30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદભાવનગર શહેરમાં છેલ્લા 5 દિવસથી ભારે બફારો અને ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે ભારે બફારા વચ્ચે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.15 મિનિટમાં 1 ઇંચ જેટલું પાણી વરસી જતા શહેરના માર્ગો નદીઓ બની ગયા હતા. સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ બફારામાંથી રાહત સનુભવી હતી તો અનેક વાહન ચાલકોએ વરસાદની મજા પણ લઈ રસ્તા પરથી પસાર થતા નજરે પડ્યા હતા. વરસાદના પાણી રોડ ઉપર ભરાઈ જતા અનેક વાહન બંધ થઈ જતા વાહનચાલકોને પોતાના વાહનો દોરીને જવાનો વારો આવ્યો હતો.જ્યારે ખાસ નાના બાળકોએ વરસાદમાં જાણે કે મજા પડી ગઈ હોય તેમ વરસાદમાં ન્હાવાની મજા લીધી હતી. આમ સિઝનનો 14 ટકા જેટલો વરસાદ વરસી જતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.જો કે એક ઇંચ વરસાદે મનપાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી દીધી હતી. બાબરાના ધરાઇ ગામે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઇ ગયા છે.

ગઢડામાં ગાજવીજ સાથે વરસાદ

ગઢડા અને બાબરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. ભાવનગરમાં આજે સવારથી જ વાતાવરણ ગોરંભાયું છે. ભારે ઉકળાટ વચ્ચે બપોરના સમયે વરસાદનો પ્રારંભ થયો હતો અને અડધા કલાક સુધી પવન સાથે વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે અને આજે પણ મેઘરાજા થોડી ક્ષણો માટે વરસીને જતાં રહ્યા હતા ત્યારે લોકો ઈચ્છી રહ્યાં છે મેઘરાજા મન મૂકીને વરસે તો ઠંડક પ્રસરે અને બફારામાંથી છૂટકારો મળે. ગોંડલનું વેરી તળાવ નર્મદાની નીરથી ઓવરફ્લો થયુંછે. છેલ્લા 12 દિવસના વિરામ બાદ ગઢડામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ બાદ 12 દિવસ પછી વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વરસાદ વરસતાં વાવેલા પાકને જીવનદાન મળ્યું છે. રાજકોટના મવડી ગામમાં ભારે વરસાદથી પાળ નદીમાં પૂર આવ્યું છે. તેમજ જખરાપીરની નદી ભરાતા લોકો જોવા ઉમટ્યા છે. પાળ નદીમાં લોકો ન્હાવા માટે ઉમટ્યા છે.

ગોંડલનું વેરી તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદ
ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ આજે વહેલી સવારે 6 વાગ્યે ઓવરફ્લો થયું છે. ગોંડલનું વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફ્લો થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલ પંથકમાં ધોધમાર તો ક્યારેય ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

બાબરામાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર
બાબરામાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બાબરાના ચમારડી, ચરખા, ઉંટવડ, વાવડી સહિતના ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.લાઠીમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી થતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

(ભરત વ્યાસ, ભાવનગર/દેવાંગ ભોજાણી, ગોંડલ/રાજુ બસીયા, બાબરા/વિશાલ ડોડીયા, લાઠી)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભાવનગરમાં રસ્તાઓ પર પાણી ભરાયા અને બાબરાના ધરાઇ ગામે ભારે વરસાદથી ગામમાં પાણી ઘૂસ્યા

Related posts

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી, અમિતાભ-અભિષેક હજુ પણ સારવાર હેઠળ

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી વિગતો, ઉશ્કેરણીજનક વીડિયો, પોસ્ટ મૂકશો કે ફોરર્વડ કરશો તો સજા

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

ભાવનગરમાં 1 કલાકમાં 2 ઈંચ, વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ અને મહુવામાં 2 ઈંચ વરસાદ

Amreli Live

અમેરિકામાં સતત ત્રીજા દિવસે 60 હજારથી વધારે કેસ, ફ્રાન્સમાં મૃત્યુઆંક 30 હજારને પાર

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

PMએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી, કહ્યું-લદ્દાખમાં જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું તેમને મારા નમન

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live