નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે લેટેસ્ટ અને મજેદાર ગુજરાતી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમે ખુશ થઇ જશો. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.
જોક્સ 1 :
પપ્પુ પોલીસ સ્ટેશનમાં ગયો અને બોલ્યો,
મને અરેસ્ટ કરી લો.
મેં મારી પત્નીના માથામાં ડંડો માર્યો છે.
પોલીસ : શું તે મરી ગઈ?
પપ્પુ : ના તે બચી ગઈ, અને હવે તે મને નહિ છોડે.
જોક્સ 2 :
એક માણસ જયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,
ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા આપ્યા?
ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું,
તારી માં એ મારું અપમાન કરી દીધું, હું 150 રૂપિયાના કેળા લઈને ગયો હતો,
અને તેણે મને 100 રૂપિયા પકડાવ્યા. આવું કરતા તેને શરમ પણ ના આવી.
આટલું સાંભળીને પત્ની પોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,
તું મને લેવા આવ્યો હતો કે કેળા વેચવા?
જોક્સ 3 :
એક પત્નીની વ્યથા.
મારા પતિદેવ પણ ‘કોન બનેગા કરોડપતિ’ ના અમિતાભ બચ્ચનથી ઓછા નથી.
જયારે પણ પૈસા માંગુ ત્યારે પૂછે છે,
શું કરશો તમે આટલી ધન રાશિનું?
જોક્સ 4 :
એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,
ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી,
કાકા ક્યાં જઈ રહ્યા છો?
તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.
મહિલા ફરી બોલી : કાકા ક્યાં જઈ રહ્યા છો?
હવે વૃદ્ધ પુરુષથી ચૂપ નહિ રહેવાયું એટલે તે બોલ્યા,
દીકરી તું સુંદર છે, યુવાન છે, તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.
જોક્સ 5 :
પતિ ટેબલ પર પેપસી મૂકીને તેની સામે ઉદાસ થઈને બેઠો હતો,
થોડીવાર પછી પત્ની આવી ટેબલ પર મુકેલી પેપ્સી પી ગઈ અને બોલી,
આજે તમે ઉદાસ કેમ છો?
પતિ : આજનો તો દિવસ જ ખરાબ છે.
સવારે તારી સાથે ઝગડો થઈ ગયો,
રસ્તામાં કાર બંધ પડી ગઈ,
ઓફિસે મોડો પહોંચ્યો તો બોસે નોકરીમાંથી કાઢી મુક્યો.
હવે જીવન ટૂંકાવવા પેપ્સીમાં ઝેર નાખ્યું તો તે તું પી ગઈ.
જોક્સ 6 :
પતિ : જો હું ગણપતિ હોત, તો તું રોજ મારી પૂજા કરત,
મને લાડુ ખવડાવત, મજા પડી જાત.
પત્ની : હા, જો તમે ગણપતિ હોત, તો હું રોજ તમને લાડુ ખવડાવત,
દર વર્ષે તમારું વિસર્જન થતે અને નવા ગણપતિ આવતે, મજા પડી જાત.
જોક્સ 7 :
એક છોકરો અને છોકરી એક રેસ્ટોરેન્ટમાં ગયા.
વેટર : મેડમ, તમે કંઈક લેશો.
છોકરી : ભાઈ એક શાક વાળી રોટલી લઇ આવો.
વેટર : શું?
છોકરો : એ ગામડેથી આવી છે, પીઝા માંગી રહી છે.
જોક્સ 8 :
સોનુ : તને સૌથી વધારે ઈજ્જત કોણ આપે છે?
મોનુ : કબાટમાં રાખેલા કપડાં.
સોનુ : એ કઈ રીતે?
મોનુ : જયારે પણ કબાટ ખોલું છું, તો 2-3 કપડાં આવીને મને પગે પડે છે.
જોક્સ 9 :
છગનનો પાડોશી મરી ગયો,
તે તેના ઘરે ગયો અને ત્યાં ઉભેલા તેના સંબંધીઓને પૂછ્યું કે,
બોડી આવી ગઈ કે?
એટલામાં એમ્બ્યુલન્સ બોડી લઈને આવી ગઈ, તો છગન ખુશ થઈને બોલ્યો,
લો બોલો, હમણાં જ યાદ કર્યો અને બોડી પણ આવી ગઈ,
કેટલી લાંબી ઉંમર છે આની.
પછી એજ એમ્બ્યુલન્સમાં છગનને હોસ્પિટલ લઇ ગયા.
જોક્સ 10 :
પત્ની : તમે ગઈકાલે પાડોશીની પત્ની સાથે ફિલ્મ જોવા ગયા હતા.
પતિ : હા, શું કરું, તું તો જાણે છે કે આજકાલ પરિવાર સાથે જોવાલાયક ફિલ્મો બનતી જ નથી.
Source: gujaratilekh.com