29.1 C
Amreli
21/09/2020
મસ્તીની મોજ

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

સોનુ સુદે મજૂરોને ઘરે પહોંચાડવા આપ્યું આ બલિદાન, પત્નીએ કહ્યું – આટલા કલાક કામ અને ફક્ત આટલી જ ઊંઘ લઈ રહ્યા છે.

સોનુ સુદ સતત પરપ્રાંતિય મજૂરોને ઘરે પહોચાડવાની કામગીરીમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેમણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેને ઝડપથી લોકોના મેસેજ આવી રહ્યા છે. આ ઉમદા પગલાને લીધે, સોનુ દિવસ અને રાત એક કરી ચુક્યા છે, જેને કારણે તે માત્ર 4 થી 5 કલાક જ સૂઈ શકે છે. તાજેતરમાં ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન સોનુની પત્ની સોનાલીએ તેના રૂટિન વિશે ઘણી વાતો શેર કરી છે.

આ દિવસોમાં ખાસ કરીને સોનું ખૂબ વ્યસ્ત છે. સામાન્ય દિવસે પણ શુટિંગને કારણે, વ્યસ્ત રહે છે, પરંતુ આ સમયે તેમણે જે કાર્ય હાથ ધર્યું છે તે ખૂબ મોટું છે. મને તે વાતનો ખૂબ ગર્વ છે કે તે આ કાર્ય કરવામાં સક્ષમ છે. હું ભાગ્યશાળી સમજુ છું કે અમને તક મળી.

સોનુ 18 કલાક કામ કરે છે :

તેમનું નિત્યક્રમ ખૂબ શિસ્તબદ્ધ રહ્યું છે. સોનુ આટલા વ્યસ્ત રહેવા છતાં પણ પોતાનું રૂટિન જાળવી રહ્યો છે. તે વહેલી સવારે ઉઠી જાય છે. ભાગ્યે જ 4 થી 5 કલાક જ ઊંઘ લે છે. તે દિવસના 18 કલાક કામ કરે છે.

લોકોનો ફોન સતત આવે છે :

શરૂઆતમાં જ્યારે તેમણે આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે શરુઆતમાં તેણે 350 સ્થળાંતરીઓને મોકલ્યા હતા, ત્યારે તો તે એકલા જ બધું સંભાળી રહ્યા હતા. પરંતુ હવે બે-ત્રણ લોકોની ટીમ છે. આખો દિવસ ફોન ઉપર વ્યસ્ત રહે છે. સંકલન કરી રહ્યા છે. પરવાનગી લઈ રહ્યા છે. ઘણા લોકો ફોન કરે છે. આવા વાતાવરણમાં પરવાનગી લેવી મુશ્કેલ હોય છે, પરંતુ સોનુ મક્કમ હતા. તે ખૂબ જ વ્યસ્ત રહે છે.

મજૂરની પીડા સાંભળીને તેણે મદદ કરવાનો નિર્ણય કર્યો :

અમે લોકડાઉનની શરૂઆતમાં ઘણા સ્થળોએ અનાજ અને ફૂડના સ્ટોલ્સ લગાવ્યા હતા. થાણે વિસ્તારની વસાહતોમાં પણ અમે લોકો જતા હતા. એક દિવસ અનાજનું વિતરણ કરતી વખતે તેણે જોયું કે કેટલાક મજૂરો આકરા તાપમાં ક્યાંક જઈ રહ્યા છે. જ્યારે તેણે રોકીને પૂછ્યું ત્યારે ખબર પડી કે તે લોકો પોતાના ગામ જઇ રહ્યા છે.

સોનુએ તેમને રોકવા માગ્યા, પરંતુ સ્થળાંતર કરનારાઓએ કહ્યું કે જો તેઓ અહીં રહેશે તો ભૂખથી મરી જશે. સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિઝ્યુઅલ્સ અમે જોયા. કેટલાક લોકો તેમના વૃદ્ધ માતાપિતાને ખોળામાં લઈને જઈ રહ્યા છે. ઘણાને નાના નાના બાળકો છે. તે ફોટા જોયા પછી સોનુ ઘણી રાત સૂઈ શક્યો નહીં. ત્યારપછી તેણે પગપાળા જવાને બદલે બસમાં મુસાફરો મોકલવાનું શરૂ કર્યું.

ઘરના લોકોની થાય છે ચિંતા :

સોનુ જ્યારે ઘરની બહાર આવે છે ત્યારે ચિંતા રહે છે. તેને સતત ધ્યાન અપાવતી રહું છું કે, તમારા ચહેરાને સ્પર્શ ન કરો, કોઈની નજીક હોવ તો કાળજીપૂર્વક વાત કરો, તમારા હાથને સ્વચ્છ રાખો. તેઓ પણ મને ખાતરી આપતા રહે છે કે હું કાળજી લઈશ. છતાં પણ જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે હું ચિંતિત તો રહું છું.

જ્યારે તે સાંજે પરત આવે છે ત્યારે ઘરના પ્રવેશદ્વાર ઉપર જ સેનિટાઇઝર વગેરે હોય છે. હું તેમને સીધા વોશરૂમમાં મોકલું છું. તે સ્નાન કર્યા પછી જ ઘરની અંદર આવે છે અને ખાતરી આપે છે કે તે કોઈ પણ વસ્તુને સ્પર્શ નહિ કરે. એ સાંભળીને વિચિત્ર લાગે છે, પરંતુ આ વાતાવરણમાં ડરવું પણ મહત્વપૂર્ણ છે.

કસરત કરવાનું છોડી દીધું :

તેમનું નિયમિત રૂટીન તો ફોન ઉપર રહેવા, કોર્ડનિંગ કરવા સુધી મર્યાદિત રહી ગયું છે. દરેક જૂથના સ્થળાંતર કરનારાઓને મોકલ્યા પછી તે એ વિચારતા રહે છે કે બીજા સ્થળાંતર કરનારાઓને કેવી રીતે મોકલવા. હું તેને જ્યારથી ઓળખું છું ત્યારથી લઈને અત્યાર સુધી પ્રથમ વખત તેમનું કસરત કરવાનું બંધ થઈ ગયું છે. છેલ્લા 15-20 દિવસથી તેમણે કસરત કરી નથી. તે વિચારી રહ્યા છે કે તેનો દોઢ બે કલાક કસરતમાં જશે, તેનાથી વધુ મજૂરોને મદદ કરવી છે.

સાથે મળીને બનાવી રહ્યા છીએ લીસ્ટ :

આ મિશનમાં હું પણ તેની મદદ કરી રહી છું. મને પણ ઘણી જગ્યાએથી ફોન આવતા રહે છે. તો હું પણ યાદી બનાવતી રહું છું. જેટલા પણ મને સંપર્કો અથવા માહિતી મળે છે તે પછી હું તેની અલગ યાદી બનાવીને મારી ટીમને જાણ કરું છું. અમે લોકો સાથે સાથે યાદી બનાવી રહ્યા છીએ. મોટું કામ એ છે કે તેમાં જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે એટલા ઓછા છે.

મદદ કરીને મળી રહ્યો છે આનંદ :

દુર્ભાગ્યવશ જે મજૂર જેમણે આપણા માટે રસ્તા બનાવ્યા, બિલ્ડીંગો બનાવી, તે પોતે બેઘર છે. તેમની પાસે ખાવા માટે કંઈ નથી. પરંતુ મને લાગે છે કે, આપણે આગળ વધીને તેમના માટે કંઈક કરી શકીએ. આ એક મોટી સમસ્યા હતી, જેને ધ્યાન આપવાની જરૂર હતી. આ એક એવું કાર્ય છે જેમાં સમયનો વ્યય ન થઈ શકે. રાહ નથી જોઈ શકતા. કામદારો કહે છે કે તેઓ કોરોનાથી ડરતા નથી તેમને ભૂખે મરવાથી ડર લાગે છે. આનંદની વાત છે કે, સોનુ દિવસ-રાત એક કરીને કંઈક કરી શકે છે.

સોનુનું કામ પ્રશંસનીય છે – સોનાલી :

હું સોનુને વર્ષોથી ઓળખું છું. અમે લગ્નના થોડા વર્ષો પહેલા ડેટ પણ કરી હતી. તેની એક ટેવ છે, જે બીજા લોકો કદાચ જાણતા નહિ હોય કે તેઓ જે કામ પાછળ પડે છે, તે પૂરું કર્યા વગર તેઓ અટકતા નથી. મેં આ ગુણ ખૂબ જ ઓછા લોકોમાં જોયો છે. દરેક વ્યક્તિ સારું કામ કરવા માંગે છે, પરંતુ પહેલ કરીને તેને સતત કરવું તે ઘણા ઓછા લોકોમાં મેં જોયું છે.

સ્થળાંતર કામદારોની પણ પરિસ્થિતિ જોવામાં આવે તો દરેક લોકો દિલાસો આપી રહ્યા હતા. દરેક વ્યક્તિને ખરાબ લાગી રહ્યું હતું. પરંતુ આગળ વધીને આવા સમયે જ્યારે લોકો પોતાના ઘરેથી નીકળે છે તો ડરે છે, ત્યારે સોનુ હિંમતભેર આગળ વધી રહ્યો છે. તે ખૂબ જ પ્રશંસનિય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કર્ક રાશિમાં આવી રહ્યા છે બુધ, આવનારા 15 દિવસ, આ 5 રાશિઓ માટે છે મુશ્કેલ.

Amreli Live

શનિવારે આ 4 રાશિના લોકોના માર્ગમાં આવશે અડચણો, સતર્ક રહેવું, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live

એલપીજી ઉપર સબસીડી શું હંમેશા માટે બંધ થઇ જશે?

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

કેરળમાં શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ સાથે જે કર્યું તે જાણીને તમે ગુસ્સાથી લાલચોળ થઈ જશો

Amreli Live

ભારતીયોને ફ્રી મળશે કોરોના વેક્સીન, આટલા કરોડ ડોઝ ખરીદી રહી છે કેંદ્ર સરકાર.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

જાણો શું છે મહાલયા, દુર્ગા પૂજા થશે 35 દિવસ પછી, જાણો શું છે ખાસ.

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

પતિનું સ્વાસ્થ્ય સારું રહે, લાંબી ઉંમર મળે અને દરેક કામમાં સફળતા મળે, એટલા માટે ભૂખી રહીને મહિલાઓ કરે છે કેવડા ત્રીજ વ્રત

Amreli Live

જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

Amreli Live