નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે લેટેસ્ટ અને મજેદાર ગુજરાતી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમે ખુશ થઇ જશો. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.
જોક્સ 1 :
ઘરમાં ધોળા દિવસે ચોરી થઇ જાય તો કોઈ નથી જોતું,
પણ જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો, ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે.
ચાણક્યની રફ કોપીમાં આને બળતરાવાળી દુનિયા જણાવવામાં આવી છે.
જોક્સ 2 :
આજકાલ સોશિયલ મીડિયા પર એટલા ગ્રુપ બન્યા છે,
કે વિચારી રહ્યો છું કે, ગ્રુપમાં જ એક રૂમ લઇ લઉં.
આ રીતે વારંવાર આવ-જા કરવાથી ઘણો થાકી જઉં છું.
જોક્સ 3 :
અમુક છોકરીઓ સુંદર પતિ માટે સોળ સોમવારના વ્રત રાખે છે,
અને તેમના પતિને જોઈએ એવું લાગે છે કે, શિવજી સોળ સોમવાર રજા પર હતા.
જોક્સ 4 :
એક સુંદર પતિ-પત્નીને કાળું બાળક થયું.
પતિએ ગુસ્સામાં પૂછ્યું : તું ગોરી, હું ગોરો પછી બાળક કાળું કઈ રીતે થયું.
ચાલાક પત્ની : જાનુ તમે ગરમ હતા, હું પણ ગરમ થઈ ગઈ હતી,
કદાચ એટલે બાળક થોડો બળી ગયો હશે.
જોક્સ 5 :
ટીચર : ન્યુટનનો નિયમ જણાવો.
છોકરો : સર આખો તો નથી યાદ, થોડું થોડું યાદ છે.
ટીચર : ચાલ જેટલું યાદ છે એટલું બોલ.
છોકરો : અને આને જ કહે છે ન્યુટનનો નિયમ.
જોક્સ 6 :
મજનુ (લેલાને) – જ્યારે પણ હું પપ્પાની તલવાર જોઉં છું,
તો મને લડાઈ પર જવાનું મન થાય છે.
લેલા : તો પછી જતો કેમ નથી?
મજનુ : શું કરું, પછી તરત જ તેમના નકલી પગ યાદ આવે છે.
જોક્સ 7 :
પત્ની : જાનુ મને એવી બે વાતો કહો,
જેમાંથી એકથી હું ખુશ થઈ જાઉં અને બીજાથી ગુસ્સે.
પતિ : તું જ મારું જીવન છે.
અને ધિક્કાર છે મને આવા જીવન પર.
જોક્સ 8 :
બે મિત્ર વાત કરી રહ્યા હતા,
પહેલો મિત્ર : યાર કાલે રાત્રે મોડેથી ઘરે પહોંચ્યો,
ઘણા બેલ વગાડ્યા પણ પત્નીએ દરવાજો ખોલ્યો જ નહિ,
આખી રાત રસ્તા પર પસાર કરવી પડી.
બીજો મિત્ર : પછી સવારે પત્નીને ખખડાવી કે નહિ?
પહેલો મિત્ર : અરે ના યાર…
સવારે યાદ આવ્યું કે, પત્ની તો પિયર ગઈ છે,
અને ચાવી મારા ખીસામાં જ હતી.
જોક્સ 9 :
ટીચર : કાલે કેમ આવ્યો નહતો?
રામુ : પડી ગયો અને વાગ્યું હતું.
ટીચર : ક્યાં પડી ગયો અને શું વાગ્યું હતું.
રામુ : પથારીમાં પડી ગયો હતો અને આંખ લાગી ગઈ હતી.
જોક્સ 10 :
એક મચ્છર પરેશાન બેઠો હતો.
બીજાએ પૂછ્યું : ભાઈ શું થયું તને?
પહેલો બોલ્યો : યાર ગજબ થઈ રહ્યું છે,
ઉંદરના પાંજરામાં ઉંદર રહે છે,
સાબુના બોક્સમાં સાબુ રહે છે,
પણ મચ્છરદાનીમાં માણસ ઊંઘી રહ્યો છે.
જોક્સ 11 :
દાદીને ગીતા વાંચતા જોઈ પૌત્રએ પોતાની માં ને પૂછ્યું,
માં દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહી છે?
માં : દીકરા હવે તે ફાઇનલ યરની તૈયારી કરી રહી છે.
Source: gujaratilekh.com