31.6 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

ભારતથી બહાર આ 8 દેશોમાં છે હિન્દૂ ધર્મના ઐતિહાસિક અને વિશાળ મંદિર

દેશની બહાર સ્થાપિત હિન્દુ દેવી-દેવતાઓના ઘણા બધા પ્રખ્યાત મંદિરો છે, જે લોકોમાં માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી, પણ પર્યટનનું પણ કેન્દ્ર બનેલું છે. વિદેશમાં બાંધવામાં આવેલા ભવ્ય અને ઉત્તમ મંદિરોમાં માત્ર હિન્દુ સમાજના લોકો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ જાય છે, જે સ્થાપત્ય કળા અને ઇતિહાસના મહત્વનો પરિચય થાય છે.
12 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. કંબોડિયાનું વિશાળ અંકોરવાટ મંદિર.

કાઠમંડુની બાગમતી નદીના કાંઠે બનેલું છે પશુપતિનાથ મંદિર

મહેશ્વનાથ મંદિર જે છે મોરિશિયસનું સૌથી પ્રાચીન મંદિર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 5 ઓગસ્ટના રોજ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવશે. ભૂમિપૂજન ઉપર અયોધ્યામાં મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સમગ્ર અયોધ્યાગરીને શણગારવામાં આવી રહી છે. કોરોના સંકટની વચ્ચે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સામાજિક અંતર જાળવવા માટે પણ ખાસ કાળજી લેવામાં આવશે. તેથી ફક્ત 200 અતિથિઓને જ તેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.

ચાલો આપણે જાણીએ કે દેશની બહાર સ્થપાયેલા હિન્દુ દેવી-દેવતાઓના તે પ્રખ્યાત મંદિરોને જે લોકોમાં આસ્થાનું કેન્દ્ર તો છે જ, પણ સાથે સાથે પર્યટનનું પણ કેન્દ્ર બનેલું છે. વિદેશમાં બાંધવામાં આવેલા ભવ્ય અને ઉત્તમ મંદિરોમાં માત્ર હિન્દુ સમાજના લોકો જ નથી આવતા પરંતુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ જાય છે, જે તેની સ્થાપત્ય કળા અને ઇતિહાસથી માહિતગાર થાય છે.

1) કંબોડિયાનું અંકોરવાટ મંદિર

વિદેશી ધરતી ઉપરના હિન્દુ દેવી-દેવતાઓનું સૌથી ભવ્ય, ચર્ચિત અને પ્રખ્યાત મંદિર વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલું કંબોડિયાના અંકોરમાં આવેલા અંકોરવાટ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. અહીંયા ભગવાન વિષ્ણુનું મંદિર છે. કંબોડિયાના અંકોરવાટ વાટમાં બનાવેલું આ વિશાળ મંદિરનું નિર્માણ 12 મી સદીમાં કરવામાં આવ્યું હતું. ત્યારે કંબોડિયાના ખમેર રાજા સૂર્યવર્મન દ્વિતીયે તેનું નિર્માણ કરાવ્યું હતું. આજે તે વિશ્વના સૌથી મોટા ધાર્મિક સ્મારકોમાંનું એક માનવામાં આવે છે અને તે લગભગ 500 એકરમાં ફેલાયેલું છે.

2. નેપાળનું પશુપતિનાથ મંદિર

નેપાળની રાજધાની કાઠમંડુમાં બાગમતી નદીના કાંઠા ઉપર આવેલું વિશ્વ વિખ્યાત પશુપતિનાથ મંદિર છે અને અહિયાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે. આ મંદિર વિશ્વના સૌથી પ્રાચીન હિન્દુ મંદિરો માંનું એક માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવની આશરે 1 મીટર ઉંચી ચાર મોઢા વાળી પ્રતિમા પણ સ્થાપિત છે. આ મંદિર સંકુલને 1979 માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં શામેલ કરવામાં આવ્યું હતું.

અહિયાં પવિત્ર બાગમતી નદીના કાંઠે સદીઓથી બનેલા મંદિરો, આશ્રમો, ચિત્રો અને શિલાલેખોનો એક વિશાળ સંગ્રહ મળે છે અને તેને કાઠમંડુ ખીણના યુનેસ્કો હોદ્દામાં 7 સ્મારક જૂથોમાંથી એક તરીકે સામેલ કરવામાં આવ્યું છે. પશુપતિ ક્ષેત્રમાં પશુપતિનાથ મંદિરની સાથે સાથે હજારો બીજા સ્મારકો, સ્તૂપ, મંદિરો અને આશ્રમો લગભગ 652 એકર (264 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલા છે.

3. ઇન્ડોનેશિયાનું પ્રંબનન મંદિર

ઇન્ડોનેશિયામાં હિંદુ દેવી દેવતાઓના ચર્ચિત મંદિરોમાં ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવામાં આવેલ પ્રંબનન ત્રિમૂર્તિ મંદિર પણ ગણવામાં આવે છે, જે અહીંયાનું સૌથી વિશાળ હિન્દુ મંદિર છે. મંદીરમાં ખાસ કરીને ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માની પૂજા કરવામાં આવે છે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં આ મંદિર શામેલ છે. મંદિરમાં ત્રિદેવો સાથે તેમના વાહનોના પણ મંદિરો બનેલા છે. મંદિરનું નિર્માણ 9 મી સદીમાં થયું હતું.

4. મલેશિયાનું બાટુ ગુફા મંદિર

મલેશિયાના ગોમ્બાકમાં આવેલું પ્રખ્યાત બાતુ ગુફા મંદિર છે, જે જમીનથી આશરે 100 મીટરની ઉંચાઇ ઉપર આવેલું છે. બાટુ ગુફાઓના મંદિર સંકુલમાં ત્રણ મુખ્ય ગુફાઓ અને કેટલીક નાની નાની દિવાલો છે. સૌથી મોટી જેને કેથેડ્રલ ગુફા અથવા ટેંપલ કેવ તરીકે ઓળખાય છે, તેમાં એક ખૂબ ઉંચી દીવાલ છે અને તેમાં હિન્દુ મંદિરોની સુશોભન વિશેષતાઓ છે. તે જોવા માટે પ્રવાસીઓને 272 ડંડા વાળી ઉભી સીડી ઉપર ચડવું પડે છે.

આ સ્થાન હિન્દુ મૂર્તિઓ અને ચિત્રોથી ભરેલું છે. 2008 માં આ મંદિર સંકુલ ફરીથી ખોલવામાં આવ્યું હતું. રામાયણ ગુફા ડુંગરની દિવાલને અડીને બાજુ ડાબી બાજુ આવેલું છે. રામાયણ ગુફા તરફ જવાના માર્ગમાં હનુમાનની એક 15 મીટર (50 ફૂટ) ઉંચી મૂર્તિ છે અને ભગવાન હનુમાન, ભક્ત અને ભગવાન રામના સહયોગીને સમર્પિત છે. જાન્યુઆરી 2006 માં ભગવાન મુરુગનની 42.7 મીટર (140 ફુટ) ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેને બાંધવામાં 3 વર્ષ લાગ્યાં હતાં. તે વિશ્વમાં સૌથી ઉંચી ભગવાન મુરુગનની પ્રતિમા છે.

5. ઓસ્ટ્રેલિયાનું શિવ-વિષ્ણુ મંદિર

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં પ્રખ્યાત શિવ-વિષ્ણુ મંદિર છે. શ્રી શિવ વિષ્ણુ હિન્દુ મંદિર વિક્ટોરિયાના ઉપનગરમાં આવેલું છે અને આ વિક્ટોરિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. મંદીરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મેલબોર્નમાં રહેતા ઘણા હિન્દુઓ અહીંયા પૂજા અર્ચના કરવા આવે છે. હોળી અને દિવાળી જેવા વાર્ષિક હિંદુ તહેવારોમાં તેની ભવ્યતા સ્પષ્ટપણે જોવા મળે છે.

6. મોરેશિયસનું મહેશ્વરનાથ મંદિર

મોરેશસના મહેશ્વરનાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેને સ્થાનિક રીતે ‘ગેંડ શિવાલા ટ્રાયલેટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ હિંદુ મંદિર મોરિશસના ટ્રાયોલેટ શહેરમાં આવેલું છે. મંદિરના મુખ્ય દેવતા ભગવાન શિવ છે અને મંદિરના નામ ઉપર તેમનું નામ મહેશ્વરનાથ રાખવામાં આવ્યું છે. આ મંદિરની સ્થાપના 1888 માં કલકત્તાથી આવેલા પંડિત સજીબુનલાલ રામસુંદરેએ કરી હતી. આ મંદિર મોરિશસના મધ્યમાં આવેલુ પવિત્ર તળાવ ગંગા તલાવની પ્રથમ તીર્થયાત્રા માટે પ્રખ્યાત છે. આ મંદિર ટાપુના સૌથી મોટા અને પ્રાચીન મંદિરોમાંનું એક છે.

7. પાકિસ્તાનનું શ્રી સ્વામિનારાયણ મંદિર

પાકિસ્તાનનું શ્રી સ્વામિનારાયણ મંદિર પણ વિશ્વના સૌથી વિશેષ મંદિરોમાંનું એક છે. આ મંદિર કરાચીમાં આવેલું છે, જે પાકિસ્તાનનું એકમાત્ર સ્વામિનારાયણ મંદિર પણ છે. આ મંદિર 32,306 ચોરસ મીટરથી પણ વધુ ક્ષેત્રમાં ફેલાયેલુ છે. એપ્રિલ 2004 માં આ મંદિરના 150 વર્ષ પૂર્ણ થઇ ગયા. એવું માનવામાં આવે છે કે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમ ધર્મના અનુયાયીઓ પણ મંદિરની મુલાકાત લે છે.

8. બાંગ્લાદેશનું ઢાકેશ્વરી મંદિર

ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિર બાંગ્લાદેશના ઢાકામાં આવેલું એક હિન્દુ મંદિર છે. તે રાજ્યની માલિકીનું મંદિર છે અને તેને બાંગ્લાદેશનું ‘રાષ્ટ્રીય મંદિર’ હોવાનું ગૌરવ છે. ‘ઢાકેશ્વરી’ એટલે ‘ઢાકાની દેવી’. 1971 માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય દ્વારા રમના કાલી મંદિરને તોડી પાડ્યા પછીથી ઢાકેશ્વરી મંદિર બાંગ્લાદેશનું સૌથી મહત્વપૂર્ણ હિન્દુ ધર્મસ્થાન તરીકે ઓળખાય છે. તે બાંગ્લાદેશનું સૌથી મોટું હિન્દુ મંદિર પણ છે. આ મંદિર ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત શક્તિપીઠોનો ભાગ છે અને અહિયાં સતીના મુગટનો મણિ પડ્યો હતો.

9. બાલી ટાપુનું તનહ લોટ મંદિર

ઇન્ડોનેશિયાના જ બાલી ટાપુમાં તનહ લોટ મંદિર પણ સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે. તનહ લોટને બાલી ભાષામાં દરિયાઈ જમીન (સમુદ્રમાં ભૂમિ અથવા જમીન) થાય છે. આ મંદિર બાલી ટાપુના હિન્દુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, અને આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર બાલીમાં એક વિશાળ સમુદ્ર શિલા ઉપર બનાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

આ મંદિર તેની સુંદરતાને કારણે ઇન્ડોનેશિયાના મુખ્ય આકર્ષણોમાંનું એક માનવામાં આવે છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેની સ્થાપત્ય કળા જોવા આવે છે. 1980 માં મંદિરની શીલા ક્ષીણ થવાની શરૂઆત થવા લાગી હતી. જેથી મંદિર અને તેની આસપાસના વિસ્તારને જોખમી જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેના જોર્ણોદ્દાર માટે ઇન્ડોનેશિયાને આર્થિક મદદ કરી જેથી તનાહ લોટના ખડગને લગભગ એક તૃતીયાંશ ભાગને કૃત્રિમ ખડકથી ઢાંકીને એક નવું રૂપ આપવામ્સ માં આવ્યું નિરીક્ષણ જાપાનીઓ દ્વારા સ્વયં કરવામાં આવ્યું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગુરુવારે શુક્ર વક્રી થવાથી થશે આ 5 રાશિઓને લાભ, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

રામનગરીનું ખોવાઈ ગયેલ ગૌરવ આપવા માટે 491 વર્ષમાં થયા અગણિત સંઘર્ષ.

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રાવીના ટંડને કરી પ્રમોટ.

Amreli Live

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

ગુરુવારે આ 6 રાશિવાળા જીતશે કિસ્મતની બાજી, બની રહ્યા છે પ્રબળ યોગ

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

મળો ચંદના હિરનને, જેમની પિટિશન આપ્યા પછી ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live