33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

એક રૂપાલનો એક ખૂણો કાપી દેવામાં આવે તો કેટલા ખૂણા બચશે? જવાબ જેટલો સરળ લાગે તેટલો સરળ નથી, જાણો જવાબ. દર વખતે સંઘ લોક સેવા આયોગમાં લાખો ઉમેદવારો ભાગ લે છે. જણાવી દઈએ કે આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસીમાં સિલેક્ટ થવા માટે ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ તેનું ઈન્ટરવ્યું પાસ કરવું પણ જરૂરી હોય છે. અને યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને એવા ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ કામ હોય છે.

આઇએએસ ઇન્ટરવ્યૂમાં સામાન્યરીતે દરેક ઉમેદવારના મગજની ક્ષમતા, તેમની યાદ રાખવાની ક્ષમતા અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી સવાલ લઈને આવ્યા છીએ, જેના જવાબ વિચારતા તમે પણ મૂંઝવણમાં મુકાઈ જશો. તો તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. મોક ટેસ્ટ માટે અમે તમને ઉમેદવાર દ્વારા શેયર કરવામાં આવેલા થોડા આઈએએસ ઈન્ટરવ્યુંના ટફ-ટ્રીકી પ્રશ્નો જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન : એક રૂમાલનો એક ખૂણો કાપી લેવામાં આવે તો જણાવો કેટલા ખૂણા બચે?

જવાબ : 5

પ્રશ્ન : જો આપણે લોહીને ઉકાળીએ તો શું થાય?

જવાબ : આ સવાલ વિજ્ઞાન સાથે જોડાયેલો છે, પરંતુ સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે. તેનો સાચો જવાબ આ છે – જો લોહી ઉકાળવામાં આવે તો લોહીમાં રહેલું પાણી વરાળ બનીને ઉડી જાય અને બાકી રહેલું લોહી ચોકલેટની જેવું ઘટ્ટ બની જાય.

પ્રશ્ન : જો તમારા એક હાથમાં 1 કિલો રૂ અને બીજા હાથમાં 1 કિલો લોખંડ હોય, તો કોનું વજન વધારે હશે?

જવાબ : બંનેનું વજન સરખું જ હશે, કારણ કે બંનેની માત્રા તો એક સરખી જ છે.

પ્રશ્ન : આપણી પાસે બે આંખો છે, છતાં પણ આપણે એક સમયમાં માત્ર એક વસ્તુ જ કેમ જોઈ શકીએ છીએ, એવું શા માટે?

જવાબ : આપણે આપણી આંખોથી નહિ મગજથી વસ્તુ જોઈ શકીએ છીએ, અને મગજના હિસાબે જ આંખો કામ કરે છે. આપણી બંને આંખો એક સાથે એક જ વસ્તુને ટાર્ગેટ કરે છે. બંને આંખો તે વસ્તુની ઝાંખી અલગ અલગ છબી બનાવે છે, અને પછી આપણું મગજ તેને એક કરીને સાચા સ્વરૂપમાં દર્શાવે છે.

પ્રશ્ન : જો કોઈ બાળકનો જન્મ વિમાનમાં મુસાફરી દરમિયાન થાય તો તેનું નાગરિત્વ કયુ હશે?

જવાબ : ભારતના નાગરિત્વ નિયમ મુજબ, જો તે બાળકના માતા-પિતા ભારતીય છે, તો તે બાળક પણ ભારતીય થયો. પછી ભલે તેનો જન્મ ભારતની બહાર કેમ ન થયો હોય.

પ્રશ્ન : એવી વસ્તુનું નામ જણાવો જે પાણીમાં પણ સળગે છે?

જવાબ : સોડીયમ.

પ્રશ્ન : કયા માણસની ક્યાંય પણ કોઈ ટીકીટ નથી લાગતી?

જવાબ : નવજાત શિશુની.

પ્રશ્ન : છૂટાછેડા થવાનું મૂળ કારણ શું છે?

જવાબ : લગ્ન.

પ્રશ્ન : શું આર્મીના જવાન પણ પોતાના અંગત ફોનનો ઉપયોગ કરે છે?

જવાબ : આર્મીના જવાન પોતાના અંગત ફોનનો ઉપયોગ કરે છે, પરંતુ સુરક્ષાના કારણોથી તેમના પર થોડા પ્રતિબંધ પણ હોય છે. જેમ કે તેઓ કોઈને લોકેશન શેર નથી કરી શકતા, ગુપ્ત માહિતી કોઈને આપી નથી શકતા, પ્રતિબંધિત જગ્યાઓ કે જાણકારીઓના વિડીયો કે ફોટા વગેરે શેર કરી શકતા નથી.

પ્રશ્ન : જોડિયા બાળકો કઈ રીતે થાય છે?

જવાબ : જોડિયા બાળકો બે રીતે થાય છે. એક તો સમાન (Monozygotic) દેખાતા અને બીજા અલગ (Dizygotic) દેખાતા. Monozygotic એટલે જયારે એક એગથી કોઈ સ્પર્મને ફર્ટિલાઇઝ કરવામાં આવે છે, પણ બે એમ્બ્રીઓનું નિર્માણ થાય છે, ત્યારે સમાન દેખાતા જોડિયા બાળકો થાય છે. અને Dizygotic માં જયારે બે અલગ-અલગ સ્પર્મ બે અલગ એગ્સને ફર્ટિલાઇઝ કરે છે, ત્યારે અલગ અલગ દેખાતા બાળકો પેદા થાય છે.

પ્રશ્ન : એક પેનમાં લાલ રંગની શાહી ભરેલી છે, તો શું તમે તેનાથી વાદળી લખી શકો છો.

જવાબ : હા, લાલ શાહીથી ‘વાદળી’ શબ્દ લખી શકાય છે.

પ્રશ્ન : પાણી અને આગમાં સૌથી વધુ શક્તિશાળી કોણ છે?

જવાબ : પાણી અને આગ બંને જ દુર્ઘટનામાં પોતાના ભયાનક રૂપમાં હોય છે. આગ લાગવાથી પાણીથી તેને ઓલવી શકાય છે, પરંતુ વાવાઝોડા અને પુર આવે તો તેને અટકાવી નથી શકાતું. આગ વિના જીવન સંભવ થઇ શકે છે, પરંતુ પાણી વગર નહિ. આમ તો બંને જ એક સરખા શક્તિશાળી છે પરંતુ થોડા અપવાદ પણ છે.

પ્રશ્ન : કયા જાનવરોમાં માસિક એટલે કે પીરીયડસ આવે છે?

જવાબ : માણસ ઉપરાંત ચીમ્પાજી, ચામાચીડિયા, હાથણી અને બિલાડીને માસિક આવે છે.

પ્રશ્ન : તમારી ગર્લફ્રેન્ડ કહે કે નોકરી છોડી દો તો જ હું તમારી સાથે લગ્ન કરીશ, તો તમે શું કરશો?

જવાબ : એક યુપીએસસી કેન્ડિડેટને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, પહેલા હું મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરીને તેને સમજાવવા પ્રયત્ન કરીશ, જો તે નહિ જ માને તો હું તેને છોડી દઈશ, કારણ કે મારા માટે ઓફિસર બનીને લોકોની સેવા કરવી વધારે જરૂરી છે.

પ્રશ્ન : જો પૃથ્વી ઉપરથી 5 સેકન્ડ માટે ઓક્સીજન ગાયબ થઈ જાય તો શું થાય?

જવાબ : જો એવું થાય તો આપણા પગ નીચેથી જમીન ખસીને 10-15 કિલોમીટર નીચે જતી રહે. ધાતુઓના છેડા વેલ્ડીંગ વગર પોતાની જાતે જ જોડાઈ જશે. પૃથ્વી પર ઘણી વધુ ઠંડી થઇ જશે. દરેક જીવિત કોશિકા ફૂલીને ફાટી જશે. જેનાથી જીવ-જંતુઓ મરી જશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોના માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

કેન્દ્ર સરકારે આ બે ગ્રુપની સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને કરી દીધું બાય બાય.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live

પાણી પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગોમય ગણેશ અભિયાન’, ગણેશોત્સવની તૈયારીઓ શરૂ.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

તહેવારો પહેલા Hero Maestro Edge 125 નું સ્ટીલ્થ એડિશન થયું ભારતમાં લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

જાણો આ અઠવાડિયે કોના નસીબના દ્વાર ખુલશે અને કોણે થવું પડશે પરેશાન, વાંચો સાપ્તાહિક ભવિષ્યફળ.

Amreli Live

આ છે ભારતમાં મળતી 4 સૌથી સસ્તી એસયુવી, કિંમત 10 લાખથી પણ ઓછી.

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહીં જ ભોલેનાથે આપ્યો હતો બ્રહ્માને શ્રાપ.

Amreli Live

અહીં મળશે કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જોડાયેલી દરેક જાણકારી.

Amreli Live

ચીની સૈનિકો ઉપર નજર રાખવા માટે માંગ્યા ચારથી છ સેટેલાઇટ, સુરક્ષા એજેન્સીઓએ સરકાર પાસે કર્યો આગ્રહ

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live