25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં



રાજકોટ મહાનગરપાલિકાએ રેપિડ ટેસ્ટ કીટથી ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. જેમાં ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ કેસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામનાટેસ્ટ નેગેટિવ આવ્યા છે.ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હોટસ્પોટ વિસ્તાર નજીક કણબીવાડમાં રહેતા સતારભાઇ અબ્દુલભાઇ જેઠવા (ઉ.વ.60)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી તેઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારજનોને વહીવટી તંત્ર દ્વારા ઉભા કરાયેલા ક્વોરન્ટીન ફેસીલિટીમાં રાખવામાં આવ્યા છે. બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. વોર્ડ નં.9ના કલસ્ટર વિસ્તારમાંથી બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં 78 વર્ષના વૃદ્ધ અને 48 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું છે.કોરોના વાઇરસને લઇને કેન્દ્રની આરોગ્યની ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચી છે. મેડિકલ કોલેજના ડીન અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મેડિકલ કોલેજમાં કેન્દ્રીય આરોગ્યની 7 સભ્યોની ટીમની બેઠક થઇ હતી.બાદમાં કોવિડ-19 હોસ્પિટલનું ચેકીંગ કર્યુંઅને કોરોના વાઇરસની કામગીરીને લઇને બેઠકમાં સમીક્ષા કરી હતી.જંગલેશ્વર વિસ્તાર અંગે પણ માહિતી માગી હતી.

દિલ્હીની આરોગ્ય ટીમે જંગલેશ્વરમાંથી કોરોના બહાર ન ફેલાય તેની સુચના આપી

રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય ટીમ આવી તેને લઇને આરઆરડીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દિલ્હીની ટીમે કોરોના વાઇરસને લઇને સમીક્ષા કરી હતી. એક-એક કેસની માહિતી મેળવી હતી. કોવિડ 19 હોસ્પિટલમા આઇસોલેશન વોર્ડ અને લેબોલેટરીની માહિતી મેળવી હતી. જંગલેશ્વર વિસ્તારમાં પણ જશે. ફિલ્ડમાં કામગીરી શરૂ જ રાખવા સુચના આપવામાં આવી છે. જંગલેશ્વરમાંથી કોરોના બહાર ન ફેલાય તેની તકેદારી રાખવા સુચના આપી છે.

7432 ખેડૂતોએ કરાવેલું ઓનલાઇન રજીસ્ટ્રેશ લોકડાઉનમાં પણ કૃષિપેદાશોના વેચાણ માટે સરકારે સવલત કરી આપી

રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના કુલ 7432 ખેડૂતોએ તેમની કૃષિપેદાશોનું વેચાણ કરવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. લોકડાઉનના સમયમાં રાજ્ય સરકારે કૃષિકારોનું હિત હૈયે રાખીને વિવિધ અનાજ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે ઉપયોગી સવલત પૂરી પાડી હતી,જેનો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો છે. 22 એપ્રિલના રોજ રાજકોટ જિલ્લામાં 1526 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,જેમાં રાજકોટ તાલુકાના 782,જેતપુર તાલુકાના 99,જસદણ તાલુકાના 110 અને ગોંડલ તાલુકાના 535 ખેડૂતોનો સમાવેશ થાય છે,જયારે અત્યાર સુધી થયેલા કૂલ 7432 ઓનલાઇન રજિસ્ટ્રેશનમાંરાજકોટ તાલુકાના 4021,જેતપુર તાલુકાના 378,જસદણ તાલુકાના 888 અને ગોંડલ તાલુકાના 2145 ખેડૂતોનો સમાવેશ થાય છે,તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ટી.સી.તીર્થાણીની યાદીમાં જણાવાયું છે.

ઉદ્યોગકારોને રાહત આપતું જિલ્લા વહીવટીતંત્ર, 6448 ઔદ્યોગિક એકમોને મંજૂરી

લોકડાઉનના પગલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી આંશિક ઔદ્યોગિક છૂટછાટ અન્વયે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 એપ્રિલ સુધી જિલ્લાના કૂલ 6448 ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે,ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના કૂલ 6475 એકમોએ અરજી કરી હતી.જે પૈકી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 1999 એકમો તેમજ જી.આઇ.ડી.સી.બહારના 4999 એકમોને તેમનાઔદ્યોગિક એકમો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

વોર્ડ નં. 1,2 ,4, 6, 7, 8, 9,10,12, 13, 17 અને 18ના વિસ્તારોમાં આરોગ્ય શાખાની 33 ટીમોની ડોર ટુ ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી

કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાયના વોર્ડ નં. 1,2 ,4, 6, 7, 8, 9, 10, 12, 13, 17 અને 18નાના વિસ્તારોમાં આરોગ્ય શાખાની 33 ટીમો દ્વારા ડોર ટુ ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવે છે. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે, જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે. લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યક્તિનો રિપોર્ટ પણ કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.મનપાની આરોગ્ય શાખા દ્વારા જંગલેશ્વર વિસ્તાર સિવાય શહેરના અલગ અલગ વિસ્તારોમાં 66 મેમ્બરોની 33 ટીમો દ્વારા એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી શરુ કરવામાં આવી છે. જેમાં 5 સુપરવાઇઝર પણ સાથે રહેશે. આ ટીમો દ્વારા શહેરમાં ડોર ટુ ડોર જઈ કોરોના વાઈરસના લક્ષણો અંગે તપાસ કરવામાં આવે છે. જેમાં ઉધરસ, તાવ અને શરદીની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાશે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કે રીપોર્ટ કરવામાં આવશે.

રાજકોટનાં 9500 જેટલા મિલકતધારકોએ રૂપિયા 3.33 કરોડનો ઓનલાઈન ટેક્સ ભરપાઈ કર્યો

હાલ કોરોનાની પરિસ્થિતિને પગલે માત્ર ઓનલાઈન જ વેરા ભરપાઈ કરી શકાય છે. પુરુષ મિલકતધારકોને 11ટકા વળતર તથા મહિલા મિલકતધારકોને 16 ટકા વળતર યોજના ચાલુ છે. હાલની કોરોના વાઇરસની મહામારીને ચાલી રહેલ છે ત્યારે માત્ર ઓનલાઈન જ મિલકત વેરો ભરપાઈ કરી શકાશે. આ પરિસ્થિતિમાં શહેરીજનો દ્વારા 2020-21ના વર્ષનો એડવાન્સ મિલકતવેરો ઓનલાઈન ભરપાઈ કરી રહ્યા છે. જેમાં 23 એપ્રિલ સુધીમાં શહેરમાંથી કુલ 9500 જેટલા મિલકતધારકો રૂપિયા 3.33 કરોડનો ટેક્સ ઓનલાઈન ભરપાઈ કરી ચૂક્યા છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વાંકાનેર યાર્ડ આજથી શરૂ

કોરોના સંક્રમણથી બચવાના પગલારૂપે લોકડાઉન લાગુ હોય ત્યારે ખેડૂતોના પાકનું વેચાણ થાય અને લોકોને અનાજ મળી રહે તેવા હેતુથી મોરબી જિલ્લામાં સૌપ્રથમ વાંકાનેર માર્કેટયાર્ડ શરુ કરવામાં આવ્યું છે. ડો . એ . કે પીરઝાદા માર્કેટયાર્ડ એ . પી . એમ . સી . વાંકાનેર ખાતે ટેલીફોનિક રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી ખેડૂતોની જણસીની નોધણી કરવામાં આવી છે. સૌ પ્રથમ ઘઉં ઉત્પાદક ખેડૂતોને લિમિટેડ સંખ્યામાં ફોન દ્વારા સુચના આપી માર્કેટયાર્ડ ખાતે બોલાવામા આવ્યા અને તેમના ઘઉંની જાહેર હરરાજી કરવામાં આવી હતી. જેમાં પ્રતીમણ રૂ. ૪૧૪ / જેવા ઉંચા ભાવમાં સારી ગુણવતાના ઘઉં વેચાયા હતા.
લોકડાઉનમાં આજીડેમ નર્મદાનીરથી ભરાતા ન્યારી ડેમ ભરવાનો શરૂ

રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટીમાં વધારો થયો છે. સૌની યોજના મારફત હાલ રાજકોટના બે ડેમો નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે. હાલ આજીડેમની સપાટી 29 ફૂટમાંથી 27 ફૂટ પર પહોંચી છે. આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટી 25 ફૂટમાંથી 18 ફૂટ પર પહોંચી છે. ટૂંક સમયમાં જ રાજકોટના બંને ડેમો ભરાઇ જશે. આ વર્ષે રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા ભોગવવી નહીં પડે.

મુસ્લિન આગેવાનો સાથએ બેઠક યોજી રમઝાનની ઇબાદત ઘરે કરવા અપીલ

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના એસીપી દિયોરાએ શહેરના મુસ્લિમ આગોવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ આગેવાનોને અપીલ કરી હતી કે, રમઝાન માસની ઇબાદત પોતાના ઘરે રહી કરે. કોરોનાના સંકટના સમયમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા કહ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રેપિડ ટેસ્ટ કીટથી 22 શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઇ


રાજકોટમાં ડોર ટુ ડોર ચકાસણી


ભાવનગરમાં પોઝિટિવ દર્દીના પરિવારજનોને ક્વોરન્ટીન કરાયા


રાજકોટમાં મુસ્લિમ આગેવાનો સાથે પોલીસની બેઠક યોજાઇ

Related posts

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 5.15 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલ

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

વડોદરામાં કોરોના વાઈરસના આજે 6 પોઝિટિવ કેસ નોંધાયા, રેડ ઝોન નાગરવાડાના 97 સહિત કુલ પોઝિટિવ 114 થયા

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live