26.6 C
Amreli
13/08/2020
અજબ ગજબ

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

તમે જેની કલ્પના પણ નહીં કરી હોય એવો છે મચ્છર અને તેના દ્વારા થતો આ રોગ, જાણો A to Z

મચ્છરથી ફેલાતી બીમારીઓમાં સૌથી ખતરનાક મેલેરિયાને માનવામાં આવે છે. તે પ્લાસમોડિયમ પરજીવીથી સંક્રમિત મચ્છરના કરડવાથી થાય છે. સામાન્ય રીતે મચ્છરના કરડયા પછી 10-15 દિવસમાં મેલેરિયાની જાણ થઈ જાય છે. આ બીમારીમાં સંક્રમિત થવાના 24 કલાકની અંદર જ ઈલાજ શરૂ કરવો ઘણો જરૂરી હોય છે. જો એવું નથી થઈ શકતું તો આ બીમારી પ્લાસમોડિયમ ફાલ્સીપેરમ ગંભીર મેલેરિયાનું રૂપ લઈ લે છે. જેનાથી ઘણીવાર દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. ભારતમાં પણ કોરોના વાયરસ મહામારી વચ્ચે મેલેરિયાના કેસ સામે આવવા લાગ્યા છે.

કઈ રીતે ફેલાય છે મેલેરિયા :

ચિકિત્સા વિશેષજ્ઞ ડોક્ટર જી. કે. ગોખલે અનુસાર મેલેરિયા માદા એનોફીલીસ મચ્છરના કરડવાથી થાય છે. ફક્ત આ મચ્છર જ મેલેરિયાનો સંચાર કરી શકે છે, જે કોઈ એક સંક્રમિત વ્યક્તિને કરડે છે. તેનો અર્થએ છે કે, જયારે પણ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે, તો થોડી માત્રામાં તેનું લોહી પણ ચૂસી લે છે, જેમાં સુક્ષમ મેલેરિયા પરજીવી મળી આવે છે. તેના લગભગ એક અઠવાડિયા પછી જયારે મચ્છર કોઈ અન્ય વ્યક્તિને કરડે છે, તો તે મચ્છરની લાળ દ્વારા પરજીવી અન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. જે સંબંધિત વ્યક્તિના લોહીમાં ભળી જાય છે.

ત્યારબાદ લગભગ 48 કલાકથી 72 કલાકની અંદર રક્તકણોમાં પરજીવીની માત્રા વધવા લાગે છે. જેને લીધે સંક્રમિત થયેલા રક્તકણો ફાટવા લાગે છે. તે પરજીવી રક્તકણો સુધી પહોંચે છે અને તેની સંખ્યામાં વધારો થતો રહે છે. જયારે રક્તકણો ફાટે છે, તો પરજીવી અન્ય કણો પર પણ આક્રમણ કરવા લાગે છે. એવી જ રીતે સિલસિલો ચાલતો રહે છે, અને દર્દીને મેલેરિયાનો ભય વધી જાય છે.

સંક્રમિત મચ્છરના કરડ્યા પછી 10 થી 15 દિવસની અંદર જ મેલેરિયાના લક્ષણ દેખાવાના શરૂ થઈ જાય છે. માનવામાં આવે છે કે સામાન્ય રીતે મેલેરિયાના લક્ષણ 10 દિવસથી 4 અઠવાડિયાની અંદર વિકસિત થાય છે. અમુક બાબતોમાં એવું પણ જોવામાં આવ્યું છે કે, લક્ષણ ઘણા મહિના સુધી વિકસિત નથી થતા.

અમુક મેલેરિયા પરજીવી એવા પણ હોય છે, જે લાંબા સમય સુધી માનવ શરીરમાં નિષ્ક્રિય રહે છે. સામાન્ય રીતે જો કોઈને મેલેરિયા થઈ જાય છે, તો તેમાં તાવ, પરસેવો આવવો, ઉલ્ટી થવી, જીવ ગભરાવો, ઝાડા, પેટમાં દુઃખાવો, માંશપેશીઓમાં દુઃખાવો જેવા લક્ષણ જોવા મળે છે.

આવી રીતે ફેલાય છે મેલેરિયા :

મેલેરિયાના ફેલાવા પર વિસ્તૃત વાત કરીએ તો તેમાં જીવન ચક્રના બે પ્રવાહ હોય છે. જેથી આ બીમારી ઝડપથી ફેલાય છે.

પહેલો પ્રવાહ : તેમાં સંક્રમિત મચ્છરથી મેલેરિયા એક સ્વસ્થ માનવમાં ફેલાય છે. એટલે ત્યારે જયારે સંક્રમિત માદા એનોફીલીસ મચ્છર કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડીને પોતાની લાર દ્વારા તેના શરીરમાં પરજીવી પહોંચાડી દે છે. સંક્રમિત મચ્છરના કરડવાના 10 થી 12 દિવસ પછી તેમાં મેલેરિયાના લક્ષણ દેખાવા લાગે છે.

બીજો પ્રવાહ : તેમાં મેલેરિયાના દર્દથી અસંક્રમિત માદા એનોફીલીસ મચ્છર દ્વારા પરજીવી કોઈ સ્વસ્થ વ્યક્તિને સંક્રમિત કરી દે છે. તેનો અર્થ છે કે જો અસંક્રમિત માદા એનોફીલીશ મચ્છર કોઈ મેલેરિયાના દર્દીને કરડી લે, તો મચ્છર તે દર્દીના લોહીની સાથે સાથે પરજીવીને પણ ચૂસી લે છે. જેથી મચ્છર પણ તેનાથી સંક્રમિત થઈ જાય છે. પછી તે મેલેરિયા ફેલાવામાં સક્ષમ થઈ જાય છે. જયારે તે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે, તો તેને પણ મેલેરિયા થઈ જાય છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

ઓવન અને માઈક્રોવેવમાં શું તફાવત છે? ઓવન લેવાય કે માઈક્રોવેવ કે પછી ઓવન વીથ માઈક્રોવેવ? જાણો વિસ્તાર પૂર્વક જવાબ

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મહાદેવની કૃપા, વાહનસુખ પ્રાપ્‍ત થાય, નોકરીમાં બઢતીના યોગ છે.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

ટાલિયા હોય તે લોકો માટે ઘાતક થઈ શકે છે કોરોના, સંશોધનમાં ખુલાસો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

દરરોજ ‘1 ચમચી’ ચિયા સીડ્સ લેવાથી બોડીમાં આવે છે આ 10 બદલાવ.

Amreli Live

પોતાનું પેટ ઓછું કરવા માંગતા હોય, તો આ 3 પ્રકારની દાળ તમારા માટે છે ઉપયોગી.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live