30.4 C
Amreli
10/08/2020
મસ્તીની મોજ

ભોળાના ભક્તો માટે ખુશખબરી 20 જુલાઈ પછી શરુ થઈ શકે છે અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રાને લઈને આવ્યા ખુશીના સમાચાર 20 જુલાઈથી શરુ થઇ શકે છે

કોરોના વાયરસના સંકટકાળમાં બાબા બર્ફાની એટલે કે અમરનાથમાં વિરાજિત ભોલેનાથના ભક્તો માટે સારા સમાચાર છે. આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે આ વખતે અમરનાથ યાત્રા ઘણા ઓછા સમય સુધી ચાલશે. આ પહેલા કોરોના વાયરસને કારણે અમરનાથ યાત્રા કેન્સલ થવાની અટકળો આવી રહી હતી, પણ હવે સરકારે સંકેત આપ્યો છે કે, આ વર્ષે પણ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવશે.

છેલ્લા 2-3 દિવસોથી અમરનાથ યાત્રાની તૈયારીઓને લઈને ઉચ્ચસ્તરીય બેઠકો કરવામાં આવી રહી છે. ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશનર સંજીવ વર્માના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય બેઠક થઈ અને અલગ અલગ વિભાગોને અમરનાથ યાત્રાની તૈયારીઓ ઝડપથી કરવાના આદેશ આપવામાં આવ્યા. પર્યટન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ અને જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને અમરનાથ યાત્રા માટે જલ્દીથી જલ્દી તૈયારીઓ કરવાનું કહેવામાં આવ્યું છે.

યાત્રાના બેઝ કેમ્પને સેનેટાઈઝ કરવાનો આદેશ :

કોરોના વાયરસ મહામારીને કારણે જમ્મુમાં અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ ‘યાત્રી નિવાસ ભવન’ ને કોરેન્ટાઇન સેંટરમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જેને હવે તીર્થયાત્રીઓ માટે તૈયાર કરવામાં આવશે. પ્રશાસને યાત્રી નિવાસ ભવનને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવા અને તીર્થયાત્રીઓ માટે રોકાવા લાયક બનાવવાનો આદેશ આપ્યો છે.

જમ્મુ સીટીના ડેપ્યુટી મેયર પુરનિયા શર્માએ જણાવ્યું કે, જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ને યાત્રી નિવાસ ભવનને સેનિટાઇઝ અને સ્વચ્છ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમારા કર્મચારી અમરનાથ તીર્થ યાત્રા ખતમ થવા સુધી 24 કલાક ડ્યુટી પર હશે.

જમ્મુમાં અમરનાથ તીર્થયાત્રીઓની થશે કોરોના તપાસ :

સરકારે જમ્મુ પહોંચવા વાળા તીર્થયાત્રીઓની કોરોના તપાસ કરાવવાનો નિર્ણય પણ લીધો છે. આ દરમિયાન જે યાત્રીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, ફક્ત તેમને જ આગળની યાત્રા માટે પરવાનગી આપવામાં આવશે. તીર્થયાત્રીઓના સેમ્પલ ભેગા કરવા માટે સ્વાસ્થ્ય વિભાગને જરૂરી વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે અમરનાથ યાત્રા કરાવવાવાળા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે અત્યાર સુધી તેની પુષ્ટિ નથી કરી.

ફક્ત બાલટાલ રુટ પરથી જઈ શકશે તીર્થયાત્રીઓ :

તેમજ જમ્મુના પર્યટન વિભાગના ડાયરેક્ટર રાજ કુમાર કટોચે કહ્યું કે, 20 જુલાઈ પછી યાત્રા શરૂ થઈ શકે છે. આ વખતે ફક્ત બાલટાલ રુટ પરથી જ અમરનાથ યાત્રી પસાર થશે. ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશનર સંજીવ વર્મા સાથે બેઠક થઈ હતી. જેમાં અમારા વિભાગને તૈયારીઓ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયાને બદલી નાખી છે. આ જીવલેણ વાયરસને ફેલાતો અટકાવવા માટે ધાર્મિક યાત્રાઓ અને સાર્વજનિક આયોજનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે સરકાર સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે ધીરે ધીરે ધાર્મિક કાર્યક્રમની પરવાનગી આપી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

આજે હરિયાળી ત્રીજના દિવસે આ 3 રાશિવાળા પર નસીબ રહેશે મહેરબાન, થશે માલામાલ

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

લ્યો ચાલી ખેડુતોની ટ્રેન, હવે શાકભાજી અને ફળો બગડશે નહીં, ખેડુતોને પણ લાભ થશે.

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

અમરનાથ યાત્રા માટે નથી દૂર થઇ રહ્યું અસમંજસ, પવિત્ર શિવલિંગના દર્શન ચેનલો દ્વાર કરવાની માંગણી

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

ગુરુવારે આ 6 રાશિવાળા જીતશે કિસ્મતની બાજી, બની રહ્યા છે પ્રબળ યોગ

Amreli Live