આજે અમે તમારા માટે કેટલાક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ. આ જોક્સ આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડ કરી રહ્યા છે. અને અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો વધુ સમય બગાડ્યા વગર શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.
જોક્સ 1 :
એક છોકરો રાત્રે મોડેથી ઘરે આવ્યો.
માં : ક્યાંથી આવી રહ્યો છે?
છોકરો : કેબ્રે ડાન્સ જોવા ગયો હતો.
માં : હે ભગવાન, તે કોઈ એવી વસ્તુ તો નથી જોઈને જે તારે નહિ જોવાની હતી.
છોકરો : હા જોઈને.
માં : શું જોયું?
છોકરો : ત્યાં પપ્પાને જોયા.
જોક્સ 2 :
માસ્ટર : નાલાયક વાંચવાનું શરૂ કર પરીક્ષા નજીક આવી રહી છે.
કોઈ દિવસ તેં તારી કોઈ બુક ખોલી છે?
ચિન્ટુ : હા માસ્ટરજી, હું તો રોજ મારી એક બુક ખોલું છું.
માસ્ટર : કઈ?
ચિન્ટુ : ફેસબુક.
જોક્સ 3 :
મજનુ (લેલાને) – જ્યારે પણ હું પપ્પાની તલવાર જોઉં છું,
તો મને લડાઈ પર જવાનું મન થાય છે.
લેલા : તો પછી જતો કેમ નથી?
મજનુ : શું કરું, પછી તરત જ તેમના નકલી પગ યાદ આવે છે.
જોક્સ 4 :
એક છોકરીનો ફોન ટોયલેટમાં પડી ગયો, પછી ટોયલેટમાંથી જિન પ્રગટ થયો.
જિને છોકરીને સોનેરી ફોન આપ્યો અને કહ્યું કે લે આ તારો ફોન.
છોકરીને કુહાડીવાળી વાર્તા યાદ આવી.
તેણે પોતાની ઈમાનદારીનો પરિચય આપતા કહ્યું કે, આ સોનાનો ફોન મારો નથી.
જિન : અરે પાગલ, મને રડાવશે કે શું? ધોઈને જો તારો જ ફોન છે.
જોક્સ 5 :
પપ્પુ પરેશાન થઈને બકબક કરી રહ્યો હતો…
ઘણા વર્ષો પહેલા એક બાબાએ કહ્યું હતું કે,
ભગવાન તને એટલું આપશે કે તું સંભાળી નહિ શકે.
હવે ખબર પડી કે એ વજનની વાત કરી રહ્યા હતા.
જોક્સ 6 :
સ્કૂલેથી આવ્યા પછી પપ્પુએ પોતાના પપ્પાને કહ્યું,
પપ્પુ : પપ્પા મારી મેડમ મને રોજ મારે છે.
પપ્પા : તું ડરતો નહિ, તું તો સિંહની ઓલાદ છે.
પપ્પુ : મેડમ પણ આવું જ કહે છે.
પપ્પા : શું?
પપ્પુ : મેડમ કહે છે, તું કોઈ જાનવરની ઓલાદ લાગે છે, કાંઈ વાંચતો જ નથી.
જોક્સ 7 :
પત્ની : તમે મને એવી બે વાતો કહો કે,
એકથી હું ખુશ થઈ જાઉં અને બીજાથી ગુસ્સો આવી જાય.
પતિએ કહ્યું : તું મારું જીવન છે.
અને ધિક્કાર છે આવા જીવન પર.
જોક્સ 8 :
મુકેશભાઈ પોતાના દીકરાને મારી રહ્યા હતા.
પાડોશી હરીશભાઈએ પૂછ્યું : આ બિચારાને કેમ મારી રહ્યા છો?
મુકેશભાઈ : આ અને બિચારો…
અરે! એક નંબરનો નંગ છે આ.
મેં તેને 1-1 દાદર છોડીને ચડવા કહ્યું હતું જેથી ચપ્પલ ઓછી ઘસાય,
પણ આ નાલાયક 2-2 દાદરા છોડીને ચડ્યો,
એમાં પેન્ટ ફાડી નાખ્યું પોતાનું.
જોક્સ 9 :
ઘણા દિવસો પછી છગન બગીચામાં ફરવા ગયો.
ઘરે આવીને તેણે પોતાની પત્નીને કહ્યું,
છગન : તને ખબર છે? લોકો મને ભગવાન માનવા લાગ્યા છે.
પત્ની : તમને કઈ રીતે ખબર પડી?
છગન : જયારે હું બગીચામાં ગયો તો ત્યાં હાજર મહિલાઓ મને જોઈને બોલી,
હે ભગવાન તું ફરીથી આવી ગયો.
જોક્સ 10 :
શિષ્ય : ગુરુજી, ડાબા હાથમાં ખંજવાળ આવે છે.
બાબા : વત્સ, લક્ષ્મી આવવાની છે.
શિષ્ય : ગુરુજી, ડાબા પગમાં પણ ખંજવાળ આવે છે.
બાબાજી : વત્સ, યાત્રાના યોગ બની રહ્યા છે.
શિષ્ય : ગુરુજી, પેટ પર પણ ખંજવાળ આવે છે.
બાબાજી : ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.
શિષ્ય : ગુરુજી, ગળા પર પણ ખંજવાળ આવે છે.
ગુરુજી : અહીંથી દૂર જતો રહે, તને ખંજવાળની બીમારી છે.
જોક્સ 11 :
છોકરી : અમદાવાદ એક્સપ્રેસ ક્યારે આવશે?
ટીટી : પાંચ વાગ્યે.
છોકરી : લોકલ.
ટીટી : નવ વાગ્યે.
છોકરી : માલગાડી.
ટીટી : એક વાગ્યે, પણ તમારે જવું ક્યાં છે?
છોકરી : મારે ક્યાંય જવું નથી, મારે તો ફક્ત પાટા પર ઉંઘીને સેલ્ફી લેવી છે.
મિત્રો, આશા છે કે તમને આ જોક્સ ગમ્યા હશે. આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com