17.3 C
Amreli
21/01/2021
bhaskar-news

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચભાવનગરમાં કલાકમાં કડાકા ભડાકા સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ વરસાદે મનપાની પોલ ખોલી નાખી હતી અને રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. વરસાદના પગલે ભરતનગરના યોગેશ્વરનગરમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા તો કાળીયાબીડ સાગવાડીમાં 12 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. કુંભારવાડા, હાદાનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સિંધી કેમ્પમાં મોબાઈલ ટાવર પર વીજળી પડતા શોર્ટ સર્કિટ થઇ હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લામાં ઘોઘા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. આથી કાશી વિશ્વનાથ રોડ પર કેડસમા પાણી ભરાયા હતા.બાબરાના નિલવડા ગામે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પંચાળ વિસ્તારના મોટાભાગના ગામડાઓ જેમાં વાકીયા, સુખપુર, કીડી, કરીયાણા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નિલવડા ગામે ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું. પવન સાથે વરસાદ પડતા ખેતરો અને ગામની બજારોમાં પાણી ભરાયા હતા. બાબરા શહેરમાં સવારથી ઝાપટા વરસી રહ્યા છે. કરીયાણા ગામે ઉપરવાસના ગામડાઓમાં સારો વરસાદ પડતા કરીયાણા ડેમમાં નવા નીર આવ્યા છે.

ભાવનગર શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

ભાવનગરના રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
ભાવનગરના ભરતનગરમાં આવાસ યોજના હેઠળ ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં પાછળ યોગેશ્વર સોસાયટીના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં રાખવામાં આવતા સોસાયટીના મોટાભાગના મકાનોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓનો અનાજ, કરિયાણા સહિત સરસામાન પલળી ગયો હતો. ઘરમાં પાણી ઘૂસી જવાથી નાના બાળકો અને વૃદ્ધ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસતા કોર્પોરેશનની પ્રિ- મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી અને સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઊનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદવરસતા બળકો ન્હાવાનો આનંદ લીધો હતો. ઊના પંથકના ખેડુતો વરસાદના આગમનથી ખુશ થયા છે.

ભાવનગર જિલ્લામાં બે કલાકમાં પડેલો વરસાદ
ભાવનગર- 83MM
વલ્લભીપુર- 60MM
ઉમરાળા-48MM
ઘોઘા- 36MM
ગારીયાધાર-03MM
જેસર- 8MM

ગોંડલમાં શહેરના માર્ગો પર કેડસમા પાણી ભરાતાઅન્ડરબ્રિજમાં એક બોલેરો ફસાઇ ગઇ

ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ
બપોર બાદ ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગોંડલ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે બફારા બાદ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના કાશી વિશ્વનાથ રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. તેમજ લાલપુર અન્ડરબ્રિજ પર એક બોલેરો ફસાઇ ગઇ હતી. આથી વાહનોની અવર-જવર અટકી ગઇ હતી.

અમરેલી પંથકમાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં ચેકડેમો છલકાયા, નદીઓમાં ઘોડાપૂર આવ્યા
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદથી જિલ્લામાં ચેકડેમો છલકાયા છે. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અમરેલી, બગસરા, સાવરકુંડલા, ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલીયા તાલુકાના બવાડી, ઇંગોરાળાના કોઝવે પર પાણી ભરાયા હતા. સાવરકુંડલાના જેસર રોડ પર પણ પાણી ભરાયા હતા.

સાવરકુંડલાના જેસરમાં ભારે વરસાદથી રસ્તાઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

(ભરત વ્યાસ, ભાવનગર/જયદેવ વરૂ, અમરેલી/જયેશ ગોંધિયા, ઉના/ દેવાંગ ભોજાણી, ગોંડલ)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


heavy rain fall in saurashtra and 3.5 inch fall in bhavnagar

Related posts

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

Amreli Live

6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરાયા

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

લોકોએ લોકડાઉનમાં પારલે-જી બિસ્કિટ ખૂબ ખાધા, વેચાણમાં છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

વિશ્વમાં કોરોના સંક્રમણથી દરેક કલાકે 196 લોકો જીવ ગુમાવી રહ્યા છે, દરેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live