જોક્સ 1 :
છોકરી ધાબળો ઓઢીને સૂતી સૂતી બોયફ્રેન્ડ સાથે વાત કરતા ધીરેથી બોલી,
જાનુ ક્યાં છે?
છોકરો : ક્લાસમાં બેઠી છું.
છોકરી : મારા ઘરે આવને.
છોકરો : કેમ?
છોકરી : મારા ઘરે મમ્મી પપ્પા નથી, તો આજે કંઈક નવું કરીશું.
છોકરો : મારે નથી આવવું. ગઈ વખતે આવી રીતે જ બોલાવ્યો હતો અને આખા ઘરમાં પોતું મરાવ્યું હતું.
જોક્સ 2 :
જે લોકો શિયાળામાં 10-12 દિવસ સુધી નહાતા ન હતા,
તે લોકો પણ આજકાલ 1-1 કલાકે હાથ ધોઈ રહ્યા છે.
જોક્સ 3 :
ભલું થાય હની સીંગ અને જોન સીનાનું,
જેમણે આજના બાળકોને ફેશનના નામ પર વાળ નાના કરતા શીખવાડી દીધું.
અમને તો સૌથી વધારે માર વાળને લીધે જ પડ્યો હતો.
અમે દિલજલેના અજય દેવગન બનીને ફરતા હતા,
અને જે દિવસે પપ્પાના હાથે ચડ્યા તે દિવસે ધોલાઈ કરીને,
વાણંદની દુકાને લઈ જઈ નાના પાટેકર બનાવીને જ ઘરે લાવતા હતા.
જોક્સ 4 :
અચાનક રાત્રે 2 વાગ્યે પત્નીએ પતિને ઊંઘમાંથી જગાડ્યો.
પત્ની : ત્રિદેવ ફિલ્મમાં કઈ કઈ હિરોઈન હતી?
પતિ : માધુરી દીક્ષિત, સંગીતા બિજલાની અને સોનમ.
પત્ની : દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કાજોલનું નામ શું હતું?
પતિ : સિમરન.
પત્ની : સામેવાળા ફ્લેટમાં આવેલી કવિતાને સોસાયટીમાં આવ્યાને કેટલો સમય થયો છે?
પતિ : બે મહિના.
પણ તું આ બધું શું કામ પૂછી રહી છે?
પત્ની : આજે મારો જન્મદિવસ હતો.
“સન્નાટો.”
જોક્સ 5 :
છોકરો : I Love You.
છોકરી : મારા માટે દારૂ છોડી શકે છે?
છોકરો : હા હા, એકદમ છોડી દઈશ.
છોકરી : જે માણસ દારૂ છોડી શકે છે, તે કોઈને પણ છોડી શકે છે.
બાય અને ગેટ લોસ્ટ.
છોકરો બેભાન.
જોક્સ 6 :
ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટાર,
તારી ગર્લફ્રેન્ડ ગઈ બજાર,
તેને મળી ગયો બીજો યાર,
તેની સાથે તે થઈ ગઈ ફરાર,
હવે તું બેસીને માખી માર,
કારણ કે હું જ છું તે બીજો યાર.
જોક્સ 7 :
પતિ-પત્ની રાત્રે પથારીમાં શાંતિથી સુતા હતા.
પરસ્પર કોઈ વાતચીત થઈ રહી ન હતી.
તે સમયે પત્નીના મનની ચિંતાઓ :
(1) આ મારી સાથે વાત કેમ નથી કરી રહ્યા?
(2) શું હું હવે પહેલા જેવી સુંદર નથી રહી?
(3) ક્યાંક મારું વજન તો નથી વધી ગયું ને?
(4) ક્યાંક મારા ચેહેરાની કરચલી પર તેમનું ધ્યાન ન પડી ગયું હોય.
(5) ક્યાંક તેમના જીવનમાં કોઈ બીજી તો નથી આવી ગઈને?
તે સમયે પતિના મનની ચિંતા :
વેસ્ટ બંગાળમાં સરકાર કોણ બનાવશે?
જોક્સ 8 :
પત્ની : તમે મને રાણી કેમ કહો છો?
પતિ : કારણ કે નોકરાણી ઘણો લાંબો શબ્દ છે.
પત્ની ગુસ્સામાં : તમને ખબર છે કે, હું તમને જાન કહીને કેમ બોલાવું છું?
પતિ : નહિ, કહે તો.
પત્ની : કારણ કે જાનવર ઘણો લાંબો શબ્દ થઈ જાય છે, એટલે ફક્ત જાન કહું છું.
જોક્સ 9 :
એક રીક્ષાવાળાના લગ્ન થઈ રહ્યા હતા.
જયારે વિધિ દરમિયાન કન્યા તેની પાસે બેસી તો તે બોલ્યો,
થોડા નજીકથી બેસો, આટલી જગ્યામાં હજી એક બેસી શકે એમ છે.
પછી શું હતું, મંડપમાં જ દે થપ્પડ… દે થપ્પડ…
જોક્સ 10 :
હરીશ : તારી આંખ પર સોજો કેમ છે?
પપ્પુ : કાલે હું પત્ની માટે બર્થડે કેક લઈને ગયો હતો.
હરીશ : પણ તેનો આંખ સોજી જવા સાથે શું સંબંધ છે?
પપ્પુ : મારી પત્નીનું નામ તપસ્યા છે, પણ કેકવાળા મૂર્ખ દુકાનદારે લખ્યું હતું,
હેપ્પી બર્થડે સમસ્યા.
જોક્સ 11 :
માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીને ક્યાં જઈ રહી છે?
દીકરી : માં હું કોલેજ જાઉં છું.
માં : દીકરી તને કોઈ છોકરો પસંદ છે કે?
દીકરી ખુશ થઈને : હા માં ખુબ પસંદ છે.
માં : તો તેને કહી દે જે કે તારા લગ્ન મેઘાણીની દીકરી સાથે નક્કી કરી દીધા છે.
જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરજો.
Source: gujaratilekh.com