અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.
જોક્સ 1 :
એક પત્ની સવાર-સવારમાં પથારીમાંથી ઉઠીને સીધી મેકઅપ કરવા લાગી ગઈ.
ત્યારે પતિની પણ આંખ ખુલી ગઈ.
પતિ : પાગલ થઈ ગઈ છે કે શું? સવાર સવારમાં મેકઅપ!
પત્ની : તમે ચુપચાપ પડ્યા રહો, મારે મારો ફોન ખોલવાનો છે,
મેં ફેસ અનલોક રાખ્યું છે, અને હવે તે મને ઓળખી નથી રહ્યો.
જોક્સ 2 :
એક મહિલાની બહેનપણી : અરે ત્યાં જો,
પેલી છોકરી ક્યારની તારા પતિને જ જોઈ રહી છે.
મહિલા : મને ખબર છે, હું એ જોવા માંગુ છું કે,
મારો પતિ કેટલી વાર સુધી પોતાનું પેટ અંદર રાખીને ઉભો રહી શકે છે.
જોક્સ 3 :
ઇન્સ્પેકટર : આટલું બધું શા માટે પીધું છે?
દારૂડિયો : મજબૂરી હતી ભાઈ.
ઇન્સ્પેકટર : એવી કેવી મજબૂરી?
દારૂડિયો : બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું.
જોક્સ 4 :
દારૂડિયો પતિ દારૂ પીધા પછી પોતાની પત્નીને : તમે કોણ છો?
પત્ની : પાગલ થઈ ગયા છો કે શું? પોતાની પત્નીને ભૂલી ગયા.
દારૂડિયો : નશો દરેક દુઃખ ભુલાવી દે છે બહેન.
જોક્સ 5 :
સ્કૂલમાંથી ઘરે આવ્યા પછી રમેશે પિતાને નિરાશ થઈને કહ્યું,
પપ્પા ટીચર મને રોજ મારે છે.
પપ્પા : તું જરા પણ ડરતો નહિ, તું સિંહનો દીકરો છે.
રમેશ : ટીચર પણ આવું જ કહે છે?
પપ્પા : શું કહે છે તારી ટીચર?
રમેશ : તે કહે છે, ના જાણે ક્યા જાનવરની ઓલાદ છે, ક્યારેય ભણતો જ નથી.
જોક્સ 6 :
પતિએ ઓફિસમાં બેઠા બેઠા ફેસબુક પર પોસ્ટ કરી,
પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…
તરત જ પત્નીની કમેન્ટ આવી,
ધરતી છૂતે હી ધનિયા લે આના અપને ભવન મેં,
વર્ના એક ભી બાલ બચને ન દૂંગી તુમ્હારે ચમન મેં.
જોક્સ 7 :
દીકરો : પપ્પા તમે દારૂ પીવાનું બંધ કરી દો.
પિતા : પીવા દે દીકરા, સાથે શું લઇ જવાનું છે?
દીકરો : આ રીતે પીતા રહેશો, તો મૂકીને શું જશો?
જોક્સ 8 :
એક વાર પતિ-પત્ની ફરવા જઈ રહ્યા હતા,
રસ્તામાં તેમને એક ગધેડો મળ્યો.
પત્નીને મજાક કરવાનું મન થયું તો પતિને કહ્યું,
જુઓ તમારો સંબંધી આવ્યો છે, નમસ્તે કરો.
પતિ પણ અઘરી નોટ હતો,
તે તરત જ બોલ્યો : નમસ્તે સસરાજી, તબિયત-પાણી કેવા છે તમારા?
જોક્સ 9 :
માસ્ટર : બાળકો જણાવો કાંટા ભરેલા રસ્તા પર તમારો સાથ કોણ આપશે?
પતિ, પત્ની, ભાઈ, બહેન, માં, બાપ, પ્રેમી, પ્રેમિકા કે મિત્ર?
રામુ ઉભો થઈને બોલ્યો : સાહેબ ચપ્પલ આપશે અમારો સાથ.
દરેક વખતે ઈમોશનલ થવું જરૂરી નથી, ક્યારેક પ્રેક્ટિકલ પણ વિચારવું જોઈએ.
જોક્સ 10 :
હું તમારા ભૂરા શર્ટને ઈસ્ત્રી કરી રહી હતી, તો શર્ટ એક જગ્યાએથી થોડો બળી ગયો છે.
પતિ : કાંય વાંધો નહિ, મારી પાસે આમ પણ હજુ એક ભૂરુ શર્ટ છે.
પત્ની : મને ખબર હતી એટલા માટે મેં તે શર્ટમાંથી એટલો ટુકડો કાપીને બળી ગયેલા શર્ટમાં લગાવી દીધો.
જો તમને આજના આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.
Source: gujaratilekh.com