26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, 8 કેસ નોંધાયા, એકનું મોત, રાજકોટમાં 5 વર્ષના પુત્ર બાદ માતા સહિત 5 કેસરાજકોટમાં આજે બુધવારે વધુ પાંચપોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસ રૈયારોડ, મવડી, રેલનગર અને 80 ફૂટ વિસ્તારમાંથી નોંધાયા છે. રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 93થઇ છે. આજે 5કેસ સામે આવતા આરોગ્ય વિભાગે તે વિસ્તારોમાં પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ કુલ 93કેસમાંથી 80 દર્દી સાજા થયા છે, ચારના મોત અને 9દર્દી સારવાર હેઠળ છે. ભાવનગરમાં એકસાથે આઠ કેસ નોંધાયા છે જે પૈકી એક દર્દીનું સારવારમાં મોત નીપજ્યું છે. રાજકોટમાં પાંચ વર્ષના પુત્ર બાદ માતાને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાંચમાંથી ચારઅમદાવાદથી આવ્યા હતા અને એક અમરેલીથી આવ્યા હતા
આજે પોઝિટિવ આવ્યા તેમાં યામિનીબેન ચાવડા(ઉં.વ. 29 વર્ષ રહે. શિવશક્તિકૃપા, નાથદ્વારા સોસાયટી 1, રેલનગર), આ દર્દી 30/05/20 ના રોજ અમદાવાદથી આવ્યા હતા, મલ્હાર નીરવ(ઉં.વ.: 5 રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 7, મવડી મેઇન રોડ) અને તેની માતા ડિમ્પલબેન નિરવભાઇ,આ બંને માતા-પુત્ર08/06/20 ના રોજ અમદાવાદથી આવ્યા હતા, સોમાભાઈ રાઠોડ (ઉં.વ. 55 રહે. આંબેડકરનગર, આજી વસાહત પાસે, 80 ફુટ રોડ)આ દર્દી 05/06/20 ના રોજ અમદાવાદથી આવ્યા હતા. રોહિતભાઈ ડઢાણીયા (ઉં.વ. 30 રહે. સતાધાર પાર્ક, નાણાવટી ચોક પાસે)આ દર્દી 02/06/20ના રોજ અમરેલીથી આવ્યા હતા. સતાધાર પાર્ક 3માં રહેતા અને માણાવદર તાલુકા નજીક બૂરુંથી આવેલા 30 વર્ષના રોહિત ધનજીભાઈ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમના સંપર્કમાં આવેલ 2 લોકોને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તથા સતાધાર પાર્ક 3ના 9 ઘરને કન્ટેઇનમેન્ટ કર્યા છે. જેમાં 35 સભ્યો રહે છે.

રાજકોટમાં માતા-પુત્રને કોરોના પોઝિટિવ
ગઈકાલે 9 જુનના રોજ મલ્હાર તથા તેના માતા ડિમ્પલબેન અમદાવાદથી આવ્યા હતા. ડિમ્પલબેનના સાસુ અમદાવાદમાં કોરોના પોઝિટિવ છે. ગઈકાલે ડિમ્પલબેન તથા તેમના પુત્ર મલ્હારને સિવિલ હોસ્પીટલમાં દાખલ કરી સેમ્પલ લેતા માતા-પુત્ર બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેને અનુલક્ષીને શ્રીનાથજી શેરી નં. 7માં આવેલ 15 ઘરમાં 73 લોકોને કન્ટેઈન્ટમેન્ટ કર્યા છે. તેમજ તેઓના 2 સગાને સમરસ હોસ્પિટલ ખાતે ક્વોરન્ટીન કર્યા છે.

ભાવનગરમાં એકસાથે આઠ પોઝિટિવ કેસ નોંધાયા
ભાવનગરમાં કોરોનાનો વિસ્ફોટ થતા એકસાથે આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું છે.ભાવનગરમાં રહેતાં સિધ્ધિ સાઠીયા (ઉં.વ. 24), મેઘાણી સર્કલ અખાડા પાસે રહેતા નેહાબેન ચિરાગભાઇ ધંધૂકીયા (ઉં.વ. 34), ચિરાગભાઇ દિનેશભાઇ ધંધૂકીયા (ઉં.વ. 43), આડોડીયાવાસમાં રહેતા સ્વિમ રવિન્દ્ર ઇંદ્રે (ઉ.વ.15), નેન્સી સંજયભાઈ (ઉં.વ. 20) આ તમામની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદની છે . ગારીયાધાર મોટા ચારોડીયા ગામે રહેતાં અને અગાઉ પોઝિટિવ આવેલાના પિતા દોહાભાઇ વલ્લભભાઇ (ઉં.વ.62), અલકા ટોકીઝ પાસે રહેતા સવિતા સવજીભાઈ ડોડીયા ( ઉં.વ.62), ઉમરાળાના લીમડા ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ ઝાલા (ઉં.વ. 35) આ આઠના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે આનંદનગર ESIS હોસ્પિટલ પાસે રહેતા ધનજીભાઈ ઘુડાભાઈ સોલંકી (ઉં.વ.66)નો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. વધુ 8 પોઝિટિવ કેસ આવતા આંક 150 પર પહોંચ્યો અને મૃત્યુઆંક 11 થયો છે.

ભાવનગરમાં 3 વર્ષના બાળક અને 88 વર્ષના વૃદ્ધાએ કોરોનાને પરાસ્ત કર્યો
ભાવનગરમાં 3 વર્ષથી લઇને 88 વર્ષીય મહિલા સહિત ચાર દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.ભાવનગર સરિતા સોસાયટીમાં રહેતા આશિષભાઇ અરૂણભાઇ ભલાણી (ઉં.વ 30), દિપીકાબેન આશિષભાઇ ભલાણી(ઉં.વ. 28), સત્ય આશિષભાઇ ભલાણી(ઉં.વ. 3) અને ભરતનગર પુષ્પક સોસાયટીમાં રહેતાં લીલાવતીબેન હસમુખભાઇ રાઠોડ(ઉં.વ.88)નો સમાવેશ થાય છે. આ ચારમાંથી ત્રણ તો પતિ-પત્ની અને તેનો પુત્ર છે.

ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયેલા 2 આરોપી ફરાર
3 દિવસ પહેલા ભડભીડ ગામેથી 3 આરોપીઓ દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. જેમાંથી અમદાવાદ રહેતો જગદીશ ગોવિંદભાઈ પઢીયાર નામના આરોપીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સાથેના 2 આરોપીને સમરસમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.સમરસમાં 2 આરોપીને ક્વોરન્ટીન કરાયેલા હતા જે ગત મોડી રાત્રે તકનો લાભ ઉઠાવી ફરાર થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Rajkot LIVE positive cases increase in rajkot City and saurashtra

Related posts

કુલ 3.60 લાખ કેસઃ UPમાં એક દિવસમાં સૌથી વધારે 583 દર્દી મળ્યા, તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ, ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 124 થઈ

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો અને જૂનાગઢ જિલ્લામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ માંડવીના નાયબ મામલતદારનું પતિ સાથે એક્સિડન્ટમાં મોત

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

આઠ મુખ્ય ઉદ્યોગનું ઉત્પાદન માર્ચમાં 6.5 ટકા ઘટ્યું, કોલસા સિવાય અન્ય તમામ સેક્ટરમાં ઉત્પાદન ગગડ્યું

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

ચીની કંપનીઓની 5 લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ કિટ ખરાબ, ઓર્ડર રદ્દ, સરકારે કહ્યું-ડીલ રદ્દ થવાથી આપણો એક રૂપિયો પણ ડૂબશે નહીં

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live