32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

ભારતમાં નવરાત્રીના વિભિન્ન રંગ, જાણો કઈ જગ્યાએ કેવી રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો ઉત્સવ.

ભારતમાં એક જ નહિ પણ અલગ અલગ વિધિ અને રિવાજોથી ઉજવવામાં આવે છે નવરાત્રી, જાણો દરેક વિષે વિસ્તારથી. નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ઘણી ધામધૂમ સાથે ઊજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગુજરાતના દરેક ગામ અને શહેરોમાં પુરા નવ દિવસ સુધી દાંડીયા, રાસ અને ગરબા રમવામાં આવે છે. ગુજરાતમાં રમવામાં આવતા ગરબા અને દાંડિયા દુનિયાભરના મોટા નૃત્ય તહેવારોમાંથી એક છે. આ નૃત્યને પારંપરિક રીતે શણગારવામાં આવેલા માટીના વાસણ (ગરબી) ની આજુબાજુ રમવામાં આવે છે.

ગરબીની અંદર એક નાનો એવો દીવો પ્રગટાવવામાં આવે છે, જે જ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવાનું પ્રતિક માનવામાં આવે છે. એક બીજું નૃત્ય દાંડિયા-રાસ તરીકે ગુજરાતમાં નવરાત્રીના કાર્યક્રમ દરમિયાન ઘણું લોકપ્રિય છે. આ મોટાભાગે પુરુષો દ્વારા કરવામાં આવે છે. આજે આ નૃત્યોનું વેપારીકરણ થઇ જવાને કારણે આ નૃત્યની વાસ્તવિકતા, પારંપરિકતા અને નાજુક લય, વૈક્લ્પિત રૂપોથી ખોવાતી જઈ રહી છે.

પંડિતજીના કહેવા મુજબ ગુજરાતમાં નવરાત્રીનું એક અલગ જ મહત્વ છે. ગુજરાતના લોકો માટે આ પર્વ ન માત્ર માં દુર્ગા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો અવસર છે, પરંતુ મોજ-મસ્તીનો સમય પણ હોય છે. નવ દિવસ સુધી માતાના મંડપ સજાવવામાં આવે છે, અને લોકો પારંપરિક કપડા જેવા કે ઘાઘરા-ચોળી, કેડિયું પહેરીને દાંડિયા અને ગરબા રમે છે. યુવાનો માટે સંસ્કૃતિ સાથે જોડવાની આ સોનેરી તક હોય છે.

યુવક-યુવતીઓ પારંપરિક વેશભૂષામાં ગીત ઉપર ગરબા રમે છે અને દાંડિયા રમે છે. આ સિવાય ગુજરાત પોતાના સ્વાદિષ્ટ ભોજન માટે પણ વિશ્વવિખ્યાત છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં ગુજરાત ન માત્ર દાંડિયા અને ગરબાની ધૂન ઉપર નાચે છે, પરંતુ આકર્ષિત ભોજનથી પણ બધાનું મન જીતી લે છે.

પશ્ચિમી ભારતમાં નવરાત્રીના વિશેષ ભોજન : ગુજરાત પોતાના શાકાહારી ભોજન માટે જાણીતું છે. નવરાત્રી દરમિયાન દૂધ અને દાળોમાંથી બનેલી વસ્તુઓ ગુજરાતમાં ઘણા હોંશથી ખાવામાં આવે છે. નવરાત્રી રાયતું ગુજરાતનું ખાસ રાયતું છે, જે દહીં અને કોબીજમાંથી તૈયાર થાય છે. સ્વાદ માટે તેમાં કાળા મરી ઉમેરવામાં આવે છે. ગુજરાતના સાબુદાણાના વડા પોતાના અનોખા સ્વાદથી લોકોને આકર્ષિત કરે છે. ઉપવાસમાં સાબુદાણાના વડા ઘણી સારી વસ્તુ છે. તે સરળતાથી બનાવી શકાય છે.

ગુજરાતના ભોજનમાં દાળ, શાકભાજી અને દૂધ મુખ્ય ભાગ હોય છે. એટલા માટે નવરાત્રી દરમિયાન અહિયાં ખાવા માટે ઘણા બધા વિકલ્પ મળી જશે. જે ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હશે પરંતુ તમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

દક્ષીણ ભારતમાં નવરાત્રી : દક્ષીણ ભારતમાં મહિલાઓ બોમ્મઈ કોલૂ (નાની ઢીંગલીઓ) થી પોતાના ઘરને શણગારે છે. જુદા જુદા રંગના પાવડર અને ફૂલનો ઉપયોગ કરીને પરંપરાગત ડીઝાઈન અથવા રંગોળી બનાવે છે. કુટુંબના સભ્યો અને મિત્રો આ પ્રસંગ ઉપર નારીયેલ, કપડા અને મીઠાઈ અને પારંપરિક ભેંટ આદાન-પ્રદાન કરે છે. આ તહેવારને દક્ષીણમાં કોલૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

દક્ષીણ ભારતમાં નવરાત્રીનો રંગ : મહિલાઓ અને કુંવારી છોકરીઓ ઘરમાં લાકડાની ઢીંગલી શણગારે છે, અને ઘરના ખૂણામાં તેની સ્થાપના કરવામાં આવે છે. ભક્તોમાં દ્રઢ વિશ્વાસ છે કે ઢીંગલી કે કોલૂ, દેવી દુર્ગાનું જ પ્રતિક છે. સાંજના સમયે આખું કુટુંબ દેવી સામે એક સાથે બેસે છે, અને એક રંગોળીના કેન્દ્રમાં નાનો દીવો પ્રગટાવીને મંત્ર, ભજન-ભક્તિ અને શ્લોકોના પાઠ કરવામાં આવે છે.

દક્ષીણ ભારતમાં નવરાત્રી ભોજન : નવરાત્રીના પવિત્ર તહેવાર ઉપર આખું ભારત માં દુર્ગાની ભક્તિમાં લાગી જાય છે. આખો દિવસના ઉપવાસ પછી નવરાત્રીના ભોજનની અલગ જ વાત હોય છે. દક્ષીણ ભારતમાં નવરાત્રી દરમિયાન ઘણા સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે, જે જોઈને મોઢામાં પાણી આવી જાય છે. નવરાત્રી દરમિયાન બનાવવામાં આવતા ભોજન સરળ હોય છે જે ચણામાંથી બને છે. તે સિવાય દૂધ, નારીયેલ અને ચોખા બીજી વસ્તુઓ છે જે ખાસ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

નવરાત્રીના ભોજન બનાવવા માટે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે તેલ, સરસવના દાણા, મીઠો લીમડો, લાલ મરચું જેવા મસાલાના યોગ્ય મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવા માટે ઘણી અલગ અલગ રીતો છે. શાકભાજીથી લઈને ફળ અને સુકા મેવા સુધી બધું ઉપયોગમાં લેવાય છે. મૂળો, મકાઈ, મગની દાળ, ચણાની દાળ, પાલક વગેરે એવી વસ્તુઓ છે જેને દક્ષીણ ભારતમાં લોકો નવરાત્રી દરમિયાન ઘણા હોંશથી ખાય છે.

પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા : પશ્ચિમ બંગાળમાં નવરાત્રી દુર્ગા પૂજા તરીકે ઊજવવામાં આવે છે. અહિયાં દુર્ગા પૂજાના અવસરને અસત્ય પર સત્યના વિજયની ઉજવણીના રૂપમાં ઊજવવામાં આવે છે. અહિયાં દરેક જગ્યાએ દેવી દુર્ગાની વિશાળ મૂર્તિ મંડપમાં મુકવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દેવી પૂજા સૌથી મહત્વની અને સૌથી મોટા તહેવારોમાંથી એક હોય છે. અહિયાં નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજા જે ખાસ કરીને દુર્ગા સપ્તમીના દિવસે શરુ કરવામાં આવે છે, શન્ઘી પૂજા, શીન્ધોર ખેલા, કન્યા પૂજા અને મહાનવમી બંગાળી લોકો માટે નવરાત્રી દરમિયાન મુખ્ય અનુષ્ઠાન રહે છે. તહેવારના દસમાં દિવસે મૂર્તિઓને રંગીન સરઘસ સાથે બહાર કાઢવામાં આવે છે, અને પછી કોઈ નદી કે એક તળાવમાં તેનું વિસર્જન કરવામાં આવે છે.

નવરાત્રીમાં બંગાળનો રંગ : બંગાળ પોતાની દુર્ગા પૂજા માટે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. નવરાત્રીના નવ દિવસ બંગાળી સંપ્રદાયના લોકો માં દુર્ગાનો મંડપ બનાવીને માં ની વિશાળ પ્રતિમાને સ્થાપિત કરે છે. નવમાં દિવસે બંગાળી લોકો પોતાની પારંપરિક વેશભૂષા ધારણ કરે છે. મહિલાઓ સાડીઓ પહેરે છે અને પુરુષો ધોતી-કુર્તા પહેરે છે. બધા લોકો લાલ અને સફેદ રંગના કપડા પહેરીને દુર્ગા પૂજા કરે છે. બંગાળમાં દુર્ગા પૂજાનો અર્થ છે નવી ફેશન ટ્રેન્ડને પ્રદર્શિત કરવી, દર વર્ષે નવા બદલાતા ફેશન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ લોકો દુર્ગા પૂજા માટે તૈયાર થાય છે. કિશોરોના પોશાકોમાં ફિલ્મી ફેશનનો ટચ રહે છે. આ વર્ષની દુર્ગા પૂજા પણ અપવાદ નથી.

પૂર્વ ભારતમાં નવરાત્રી ભોજન : બંગાળમાં નવરાત્રી ખાસ કરીને છઠ્ઠા દિવસથી શરુ થાય છે. અને બંગાળી સંપ્રદાયના લોકો દરરોજ અલગ અલગ વાનગીઓ તૈયાર કરે છે જે સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે જ આરોગ્યની ગણતરીએ પણ સારી હોય છે.

નવરાત્રીના ખાસ પકવાન : અહીં નવરાત્રીમાં લોટ, બટેટા, દાળ અને દૂધમાંથી બનેલા પકવાન બનાવવાની પરંપરા છે. લોટમાંથી તૈયાર લુછી, બાફેલા બટેટાના દમ આલું અને દૂધમાંથી તૈયાર પાયેશને મેવાથી શણગારીને પીરસવામાં આવે છે. બંગાળીઓ ઉપરાંત બીજા રાજ્યના લોકો પણ આ વાનગીને હોંશથી ખાય છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

Boycott Kangana Ranaut ટ્રેંડ કરવાવાળાને એક્ટ્રેસની ચેતવણી – ‘ઉંદરો દરમાં પાછા જતા રહો નહિ તો….’

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live

ઓડિશાના ગામથી UN સુધી પહોંચી અર્ચના સોરેંગ : ઘરની સ્થિતિ સારી ના હતી, પિતાને પણ ગુમાવ્યા.

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

પુરુષોત્તમ માસમાં પોતાની શક્તિ અનુસાર કરો આ વસ્તુનું દાન, તમારા આખા પરિવારને મળશે તેનું પુણ્ય

Amreli Live

મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

‘આદિપુરુષ’માં પ્રભાસ બનશે ભગવાન રામ, બાહુબલી ડાયરેક્ટરે જણાવી આ વાત

Amreli Live

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

Amreli Live

આ 6 રાશીઓને નોકરી ધંધામાં પ્રગતિ મળવાના છે યોગ, સંકટ મોચન હનુમાનજી કરશે બેડો પાર

Amreli Live