેન્સે જણાવ્યું : ઇન્ડસ્ટ્રી માંથી કોઈ તો બોલો.

Amreli Live

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live