અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.
જોક્સ 1 :
બહેનપણી : હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ.
પિંકી : કેમ ઘરમાં ચોરી થઇ ગઈ શું?
બહેનપણી : મારા પતિનું ઓફિસમાં એક છોકરી સાથે ચક્કર ચાલી રહ્યું છે.
પિંકી : અરે આ તો ઘણું ખોટું થયું. પણ તને ખબર કઈ રીતે પડી?
બહેનપણી : મારા બોયફ્રેન્ડે કાલે તેને એક છોકરી સાથે જોઈ લીધો.
જોક્સ 2 :
એક જમાનો હતો જ્યારે લોકો પ્રેમમાં ‘અમર’ થતા હતા.
પછી જમાનો આવ્યો જેમાં લોકો પ્રેમમાં ‘આંધળા’ થવા લાગ્યા.
અને હવે તો એવો સમય આવ્યો છે કે લોકો પ્રેમમાં ‘તોતળા’ થઈ જાય છે.
જોક્સ 3 :
કુંવારા લોકોની સૌથી નાની પરિભાષા,
‘ટાઇગર અભી જિંદા હૈ.’
પરણેલા પુરુષની સૌથી નાની પરિભાષા,
‘એક થા ટાઇગર.’
જોક્સ 4 :
પપ્પા : દીકરા તારા રિઝલ્ટનું શું થયું?
પપ્પુ : પપ્પા 80 % આવ્યા છે.
પપ્પા : લાવ તારી માર્કશીટ દેખાડ.
પપ્પા : આની પર તો 40% લખ્યા છે?
પપ્પુ : બાકીના 40% આધારકાર્ડ લિંક થવા પર સીધા એકાઉન્ટમાં આવશે.
જોક્સ 5 :
છોકરી : જાનુ, તારી આ ડાયમંડ રિંગ મને આપી દે.
છોકરો : કેમ ડાર્લિંગ?
છોકરી : હું રોજ આને જોઈને તને યાદ કરીશ.
છોકરો : યાદ તો તું આમ પણ કરશે જ.
છોકરી : એ કઈ રીતે?
છોકરો : એ વિચારીને કે, ડાયમંડ રિંગ માંગી હતી પણ સાલાએ આપી નહિ.
જોક્સ 6 :
છોકરી : મારા પપ્પાએ કહ્યું કે, જો હું પરીક્ષામાં નાપાસ થઇ ગઈ,
તો મારા લગ્ન રીક્ષાવાળા સાથે કરાવી દેશે.
પપ્પુ : અરે વાહ! મારા પપ્પાએ કહ્યું કે,
જો હું નાપાસ થયો તો મને રીક્ષા અપાવી દેશે.
જોક્સ 7 :
મેડમ : જે મૂર્ખ હોય તે ઉભા થઇ જાય.
પપ્પુ ઉભો થઇ ગયો.
મેડમ : તું મૂર્ખ છે?
પપ્પુ : ના મેડમ, આ તો તમે એકલા ઉભા હતા એટલે મને સારું નહિ લાગ્યું.
જોક્સ 8 :
તે ફરી ફરીને જોઈ રહી હતી મને,
હું ફરી ફરીને જોઈ રહ્યો હતો તેને,
તે મને, હું તેને,
હું તેને, તે મને,
કારણ કે, પરીક્ષામાં ન તો તેને કાંઈ આવડતું હતું, ન તો મને.
જોક્સ 9 :
આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,
જેણે એવું કહ્યું હતું કે,
દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે.
એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,
જો ના કર્યા હોત તો આજે હું પણ સફળ હોત.
જોક્સ 10 :
છોકરો : તમે છોકરીઓ લવ મેરેજ શા માટે કરો છો?
છોકરી : અજાણ્યા નમૂના મળવાથી સારું છે,
જાણીતા મૂર્ખ મળી જાય.
છોકરી : તમે છોકરાઓ લવ મેરેજ કેમ કરો છો?
છોકરો : એનાકોંડા મળવા કરતા સારું છે કે,
પહેલાથી પાળેલી નાગણ મળે.
જોક્સ 11 :
પતિ-પત્ની રાત્રે ઢાબળો ઓઢી સુતેલા હતા,
અચાનક રૂમમાં “કિટ કિટ”નો અવાજ આવવા લાગ્યો.
પત્ની : ઉઠો અને જુઓ તો ઉંદર કપડાં કાતરતો હોય એવું લાગે છે.
પતિ : અરે આખો ઢાબળો તેં ખેંચી લીધો એટલે ઠંડીમાં મારા દાંતનો અવાજ આવી રહ્યો છે.
જો તમને આજના જોક્સ ગમ્યા હોય તો આને પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે શેયર કરવાનું ભૂલતા નહિ.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com