જોક્સ 1 :
સરકારી હોસ્પિટલમાં ખાટલા પાસે આવીને ડોક્ટરે કહ્યું,
ડોકટર : પપ્પુ તારા માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે.
પપ્પુ : પહેલા મને ખરાબ સમાચાર જણાવો.
ડોકટર : સાંભળ, તારું ઍક્સિડન્ટ એટલી ખરાબ રીતે થયેલું છે કે તારા બન્ને પગ કાપવા પડે એમ છે.
પપ્પુ : તો હવે સારા સમાચાર શું છે?
ડોક્ટર : બાજુના ખાટલાવાળો ટપ્પુ તારા બુટ 400 રૂપિયામાં ખરીદવા માંગે છે.
જોક્સ 2 :
પપ્પુ : સાલી ટીનુંડી, બહુ થયું હવે. ત્રાસી ગયો છું હું તારી રોજ રોજની કચકચથી.
બહુ સહન કર્યું મેં તારી સાથે પરણીને. હવે બરદાસ્તની બહાર છે.
હમણાં જ નીચે જઈને મગનકાકાની દુકાનેથી ઝેરની પડીકી લઈને દૂધમાં નાંખીને પી જાઉં છું.
આટલું બોલીને પપ્પુએ બહાર જવા બારણુ ખોલ્યું ત્યાં ટીના બોલી,
“એ સાંભળો છો… એ મગનકાકાની પડીકી ના લાવતા. છેલ્લા એક અઠવાડિયાથી એમની જ પડીકી રોજ તમને દૂધમાં નાંખીને પીવડાવુ છું.”
જોક્સ 3 :
મિસ્ટર પાલ : હેલ્લો, મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલી તે હજુ સુધી આવી નથી.
મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.
પપ્પુ : સોરી સર, ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.
પણ ગભરાવ નહિ સર, તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમને ગેરેન્ટી આપું છું.
મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે. હું જ પ્લેનનો પાયલોટ છું.
જોક્સ 4 :
પપ્પુ : ગુરુદેવ લાંબુ જીવવાનો કીમિયો બતાવો.
બાબા : એમ કર લગ્ન કરી લે.
પપ્પુ : એનાથી લાંબુ જીવાશે?
બાબા : ના, પણ એનાથી આવા ભયંકર વિચારો આવતા બંધ થઈ જશે.
જોક્સ 5 :
ટીના : અલી બીના, આ પતિ પાસે ઘરના કામ કઢાવવાનો કોઈ રસ્તો છે?
બીના : છે જ ને… હું રોજ એક કીમિયો અજમાવું છું.
ટીના : મને પણ એ આઈડિયા આપ.
બીના : જો પતિદેવ પાસે ઘરના કામ કરાવતા પેહલા એક વાક્ય બોલવું જરૂરી છે,
“રહેવા દો તમારી ઉંમર થઈ, હવે તમારાથી નહિ થઈ શકે.”
જોક્સ 6 :
લગ્નની વાત કરવા પપ્પુ છોકરી વાળાના ઘરે પહોંચ્યો.
છોકરીવાળા : પણ, અમારી દીકરી તો હજુ ભણી રહી છે.
પપ્પુ : વાંધો નહિ, હું બે કલાક પછી આવીશ.
જોક્સ 7 :
ડોક્ટર : મગન, તારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે.
મગન : ખરાબ સમાચાર પહેલા આપો સાહેબ.
ડોક્ટર : સાંભળ, તારું ઓપરેશન એટલું ભારે છે કે એમાં સો માંથી નવ્વાણું દર્દી મરી જ જાય છે.
મગન : તો સાહેબ, સારા સમાચાર શું છે?
ડોક્ટર : આ મારું 100 મું ઓપરેશન છે
જોક્સ 8 :
પપ્પુ : ડોકટર સાહેબ, ગજબ થઈ ગયું.
ડોકટર : કેમ, એવું શું થયું?
પપ્પુ : અમારા લગ્નજીવનને 10 વર્ષ થયાં.
અત્યાર સુધી મારી પત્ની ઓફિસે જાઉં ત્યારે સામે જોઇને મીઠુ મીઠુ મલકાઈને ટિફિન હાથમાં આપતી.
ઓફિસેથી આવું ત્યારે સામે મરકતી મરકતી હાથમાં ઠંડા પાણીનો ગ્લાસ આપતી.
ગમે ત્યારે બહાનું કાઢીને સામે આવીને ગાલ પર ટપલી મારતી.
પણ ગયા મહિને માથાના દુ:ખાવાની તકલીફ માટે તમારી પાસે આવેલી.
એ પછી હું સામે જાઉં છું તો મોઢું મચકોડે છે. તમે એને એવી કેવી દવા આપી?
ડોક્ટર : મેં એને દવા નથી આપી. એ સાવ ખોટા નંબરના ચશ્મા પહેરતી હતી.
મેં તે કઢાવીને સાચા નંબરના ચશ્મા આપ્યા બસ.
જોક્સ 9 :
જુહુના દરિયા કિનારે પપ્પુના પગની અડફેટે એક બોટલ ઉછળી અને તેમાંથી “હુકમ કરો મેરે આકા” કહીને જિન બહાર આવ્યો.
જિન : તમે મને મુક્ત કર્યો છે. તમારી જે પણ એક ઈચ્છા હોય તે હું પુરી કરીશ.
પપ્પુ : જો ભાઈ, મારી એક પેરિસ જવાની ઈચ્છા છે. પણ વિમાનમાં મને બીક લાગે છે અને પાણીનો મને ઘાત છે એટલે સ્ટીમરમાં હું બેસી નથી શકતો.
તું એમ કર પેરિસ સુધીનો કોન્ક્રીટનો રસ્તો બનાવી દે. એટલે હું કારમાં બેસીને પેરિસ ફરી આવું.
જિન : તમારી ઈચ્છા પૂરી કરવી ઘણી મુશ્કેલ છે.
તમને ખબર છે દરિયા ઉપર પુલ બનાવવા કેટલા ખાડા ખોદવા પડે. કેટલા લાખ ટન સિમેન્ટ જોઈએ. આ અઘરું છે. તમે કોઈ બીજી ઈચ્છા જણાવો.
પપ્પુ : તો એમ કર, મારી પત્ની કયારે ખીજવાશે, કયારે પ્રેમ કરશે,
કયારે મને મારશે એ બધું એ કરે એ પહેલાં જ હું જાણી શકું તેવું વરદાન આપ.
બે મિનિટ વિચાર કરીને,
જિન : મને કહો કે પેરિસ સુધીનો રસ્તો તમારે બે લેનવાળો જોઈએ છે કે ચાર લેનવાળો?
જોક્સ 10 :
જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહેલી ટીનાએ ઈશારો કરી પપ્પુને નજીક બોલાવ્યો અને હાંફતા હાંફતા ધીરેથી એના કાનમાં કહ્યું,
ટીના : વ્હાલા! મારા ગયા પછી તમે સામેના મકાનમાં રહેતી બીના સાથે લગ્ન કરી લેજો.
પપ્પુ : નહીં નહીં, જરા પણ નહીં, તારા ગયા પછી હું કોઈને પણ પરણવાનો નથી.
ટીના : આ મારી છેલ્લી ઈચ્છા છે.
પપ્પુ : પણ કેમ?
ટીના : મારે એ બીના ઉપર વેર વાળવું છે.
Source: gujaratilekh.com