જોક્સ 1 :
છોકરો (પોતાની ગર્લફ્રેન્ડને) : પીઝા ખાઈશ?
ગર્લફ્રેન્ડ : ના, આજકાલ હું લાઈટ ખાઈ રહી છું.
છોકરો (વેટરને) : મારા માટે એક પીઝા લઇ આવો,
અને આ મેડમ માટે બે એલઇડી લાઈટ.
જોક્સ 2 :
પિતા : પેપર કેવું ગયું?
દીકરો : પહેલો સવાલ છૂટી ગયો,
ત્રીજો આવડતો ન હતો,
ચોથો લખવાનો ભૂલી ગયો,
પાંચમો દેખાયો જ નહિ.
પિતા : અને બીજો સવાલ?
દીકરો : બસ એજ ખોટો પડી ગયો.
જોક્સ 3 :
પ્રેમી : શું તું જાણે છે સંગીતમાં એટલી શક્તિ હોય છે કે તેનાથી પાણી ગરમ થઈ શકે છે.
પ્રેમિકા : હા જરૂર, એવું શક્ય છે.
તારું ગીત સાંભળીને મારુ લોહી ઉકલી શકે છે, તો પાણી કેમ નહિ.
જોક્સ 4 :
એક અંકલે એક બાળકને પૂછ્યું, ભણવાનું કેવું ચાલી રહ્યું છે?
બાળકે જવાબ આપ્યો : અંકલ, સમુદ્ર જેટલો સિલેબસ છે.
નદી જેટલું વાંચી શકીએ છીએ,
ડોલ જેટલું યાદ રહે છે,
ગ્લાસ જેટલું લખી શકીએ છીએ,
ઢાંકણ જેટલા માર્ક્સ આવે છે,
તેમાં જ ડૂબવાનું મન થાય છે.
જોક્સ 5 :
પત્ની : જણાવો ને ખાવાનું કેવું બન્યું છે?
પતિ : તું પણ છે ને, લડવાના બહાના શોધતી રહે છે.
જોક્સ 6 :
પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું?
પતિ : ઘણી વધારે.
પત્ની : સાચું કહોને કેટલી?
પતિ : એટલી વધારે કે મન થાય છે કે તારા જેવી બીજી એક લઇ આવું.
જોક્સ 7 :
પપ્પૂ અને ગપ્પુ વાત કરી રહ્યા હતા,
પપ્પુ : મારો બોસ બધાને પરેશાન કરતો હતો,
તો ગઈકાલે સાંજે મેં તેના ખાલી ટિફિનમાં ચુપચાપ બે ચોકલેટ મૂકી દીધી અને એક ચિઠ્ઠી પણ મૂકી દીધી.
ગપ્પુ : ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?
ચિઠ્ઠીમાં લખ્યું હતું : જાનુ બંને તું જ ખાજે, પેલી ચુડેલને ના આપતો.
આજે બોસ ઓફિસમાં લંગડાતો લંગડાતો આવ્યો,
ચહેરો એટલો સોજી ગયો હતો કે એક આંખ પણ ખોલી શકતો ન હતો.
જોક્સ 8 :
પતિ : આજે વ્રત રાખ્યું છે?
પત્ની : હા.
પતિ : ફરાળમાં શું ખાધું?
પત્ની : કાંઈ ખાસ નહિ.
પતિ : છતાં પણ જણાવને શું ખાધું?
પત્ની : કેળા, સફરજન, મગફળી, ફ્રૂટ ક્રીમ, બટાકાની ટિક્કી,
સાબુદાણાની ખીર, સાબુદાણાના પાપડ, મોરૈયો,
સિંગોડાના લોટનો હલવો, કાકડી, ચા અને જ્યુસ.
પતિ : ઘણું મુશ્કેલ વ્રત રાખ્યું છે તે તો, આવું વ્રત રાખવું જેવા તેવાનું કામ નથી.
બીજું કાંઈ ખાવાની ઈચ્છા છે? ક્યાંક શરીરમાં નબળાઈ ન આવી જાય.
જોક્સ 9 :
દીકરી : હું પાડોશીને પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી જાઉં છું.
પિતા : ભગવાનનો ખૂબ ખૂબ આભાર.
મારા પૈસા અને સમય બંને બચી ગયા.
દીકરી : પપ્પા, હું તો ચિઠ્ઠી વાંચી રહી છું, જે મમ્મી મૂકીને ગઈ છે.
પિતા બેભાન.
જોક્સ 10 :
પત્ની : સાંભળો, મારે એક નવી સાડી લેવી છે.
પતિ : પણ તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.
પત્ની : અરે… એ સાડીઓ તો આખી સોસાયટીએ જોઈ લીધી છે.
પતિ : તો પછી સાડી શું કામ લેવી, આપણે સોસાયટી જ બદલી દઈએ.
આશા રાખીએ છીએ કે, તમને આ જોક્સ પસંદ આવ્યા હશે, તો અને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.
Source: gujaratilekh.com