25.9 C
Amreli
11/08/2020
અજબ ગજબ

ભારત-ચીન યુદ્ધના કારણે હજુ સુધી કુંવારા છે 82 વર્ષના રતન ટાટા, લગ્ન થતા થતા રહી ગયા હતા.

રતન ટાટાનાં લગ્ન ન થવા પાછળનું કારણ છે ભારત-ચીન યુદ્ધ, જાણો સંપૂર્ણ ઘટના

ભારત અને ચીનની સરહદ ઉપર આ દિવસોમાં ભારે તંગદિલી ચાલી રહી છે. આ સાથે, દેશમાં ચીની ઉત્પાદનોના બહિષ્કાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે 1962 ના યુદ્ધ દરમિયાન પણ આવી જ કેટલીક પરિસ્થિતિઓ હતી. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ હતી.

જ્યાં અગાઉ હિન્દી ચીની ભાઈ-ભાઇના નારાઓ લગાવાઈ રહ્યા હતા, ત્યાં હિન્દી ચીની બાય-બાય બોલાવા લાગ્યુ. તે જ સમયે, દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટાના લગ્ન પણ થતા થતા રહી ગયા હતા. 82 વર્ષીય રતન ટાટા આજે પણ કુંવારા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ઘણી તકો આવી હતી પરંતુ દર વખતે કોઈને કોઈ કારણસર મારા લગ્ન થતા થતા રહી ગયા હતા.

એક ચીની છોકરી સાથે સંબંધમાં હતા રતન ટાટા

આવો જ એક કિસ્સો તેમણે થોડા સમય પહેલા એક ઈંટરવ્યુમાં શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત-ચીન યુદ્ધના કારણે કેવી રીતે તેમના લગ્ન ન થઇ શક્યા. આ તે દિવસોની વાત છે જ્યારે રતન ટાટા અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા હતા. તે દરમિયાન તેઓ એક ચીની મહિલાને ડેટ કરી રહ્યા હતા. મામલો એટલો ગંભીર બની ગયો હતો કે બંનેએ લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ અફસોસ કે ભારત ચીનના યુદ્ધને કારણે આવું થઈ શક્યું નથી.

લગભગ નક્કી થઇ ગયા હતા લગ્ન

ઇન્ટરવ્યૂમાં રતન ટાટા કહે છે કે – ત્યારે લોસ એન્જલસમાં એક ચીની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. અમારા લગ્ન લગભગ નક્કી થઈ ગયા હતા. તે સમયે મેં વિચાર્યું કે હું થોડા સમય માટે ભારત આવી જઉં. તે બહાને પોતાની બીમાર દાદીની સંભાળ લેશે.

તે દિવસોમાં તે બીમાર હતી. ત્યારે હું જેની સાથે લગ્ન કરવા માગતો હતો, તેને પણ મારી સાથે ઇંડિયા લઇ જવા માંગતો હતો. પરંતુ વચ્ચે 1962 નું ચીન ભારત યુદ્ધ આવી થયું. આવી સ્થિતિમાં, ચીની છોકરીના પરિવારે તેને ભારત જવા માટેની પરવાનગી ન આપી. અને આ રીતે અમારો સંબંધ સમાપ્ત થઇ ગયો.

માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા

તેમના બાળપણનો ઉલ્લેખ કરતા રતન ટાટા કહે છે કે તે સમયગાળો ખૂબ સારો હતો. જો કે, તે સમયે અમારા માતાપિતાના છૂટાછેડા થયા હતા. આને કારણે હું અને મારો મોટો ભાઈ પરેશાન રહેતા હતા. આ બાબતે સ્કૂલમાં રેગિંગ પણ થઈ હતી. મારી માતાએ બીજા લગ્ન કર્યાં હતાં. આવી સ્થિતિમાં સ્કૂલનાં બાળકો તેમના વિશે કંઇ પણ કહેતા હતા. જોકે મારી દાદીએ શીખવ્યું હતું કે કઈ પણ થઇ જાય પોતાનું સમ્માન જાળવીને રાખવું.

પિતા સાથે બનતું ન હતું

રતન ટાટા જણાવે છે કે મારા પિતા અને હું એક બીજાથી ઘણા વિરોધાભાસી હતા. જેમ કે મારે વાયોલિન વગાડવું હોય, તો તે મને પિયાનો વગાડવાનું કહેતા. મારે કોલેજ માટે અમેરિકા જવું હતું પણ તેઓ બ્રિટન મોકલવા માગતા હતા. હું આર્કિટેક્ટ બનવા માંગતો હતો, પરંતુ મારા પિતા ઇચ્છતા હતા કે હું એન્જિનિયર બનું. મારી દાદી મારો પક્ષ લેતા હતા. હું તેમના લીધે જ અમેરિકા જઇ શક્યો હતો.

તમને લોકોને રતન ટાટાની આ સ્ટોરી કેવી લાગી, કમેંટ વિભાગમાં જરૂરથી અમને જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

જ્યોતિષનો દાવો : સૂર્યગ્રહણ ઉપર ઝેર વરસાવી શકે છે કોરોના, ઘણા અશુભ સંકેત.

Amreli Live

જાણો શું હોય છે Cytokine Storm, કોરોના વાયરસ સાથે શું છે એનો સંબંધ.

Amreli Live

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

ટાલિયા હોય તે લોકો માટે ઘાતક થઈ શકે છે કોરોના, સંશોધનમાં ખુલાસો.

Amreli Live

ચીનને આપણું બજાર આપવાની જગ્યાએ આપણે આપણા દેશના પરિવારોનો જ આર્થિક ટેકો કેમ ન બનીએ?

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા અને યશ મળે, ૫તિ૫ત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

અન્ય જીવોનો ચેપ માણસને લાગ્યો હોય એવું તો સાંભળ્યું હશે પણ શું માણસ ચમચીડિયા કે બીજા જીવોને ચેપ લગાડી શકે?

Amreli Live

આ રીતે ઓળખી શકો કે મોતી અસલી છે કે નકલી, જાણો કેવી રીતે ધારણ કરો ચંદ્રમા રત્ન

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live