30 C
Amreli
28/09/2020
bhaskar-news

ભારતે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કર્યો તો ચીને કહ્યું- અમારી કિટને હલકી ગુણવત્તાની કહેવી અયોગ્ય અને પૂર્વગ્રહથી પ્રેરિતભારત સરકારે સોમવારે ચીનની બે કંપનીઓએ આપેલી રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. આ મામલે ચીને મંગળવારે કહ્યું કે અમારી કિટ પર હલકી ગુણવત્તાનો થપ્પો લગાવવો અયોગ્ય છે. આ નિવેદન પૂર્વગ્રહથી ગ્રસિત છે. ચીને કહ્યું કે અમે કોરોના વાયરસ સામે લડવા માટે ઇમાનદારીપૂર્વક ભારતનું સમર્થન કરીએ છીએ અને તેના માટે યોગ્ય નિર્ણયો પણ લઇ રહ્યા છીએ. ભારતમાં ચીનના દૂતાવાસના પ્રવક્તા જિ રોંગે આ વાત કહી હતી.

ચાઇનાની રેપિડ ટેસ્ટ કિટ ખરાબ નિકળી
કોરોના વાઈરસની તપાસ માટે ચીનની બે કંપનીઓ પાસેથી ખરીદેલી 5 લાખ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ ખરાબ નીકળતા કેન્દ્ર સરકારે આ ઓર્ડર રદ કરી બંને કંપનીઓને કિટ પાછી આપવાનો નિર્ણય કર્યો છે. ICMRએ સોમવારે તમામ રાજ્યોને આ કિટનો ઉપયોગ બંધ કરી જથ્થો પાછો મોકલી દેવા કહ્યું છે. રાજ્યોના મુખ્ય સચિવોને પણ મોકલેલી એડવાઈઝરીમાં કાઉન્સિલે કહ્યું કે ગુંઆગ્ઝુ વોન્ડફો બાયોટેક અને જુહાઇ લિવઝોન ડાઈગ્નોસ્ટિક્સથી મળેલી કિટની ગુણવત્તા તપાસના પરિણામ ખોટા મળી રહ્યાં છે. એવામાં રાજ્ય આ બંને કંપનીઓની કિટ પાછી મોકલી આપે જેથી તેને સપ્લાયરને પાછી મોકલી શકાય.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે રાજ્યોને ચીનના ગુઆંગઝોઉ વોન્ડફો બાયોટેક અને ઝુહાઈ લિવજોન ડાયગ્નોસ્ટિસકથી મળેલી કિટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા કહેવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરી આઈસીએમઆરએ ટેન્ડરના આધારે કિટ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમા અનેક આંતરરાષ્ટ્રીય કંપનીનો સમાવેશ થતો હતો. ટેન્ડરને અંતિમ મંજૂરી આપતા પહેલા આવશ્યક માપદંડોનું પાલન થાય તેની કાળજી રાખવામાં આવી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે હવે ઓર્ડર મેળવનારી કંપનીઓ પાસેથી ટેસ્ટ કિટ મળી છે ત્યારે તેને લગતી કેટલીક ફરિયાદ સામે આવી છે. આઈસીએમઆર આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી ટેન્ડર રદ્દ કરી દીધા છે. વર્તમાન સમયમાં અન્ય કંપનીને ટેન્ડર આપવામાં આવ્યા નથી. આંતરરાષ્ટ્રીય ટેન્ડર ફાઈનલ કરવાની સામૂહિક પ્રક્રિયા છે. જો કંપની તરફથી મળેલા ઓર્ડક ઠીક નહીં જોવા મળે તો પેમેન્ટ આપવામાં આવશે નહીં.

દેશમાં ટેસ્ટ કિટની અછત નથીઃ લવ અગ્રવાલ

અગ્રવાલે કહ્યું છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં આરપીસીટી ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે. સ્થિતિ પ્રમાણે અમે ક્ષમતાઓ પણ વધારી રહ્યા છીએ. આરટીપીસીઆર એક વિશ્વસનીય તપાસ પ્રક્રિયા છે. તેનાથી અમને સંક્રમિતોની ઓળખ કરવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આઈસીએમઆર તેના માપદંડો પ્રમાણે કામ કરે છે. અમે અમારી લેબ અને કલેક્શન સેન્ટર વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે દેશના દરેક ભાગમાં નવી લેબ તૈયાર કરી રહ્યા છીએ. જેથી તપાસમાં ઝડપ લાવી શકાય.

રેપિડ કિટ શું હોય છે, તેના પરિણામો શું આવે છે?
આ ટેસ્ટથી કોરોનાના સંદિગ્ધ દર્દીના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવે છે. તે સંદિગ્ધ કેસની ઝડપથી સ્ક્રીનિંગ અને તેની તપાસ કરવા માટે આવશ્યક છે. દર્દીના પેથોલોજી લેબમાં થતા ટેસ્ટથી મળનારા પરિણામોની તુલનામાં રેપિડ ટેસ્ટ કિટના પરિણામ ઓછા સમયમાં મળી જાય છે.

રેપિટ ટેસ્ટમાં એક ઉણપ છે. શરીરમાં જો કોરોના વાઈરસ છે પણ તેના પર એન્ટીબોડીઝની અસર ઉપજાવવામાં ન આવે તો રેપિટ ટેસ્ટ નેગેટિવ આવશે. એટલે કે વાઈરસની ઉપસ્થિતિ છે, પણ ખબર પડતી નથી. આ સંજોગોમાં તે વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ બાદમાં ઉભરી આવી શકે છે અને અન્ય લોકોને તે સંક્રમિત કરી શકે છે. જ્યારે આરટીપીસીઆર ટેસ્ટમાં પરિણામ સટીક આવે છે.

આઈસીએમઆરે રેપિડ ટેસ્ટ કિટને લઈ શું કહ્યું હતું?
રાજ્યોએ આઈસીએમઆર સમક્ષ કિટના પરિણામો અંગે ફરિયાદ કરી હતી. ત્યારે આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડો.રમણ ગંગાખેડકરે 21 એપ્રિલના રોજ કહ્યું હતું કે ત્રણેય રાજ્યોમાં કિટની એક્યોરેસીમાં તફાવત આવે છે. કેટલીક જગ્યા પર તેની એક્યોરેસી 6 ટકા અને કેટલીક જગ્યાએ તે 71 ટકા છે. કોરોના બીમારી માંડ સાડા ત્રણ મહિના જૂની બીમારી છે. તેની તપાસની તકનીકમાં સુધારો આવતો રહેશે, પણ આપણે આ પરિણામને નજર અંદાજ કરવા જોઈએ નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


India cancels order of rapid testing kit, says China – calling our kit inferior

Related posts

ગુજરાતમાં 230 નવા કેસ, 178 કેસ તો માત્ર અમદાવાદમાંથી આવ્યા, કુલ 3301 કેસ, સરકારે લૉકડાઉનની છૂટ પરત ખેંચી

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

રાજકોટ માટે રાહતના સમાચાર, આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 આવવાના બાકી

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

ઓરેન્જ ઝોનમાં ખાનગી વાહનો અને કેબ ચાલશે, ગ્રીન ઝોનમાં બસો ચલાવવાની મંજૂરી પણ અડધી સીટો ખાલી રહેશે

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live

માંની મદદ માટે ૧૭ વર્ષની ઉંમરમાં બની ગઈ હતી પ્રોસ્ટીટ્યુટ(વૈશ્યા) , હાલમાં છે બોલીવુડની જાનીમાની હસતી…

Amreli Live

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live