14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

મજેદાર જોક્સ : ડોક્ટર : શું સમસ્યા છે? દર્દી : હું શું કામ જણાવું? તમે જાતે શોધો કઈ બીમારી છે? ડોક્ટર : આમને…

નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે લેટેસ્ટ અને મજેદાર ગુજરાતી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમે ખુશ થઇ જશો. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ 1 :

અસલી ખગોળશાસ્ત્રીઓ તો પરિવારમાં જ હોય છે..

એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી.

બીજા પપ્પા જે એક જ થપ્પડમાં આખું બ્રહ્માંડ દેખાડતા હતા.

અને ત્રીજી પત્ની : જે દિવસમાં તારા દેખાડે છે.

આ નાસા વાસા તો બધું ભ્રમ છે.

જોક્સ 2 :

દીકરો : પપ્પા એક વાત કહું?

પપ્પા : હા બોલ.

દીકરો : સોશિયલ મીડિયા પર મારા 10 આઈડી છે.

પપ્પા : હા તો આ બધું મને શું કામ જણાવી રહ્યો છે?

દીકરો : તમે જે પૂજા શર્માને 10 દિવસથી ચા પીવા બોલાવી રહ્યા છો, તે હું જ છું.

પછી શું, દે થપ્પડ… દે થપ્પડ…

જોક્સ 3 :

પત્ની અંગ્રેજીની ચોપડી વાંચી રહી હતી.

તેણે પોતાના પતિને પૂછ્યું,

સાંભળો છો, આ complete અને finish માં શું ફરક હોય છે?

પતિ : જો લગ્ન યોગ્ય છોકરી સાથે થઈ જાય તો સમજો કે જીવન complete,

અને જો ખોટી છોકરી સાથે થઈ જાય તો સમજો કે જીવન finish.

જોક્સ 4 :

ચાર મિત્રો હોટલમાં જમ્યા પછી બિલ આપવા બાબતે અંદરોઅંદર ઝગડી પડ્યા.

અંતમાં નક્કી થયું કે જે હોટલનો ચક્કર લગાવીને સૌથી પહેલા આવશે, તે બિલ આપશે.

મેનેજરે સીટી વગાડી અને ચારેય જણા ભાગ્યા…

10 દિવસ થઇ ગયા, બિચારો મેનેજર આજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યો છે.

જોક્સ 5 :

મહિલા : શેઠજી લાલ મરચું આપજો.

શેઠ (નોકરને) : લીલું મરચું લાવ જલ્દી…

મહિલા : શેઠજી, લાલ મરચું જોઈએ…

શેઠ : લીલું મરચું લાવ જલદી…

મહિલા (ગુસ્સામાં) : અરે પાગલ થઈ ગયા છો કે શું? લાલ મરચું માંગી રહી છું લાલ…

શેઠ : બહેન શાંતિ રાખો, લાલ મરચું જ આપીશ, આ લીલું તો મારા નોકરનું નામ છે.

જોક્સ 6 :

છોકરી : રડી કેમ રહ્યો છે?

નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીને પપ્પી નથી કરી.

છોકરી : સારું, રડવાનું બંધ કર અને મને ગાલ પર પપ્પી કરી લે.

પપ્પી કર્યા પછી તે નાનો છોકરો જોર જોરથી હસવા લાગ્યો,

છોકરી : હવે આટલો બધો હસી કેમ રહ્યો છે?

નાનો છોકરો : મેં આ રીતે રડી-રડીને શેરીની બધી છોકરીઓને પપ્પી કરી લીધી.

જોક્સ 7 :

ડોક્ટર : શું તકલીફ છે?

દર્દી : હું શું કામ જણાવું?

તમે જાતે જ શોધી લો, ડોક્ટર તમે છો કે હું?

ડોક્ટર (સ્ટાફને) : આને ઓપરેશન થીએટરમાં લઈ જાવ,

આની કિડની નકામી થઈ ગઈ છે, કાઢવી પડશે.

દર્દી : અરે… અરે… આ શું કહી રહ્યા છો?

મારી કિડની તો સારી જ છે, મને તો પગ દુઃખે છે.

ડોક્ટર : શાંતિથી બેઠો રે, ડોક્ટર તું છે કે હું.

જોક્સ 8 :

પંડિતજીએ છોકરા અને છોકરીની કુંડળી મેચ કરી,

36 એ 36 ગુણ મેચ થઇ ગયા, છતાં પણ છોકરાવાળાએ લગ્ન માટે ના પાડી દીધી.

છોકરીવાળાએ ચકિત થઈને પૂછ્યું,

બધા ગુણ મળી રહ્યા છે, તો તમે ના કેમ પાડી રહ્યા છો?

છોકરાવાળાએ કહ્યું : અમારો છોકરો સાવ નકામો છે,

તો શું વહુ પણ તેના જેવી જ લઇ આવીએ.

જોક્સ 9 :

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાં ડિનર કરવા ગયો.

પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?

ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અને તારા માટે એમ્બ્યુલન્સ.

પપ્પુ : અરે એમ્બ્યુલન્સ કેમ?

ગર્લફ્રેન્ડ : પાછળ જો તારી પત્ની ઉભી છે.

જોક્સ 10 :

પતિ : આ કેવો ફોટો પાડ્યો છે તેં?

પાછળ કૂતરો આવી ગયો. મારે આને ફેસબુક પર મુકવાનો હતો.

પત્ની : (ચા પિતા પિતા) હા તો એમાં શું થયું?

લખી દેજો ને કે આગળ વાળો હું છું.

આજના આ જોક્સ તમને ગમ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

ઝૂમ મિટિંગમાં સેક્રેટરી સાથે અધિકારીએ કર્યું એવું કામ કે તેમની સામે લેવાયા આ પગલાં

Amreli Live

આજને નોકરીમાં અને વ્‍યવસાયમાં બઢતી અને વૃદ્ઘિના યોગ છે, જાણો તમારા નસીબના તારા શું કહે છે.

Amreli Live

રાશિફળ 2021 : તુલા રાશિવાળાઓ માટે કેવું રહેશે 2021?

Amreli Live

શનિ દેવની કૃપાથી આ રાશિના લોકોને આજે આર્થિક લાભ મળવાની શક્યતા છે, માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

પતિ-પત્નીનું થયું એવું મૃત્યુ કે લોકો પણ બોલ્યા ભગવાન આવું મોત દુશ્મનને પણ ન આપે

Amreli Live

વાત કરીએ નેરેટિવ બિલ્ડીંગની, કઈ રીતે ‘કથ્ય’ એટલે કે પ્રપંચ થી ઉભી કરેલી છબી…

Amreli Live

મજેદાર જોક્સ : એક વ્યક્તિ બીજા વ્યક્તિને : ભાઈ ખુશી શું હોય છે, બીજો વ્યક્તિ : ખબર નહીં, મારા તો…

Amreli Live

‘જુનિયર અંબાણી’ નું થયું નામકરણ, જાણો કયા નામથી પોતાના પૌત્રને બોલાવશે મુકેશ અંબાણી.

Amreli Live

જોરદાર નોકરી : ઘરમાં નવા કપડાં પહેરીને આરામથી જુઓ TV, 25 હજાર રૂપિયાનો મળશે પગાર

Amreli Live

રણવીર-દીપિકા હોય કે વિરાટ-અનુષ્કા, શૂટિંગ દરમિયાન એકબીજાને દિલ આપી બેઠા આ સ્ટાર્સ.

Amreli Live

તેલંગાણાની પહેલી લાઈન વુમન બનીને બનાવ્યું ઉદ્દહરણ, લોકોને છે તેના પર ગર્વ

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

આ અઠવાડિયે આ 5 રાશિના લોકોને લાભ અને સફળતા મળશે, પણ આ રાશિના લોકોના જીવનમાં પડકારો આવી શકે છે.

Amreli Live

આ રાશિઓ માટે આજનો દિવસ આર્થિક લાભનો દિવસ છે, જમીન, મકાન-મિલકતના સોદા સફળ થાય.

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

લાકડા કાપનાર મજુર ખુબ મહેનત કરી બન્યો IAS અધિકારી, સ્ટેશન પર બેસીને વાંચ્યા UPSC ના પુસ્તક

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આજે નોકરીવર્ગને લાભ થાય, શુભ સમાચાર મળે.

Amreli Live

PPF એકાઉન્ટ બંધ થઇ જાય તો ના થશો પરેશાન, આ રીતે તેને ફરીથી કરી શકો છો શરૂ.

Amreli Live