24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

મોટાભાગના લોકો જાણતા નથી મંગળ ગ્રહની આ ખાસ અને રોચક વાતો, જાણશો તો ચકિત થઇ જશો. ગ્રહોની દુનિયા પણ ખૂબ વિચિત્ર છે, જેને સમજવી ખૂબ મુશ્કેલ છે. જો કે આજે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે આપણા સૌર્યમંડળના બધા ગ્રહો વિશે આપણને ચોક્કસ માહિતી છે. આજે આપણે મંગળ વિશે વાત કરીશું, જેને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે લાલ દેખાય છે.

જો કે મંગળ એ પૃથ્વી જેવી જ સપાટી ધરાવતો ગ્રહ છે, આ ગ્રહ પર જ્વાળામુખીથી માંડીને ખીણો, રણ અને ધ્રુવીય બર્ફીલા શિખરો આવેલા છે, પરંતુ મનુષ્યનું આ ગ્રહ ઉપર રહેવું અશક્ય છે. ચાલો આ ગ્રહ વિશે કેટલીક વિશેષ અને રસપ્રદ બાબતો જાણીએ, જેના વિશે તમે ભાગ્યે જ પરિચિત હશો.

પૃથ્વી 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરે છે, જ્યારે મંગળને સૂર્યની એક પરિક્રમા પૂરી કરવા માટે 687 દિવસ લાગે છે. આ પૃથ્વી કરતા લગભગ બમણો સમય છે. તેથી મંગળ પર એક વર્ષ 687 દિવસનું હોય છે.

મંગળ પર ધ્રુજાવી દેતી ઠંડી અને ધૂળવાળા વાવાઝોડા પૃથ્વી કરતા કેટલાય ઘણા વધારે છે. ઉનાળામાં અહીંનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય છે, પરંતુ શિયાળામાં તે માઈનસ 140 ડિગ્રી સેલ્સિયસ સુધી થઇ જાય છે. આવી ઠંડીમાં તો માણસ જામીને બરફ થઇ જાય.

મંગળ ઉપર એક વસ્તુ છે જે પૃથ્વી સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. જાણીને આચાર્ય થશે કે પૃથ્વીની જેમ મંગળ ઉપર પણ વર્ષમાં ચાર ઋતુઓ હોય છે – પાનખર, ઉનાળો, શરદ અને શિયાળો. જો કે મંગળ ઉપરની દરેક ઋતુઓ પૃથ્વીની સરખામણીમાં લગભગ બમણી હોય છે.

પૃથ્વી અને મંગળ પરના ગુરુત્વાકર્ષણનું બળ અલગ અલગ છે. આ કારણને લીધે જો કોઈ વ્યક્તિનું પૃથ્વી ઉપર 100 કિલોગ્રામ વજન છે, તો મંગળ ઉપર જવાથી તેનું વજન 38 કિલોગ્રામ થઈ જશે.

જ્યાં પૃથ્વીનો એક જ ચંદ્ર છે ત્યાં મંગળ ઉપર ફોબોસ અને ડેમિયોસ નામના બે ચંદ્ર છે. ફોબોસનો વ્યાસ 13.8 માઇલ છે, જ્યારે ડેમિયોસનો વ્યાસ 7.8 માઇલ છે.

મંગળ ઉપર બીજી એક વસ્તુ છે જે પૃથ્વી જેવી લાગે છે. હકીકતમાં પૃથ્વી અને મંગળ બંને ચાર સ્તરોથી બનેલા છે. પ્રથમ પોપડો જે લોહ-બેસાલ્ટિક પત્થરોથી બનેલો છે અને બીજો પોપડો સિલિકેટ પત્થરોથી બનેલો છે. ત્યાં ત્રીજો અને ચોથો પોપડો બાહ્ય કોર અને આંતરિક કોર છે, જેના માટે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના મુખ્ય ભાગની જેમ લોખંડ અને નિકલથી બનેલો છે.

પૃથ્વી અને મંગળ લગભગ દર બે વર્ષે એકબીજાની સૌથી નજીક આવે છે. આ સમય દરમિયાન મંગળ પૃથ્વી પરથી નરી આંખે પણ જોઇ શકાય છે. આ વર્ષે 6 October 2020 ના રોજ મંગળ પૃથ્વીની સૌથી નજીક આવ્યો હતો. હવે માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર 2022 માં બંને એક બીજાની નજીક આવશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

ખુબ સરળતાથી ધોવાશે કપડાં અને નીકળશે જીદ્દી ડાઘ, ફક્ત કપડાં ધોતી વખતે અપનાવો આ 4 ટીપ્સ

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

બે બાળકનો પિતા કુંવારી યુવતીના એકતરફી પ્રેમમાં થયો પાગલ, યુવતીને ધમકીઓ ઉપર આપી ધમકીઓ પછી તો…

Amreli Live

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

Amreli Live

આ 2 રાશિઓને મળશે સૂર્યદેવના આશીર્વાદ, વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

Amreli Live

પ્રથમ કોરોના રસીનું રજીસ્ટ્રેશન કરી દરેકને ચકિત કરી દીધા, પુતિને પોતાની પુત્રીને જ આપી રસી.

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

ઘર્ષણ ઓછું થાય એ માટે સહમત થાય ચીની અને ભારતીય વિદેશમંત્રી, 40 થી વધુ ચીની સૈનિક ફૂંકાઈ ગયા.

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

પતંજલિને મળી કોરોનિલ વેચવાની પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં આયુષ મંત્રાલયે આપી પરવાનગી

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

‘જો મને કાલે ખબર પડે કે મારી દીકરી જોયા અને દીકરો ફરહાન ડ્રગ્સ લે છે તો…’

Amreli Live

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live