30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

ભારત-ચીન સીમા વિવાદઃ દેશની સુરક્ષા પર 72%થી વધુ લોકોને PM મોદી પર વિશ્વાસ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દેશભરમાં 70 ટકા લોકોને લાગી રહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તેમને વિશ્વાસ છે. આઈએએનએસ સી-વોટર સર્વેમાં આ વાત સામે આવી છે. હાલમાં કરવામાં આવેલા સર્વે અનુસાર દેશમાં 72.6 ટકા લોકોનું માનવું છે કે પ્રધાનમંત્રી મોદી સ્થિતિને સંભાળી લેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અલગ-અલગ લોકો વચ્ચે થયો સર્વે
જ્યારે 16.2 ટકા લોકોને લાગી રહ્યું છે કે તેઓ કેટલીક હદ સુધી સ્થિતિ સંભાળી શકે છે જ્યારે 11.2 ટકા લોકોને આ મામલે પ્રધાનમંત્રી પર વિશ્વાસ નથી. આ સર્વે જુદી જુદી ભૌગોલિક પૃષ્ઠભૂમિથી લઈને જુદી જુદી આવક, શિક્ષણના સ્તરની સાથો સાથ જુદી જુદી જાતિ સાથે સંકળાયેલા લોકો વચ્ચે કરવામાં આવ્યો. આ સર્વે ગત સપ્તાહે ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે થયુ હતું. આ સર્વેક્ષણ દરમિયાન જ લદ્દાખની ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

પીએમ મોદીએ દેશની સંપ્રભુતાને સર્વોચ્ચ ગણાવી
સર્વેક્ષણમાં લોકોને સવાલ કરવામાં આવ્યો હતો કે, રાષ્ટ્રીય સુરક્ષાના મામલે વડાપ્રધાન પર તમે કેટલો વિશ્વાસ ધરાવો છો. જેમાં જાણવા મળ્યું છે કે, 60 વર્ષથી ઉપરના લોકો, ઓછા શિક્ષિત, વધારે આવક ધરાવતા વર્ગમાંથી આવનારા લોકો અને પુરૂષોએ દેશની સુરક્ષાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખુબ જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સર્વેમાં જાણવા મળ્યું છે કે, રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (NDA)ના 82.6 ટકા મતદાતાઓને પોતાના દ્વારા ચૂંટવામાં આવેલા નેતાઓ પર વિશ્વાસ છે.

બીજી બાજુ વિરોધી પાર્ટીઓને વોટ આપનારા લોકોમાંથી 51.1 ટકા લોકો ભારતીય નેતૃત્વ પર વિશ્વાસ કરે છે. જે લોકોને મોદીની ચીન સામે ઉભી થયેલી આ પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતામાં વિશ્વાસ નથી તેમાં ઉચ્ચ શિક્ષિત વર્ગ, મુસ્લિમ, શીખ અને 25 થી 45 વર્ષની ઉંમરના લોકો શામેલ છે. NDAના મતદાતાઓને પીએમ મોદી પર ભારે વિશ્વાસ છે. મોદી પર વિશ્વાસ ના હોય તેવા માત્ર 5.3 ટકા જ લોકો છે.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદ નજીક બોપલ બની રહ્યું છે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ

Amreli Live

વડોદરાના બજારમાં આવી આયુર્વેદિક મિઠાઈ, જાણો શું છે તેમાં ખાસ?

Amreli Live

ડ્રીમ ગર્લ હેમા માલિનીને કોરોના હોવાની અફવા, વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી

Amreli Live

54 લોકોના સંપર્કમાં આવ્યો હતો બચ્ચન પરિવાર, 28 લોકોના થયા કોરોના ટેસ્ટ

Amreli Live

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

Amreli Live

15 ઓગસ્ટ સુધી કોરોનાની રસી બનાવવાની વાત પર વિવાદ, ICMRએ કરી સ્પષ્ટતા

Amreli Live

ફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ, લોકડાઉન બાદ પ્રથમ ગેસ્ટ હશે આ ખાસ વ્યક્તિ

Amreli Live

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગી, આવું છે કારણ

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

Reliance લાવ્યું Jio TV+, એક જ જગ્યાએ મળશે 12 ફેમસ OTT પ્લેટફોર્મનું કૉન્ટેન્ટ

Amreli Live

શું દેશના આ શહેરમાં કોરોના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ભયાનક ટ્રેન્ડને અનુસરી રહ્યો છે?

Amreli Live

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

કોરોનાના કેસ વધતા તામિલનાડુના ચેન્નાઈ સહિત 4 જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન

Amreli Live

વિકાસ દુબે પાસે 11 ઘર અને 16 ફ્લેટ હોવાની આશંકા, EDએ સંપત્તિની તપાસ શરૂ કરી

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

સુરતઃ કુમાર કાનાણીના દીકરાને ધમકાવનાર મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ IPS બનવા ઈચ્છે છે

Amreli Live

અ’વાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીને સિવિલમાં 46 દિવસ સુધી સારવાર કરી કોરોનામુક્ત કરાયો

Amreli Live

સેનાનો એક પક્ષ ચીનને કડક સંદેશ આપવાના મૂડમાં, ‘મર્યાદિત પણ કાર્યવાહી જરુરી’

Amreli Live

માસ્ક પહેર્યા વગર ફરનારને ફ્રીમાં માસ્ક આપી રહી છે અમદાવાદ પોલીસ

Amreli Live

‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત પર સુશાંતનો મસ્તીભર્યો ડાન્સ થયો વાયરલ

Amreli Live