અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.
જોક્સ 1 :
શહેરની છોકરીના લગ્ન ગામમાં થઈ ગયા.
છોકરીની સાસુએ તેને ભેંસને ઘાસ નાખવા માટે કહ્યું.
છોકરી ભેંસને ઘાસ નાખવા ગઈ તો ભેંસના મોં માં ફીણ જોઈને પાછી આવી ગઈ.
સાસુ : શું થયું વહુ?
છોકરી : મમ્મીજી, અત્યારે ભેંસ કોલગેટ કરી રહી છે.
જોક્સ 2 :
વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએ દીકરાને મેસેજ કર્યો,
પપ્પા : ઓય, જોક્સ મોકલ.
દીકરાએ મેસેજ કર્યો : અત્યારે હું ભણી રહ્યો છું.
થોડી વાર પછી….
પપ્પા : મસ્ત હતો બીજા પણ મોકલ.
જોક્સ 3 :
એક ઘણા કાળા અને કદરૂપા પતિએ પોતાની પત્નીને કહ્યું,
પતિ : આપણું બાળક સુંદર હોવું જોઈએ.
પત્ની : સાંભળો, અરીસામાં જોઈને સારી રીતે વિચારી લો.
બાળક સુંદર હોવું જોઈએ, બરાબર!
પછી મને કાંઈ ન કહેતા.
જોક્સ 4 :
લગ્ન પહેલા થનારી પત્નીનો મેસેજ આવ્યો…
‘મારા લગ્ન ક્યાંક બીજે નક્કી થઈ ગયા છે, હવે આપણા લગ્ન નહિ થઈ શકે.’
છોકરો ટેંશનમાં આવી ગયો.
થોડી વારમાં બીજો મેસેજ આવ્યો, ‘સોરી ભૂલથી તમને મોકલાઈ ગયો.’
છોકરો ફરીથી ટેંશનમાં આવી ગયો.
જોક્સ 5 :
એક નવા ટીચરે ક્લાસમાં પૂછ્યું : ભારતના એક મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?
એક વિદ્યાર્થી : સર, આલિયા ભટ્ટ.
ટીચર : સોટી લઈને… બસ આજ શીખ્યા છો?
બીજો વિદ્યાર્થી : એ તોતડો છે સર.. એ આર્યભટ્ટ બોલી રહ્યો છે.
જોક્સ 6 :
લગ્નમાં એક માણસે 7-8 ગુલાબજાંબુ લીધા,
તે બધા ગુલાબજાંબુ થોડા થોડા ખાઈને પ્લેટમાં મૂકી રહ્યો હતો.
કોઈએ પૂછ્યું કે ભાઈ ગુલાબજાંબુ મીઠા છે કે નથી તે ચેક કરી રહ્યા છો કે શું?
પેલો માણસ બોલ્યો : ના ભાઈ ના, હવે આ ગુલાબજાંબુ પ્લેટમાં ગબડીને અથાણાં કે ચટણીમાં નહિ જાય.
પછી ખબર પડી કે તે માણસ એન્જીનીયર હતો.
જોક્સ 7 :
પત્ની : હેલો, ક્યાં છો?
પતિ : યાદ છે ગઈ દિવાળી પર આપણે સોનીની દુકાન પર ગયા હતા,
જ્યાં તને એક હાર પણ ગમી ગયો હતો.
પત્ની : હા યાદ આવ્યું.
પતિ : અને તે સમયે મારી પાસે પૈસા ન હતા.
પત્ની (ખુશ થઈને) : હા યાદ છે.
પતિ : અને મેં કહ્યું હતું કે એક દિવસ તમે આ હાર લઇ આપીશ.
પત્ની (વધારે ખુશ થઈને) : હા હા ઘણું સારી રીતે યાદ છે.
પતિ : બસ એજ દુકાનની બાજુવાળી દુકાનમાં વાળ કપાવી રહ્યો છું, ઘરે આવતા થોડું મોડું થશે.
જોક્સ 8 :
એક વકીલે નવી ઓફિસ ખોલી, બીજા દિવસે તેને પહેલો ક્લાયન્ટ આવતો દેખાયો.
ક્લાયન્ટ જેવો જ ઓફિસમાં પ્રવેશ કરવાનો હતો કે, વકીલે ટેલિફોન ઉંચકીને ક્લાયન્ટની સામે હોંશિયારી મારતા કહ્યું,
સાંભળો મગનલાલ, તમે હરજીભાઈને કહો કે તે કેસ જીતી ગયા છે.
પછી ઓફિસમાં આવેલા તે વ્યક્તિ તરફ જોઈને બોલ્યા : જી કહો, હું તમારી શું સેવા કરી શકું છું.
વ્યક્તિએ થોડું અચકાઈને કહ્યું : મારે કાંઈ નથી કરાવવું,
હું તો ખાલી તમારો ટેલિફોન રિપેયર કરવા આવ્યો છું.
જોક્સ 9 :
પહેલો મિત્ર : તને ખબર છે મેં પેલી છોકરી માટે સિગરેટ પીવાનું છોડી દીધું,
બારમાં જવાનું છોડી દીધું, જુગાર રમવાનું પણ છોડી દીધું.
બીજો મિત્ર : તો પછી તું તે છોકરી સાથે લગ્ન કેમ નથી કરતો?
પહેલો મિત્ર : અરે યાર આટલો સુધરી ગયો છું,
હવે વિચારું છું બીજી છોકરી જ પટાવી લઉં.
જોક્સ 10 :
પતિ રોજ રાત્રે સુતા પહેલા ખાંડનો ડબ્બો જોતો અને પછી સુઈ જતો.
પત્નીથી રહેવાયું નહિ અને એક દિવસ તેને પૂછી લીધું,
આ રોજ તમે સુતા પહેલા ખાંડનો ડબ્બો કેમ જુઓ છો?
પતિ : ડોક્ટરે કહ્યું હતું કે, રાત્રે સુતા પહેલા શુગર ચેક કરી લેવું.
જોક્સ 11 :
આજનું જ્ઞાન :
ભણતર અને જિમ હંમેશા ‘કાલ’ થી શરૂ થાય છે.
અને સિગરેટ અને દારૂ પણ ‘કાલ’ થી જ છોડવામાં આવે છે.
અને એટલું તો તમને ખબર જ હશે કે ‘કાલ’ ક્યારેય આવતી જ નથી.
જોક્સ 12 :
ટીચર : બહુવચન કોને કહે છે?
પપ્પુ : જયારે વહુ પોતાના સાસરીવાળાને ખરું-ખોટું સંભળાવે છે,
તેને બહુવચન કહે છે.
ટીચર બેભાન થતા થતા બચી.
જોક્સ 13 :
એક ગામમાં પૂર આવ્યું હતું, મીડિયાવાળા સરપંચ પાસે ગયા અને બોલ્યા :
તમારા ગામની વસ્તી સરકારી રજીસ્ટરમાં 500 છે, અને પાણીમાંથી 900 લોકોને કઢાવામાં આવ્યા છે, એવું કેમ?
સરપંચ : રજીસ્ટરનો હિસાબ બિલકુલ સાચો છે.
શું છે અમારા ગામમાં કોઈ હેલીકૉપટરમાં બેસ્યું નથી,
તો રેસ્ક્યુવાળા તેમને કાઢીને બહાર લઇ જાય છે પછી તે લોકો પાછા પાણીમાં કૂદી પડે છે.
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને like અને share જરૂર કરજો.
Source: gujaratilekh.com