26.3 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

ભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા

ગુલવીન ઔલખ/દીપશિખા સિકરવાર, નવી દિલ્હી: કસ્ટમ્સ વિભાગ ટૂંક સમયમાં દેશભરનાં તમામ પોર્ટ અને એરપોર્ટ્સ પર ચીનનાં તમામ આયાત કન્સાઇન્મેન્ટ્સની ચકાસણી શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી સરહદ પર ચીન સાથે તણાવને પગલે ચીનથી આયાત કરાયેલા સામાનની તપાસ વધુ સઘન બનાવાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ચીનનાં તમામ કન્સાઇન્મેન્ટ્સની ચકાસણીથી આયાતકારને માલ મળવામાં વાર લાગશે. ચીનની આયાત પર અંકુશ માટેનું પણ આ પગલું હોઈ શકે. ચીનની આયાતની કડક તપાસ કરનારું ચેન્નાઈ પ્રથમ બંદર છે. ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર ભારતમાં સક્રિય ચીનની કંપનીઓના ટેલિકોમ પાર્ટ્સ અને ઇક્વિપમેન્ટની આયાત માટે ચેન્નાઈ મહત્ત્વનું બંદર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લિયરન્સ અટકાવવાની કોઈ ઔપચારિક સૂચના મળી નથી, પણ આયાતકારોને કન્સાઇન્મેન્ટ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, “આયાતકારોને જણાવાયું છે કે, કોવિડ-19ને પગલે કન્સાઇન્મેન્ટ્સની યોગ્ય ચકાસણી અને સેનિટાઇઝેશન માટે નિર્ધારિત પ્રક્રિયા કરવી જરૂરી છે. તમામ કન્સાઇન્મેન્ટ્સની ફિઝિકલ ચકાસણીને કારણે ક્લિયરન્સમાં વાર લાગશે.” ઉદ્યોગજગત આ પગલાથી નાખુશ છે. ઘણાં કન્સાઇન્મેન્ટ્સની ડિલિવરી અટવાઈ ગઈ છે. તેને લીધે કેટલાક આયાતકારોએ સ્થાનિક કસ્ટમ્સ અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠા‌વ્યો છે. એક નિકાસ સંગઠનના અધિકારીએ જણાવ્યું હતું કે, “સત્તાવાળાએ ખાતરી આપી છે કે, મુદ્દાનો ટૂંક સમયમાં ઉકેલ આવશે.”

કસ્ટમ્સ સત્તાવાળાએ ક્લિયરન્સના મુદ્દે ઉદ્યોગની ચિંતાને ખાસ મહત્ત્વ આપ્યું નથી. ચેન્નાઈ ખાતે એક વરિષ્ઠ કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું કે, “ચીનથી આવતાં કન્સાઇન્મેન્ટ્સની તપાસ સિસ્ટમ દ્વારા નિર્ધારિત રાબેતા મુજબની ચકાસણી છે. દરેક કન્સાઇન્મેન્ટની ફિઝિકલ તપાસ શક્ય નથી.”

ચેન્નાઈ કસ્ટમ્સ વિભાગ દ્વારા ચીનથી આવતાં કન્સાઇન્મેન્ટ્સના રોજના લગભગ 300-350બિલ બને છે, જે કુલ બિલનો ઘણો મોટો હિસ્સો છે. કસ્ટમ્સ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ દેશના મોટી સંખ્યામાં આવતાં કન્સાઇન્મેન્ટ્સ રોકવામાં આવે તો પોર્ટ પર માલનો ભરાવો થઈ જાય અને પ્રોડક્ટને આયાતકાર સુધી પહોંચવામાં નોંધપાત્ર વિલંબ થાય. સરકારના વર્તુળોમાં જ ઘણાનું માનવું છે કે, ચીનની આયાતનું ક્લિયરન્સ માત્ર પશ્ચિમ કિનારાનાં પોર્ટ્સ પરથી કરવાની જ મંજૂરી આપવી જોઈએ. જોકે, હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.

ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર 87.1 અબજ ડોલર છે. જેમાં ચીનનો હિસ્સો ઘણો મોટો છે. ચીનને ભારતની 16.8 અબજ ડોલરની નિકાસ સામે 70.3 અબજ ડોલરનો માલ દેશે આયાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત ચીનના સામાન પરની નિર્ભરતા ઘટાડવા ઘણાં પગલાં લઈ રહી છે. ખાસ કરીને જીવનજરૂરી ચીજો સિવાયની આયાત પર સરકાર અંકુશની યોજના ધરાવે છે. દેશને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે આ પગલું વિચારણા હેઠળ હતું, પણ ચીન સાથે તાજેતરમાં સરહદ પર ઘર્ષણને પગલે દેશના 20જવાન શહીદ થયા પછી આત્મનિર્ભર અભિયાને વેગ પકડ્યો છે.


Source: iamgujarat.com

Related posts

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live

વીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે

Amreli Live

શું હવે પેટ્રોલ અને CNGની હોમ ડિલિવરી થશે?

Amreli Live

આ શનિવારથી અમદાવાદીઓને શાકભાજીની અછતનો કરવો પડી શકે છે સામનો

Amreli Live

ગલવાનમાં ઘવાયેલા સૈનિકના પિતાએ રાહુલને કહ્યું, આ મામલે રાજકારણ ના કરશો

Amreli Live

સુરતઃ શ્રમિકો પોતાના ગામ ચાલ્યા જતા કાપડ મીલના માલિકો પોતે જ કરી રહ્યા છે આ બધા કામ

Amreli Live

પાકિસ્તાનમાં ટ્રેન સાથે અથડાઈ બસ, 19 શીખ શ્રદ્ધાળુઓના મોત

Amreli Live

કોરોના સંકટ વચ્ચે પણ આ ગુજરાતી કંપનીઓએ કર્મચારીઓનો પગાર વધાર્યો અને આપ્યું બોનસ

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

AMCએ જાહેર કરી નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની યાદી, 30 નવા વિસ્તારો ઉમેરાયા

Amreli Live

ફેન્સને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યો હતો અક્ષય કુમાર, પત્નીએ ઉઘાડો પાડતાં કહ્યું…

Amreli Live

ચીનમાં કોરોનાના 60થી વધુ કેસ સામે આવ્યા, યુદ્ધ સ્તરે તપાસ શરુ કરાઈ

Amreli Live

‘ઓનલાઈન અભ્યાસ પર નિયંત્રણ રાખવું જરૂરી, સરકારે ટીચિંગના કલાકો કરવા જોઈએ નક્કી’

Amreli Live

વિડીયોઃ યુવતીએ માગી સેલ્ફી, મિલિંદ સોમણે રસ્તા પર જ કરાવ્યા પુશઅપ્સ

Amreli Live

પતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું

Amreli Live

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’

Amreli Live

લોકો અને વેપારીઓ માટે અમરેલી કેલેક્ટરશ્રીનું જાહેરનામું

Amreli Live

આ ડિરેક્ટરે ઉછાંછળા KRKને આપી દીધી ખુલ્લી ચેતવણી, ‘મારી જોડે પંગો ન લેતો’

Amreli Live

દેશની પહેલી ઘટના! માતા બાદ એક પછી એક 5 પુત્રોનું પણ કોરોનાથી મૃત્યુ

Amreli Live