31.6 C
Amreli
09/08/2020
bhaskar-news

ભારતમાં દર 200 દર્દીમાંથી 3ની હાલત ગંભીર,અમેરિકા પછી બીજા નંબરે; દેશમાં કુલ 17.56 લાખ કેસદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 લાખ 55 હજાર 551 થઈ ગઈ છે. શનિવારે 54 હજાર 865 કેસ આવ્યા, તો સાથે 51 હજાર 232 દર્દી સાજા પણ થયા છે. 852 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસમાં માત્ર 2,889નો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં આવુ પહેલી વખત બન્યું છે જ્યારે એક્ટિવ કેસ આટલા ઓછા વધ્યા છે. આ પહેલા 2 જુલાઈએ 1570 એક્ટિવ કેસ વધ્યા હતા. સંક્રમિતોનો આંકડો સતત 3 દિવસથી 54 હજારથી વધી રહ્યો છે.સંક્રમણના મામલામાં ટોપ-3 રાજ્યોની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 24 કલાકમાં જેટલા નવા દર્દીઓ વધ્યા છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થયા છે. સાથે જ ભારતમાં દર 200 દર્દીમાંથી 3 દર્દીઓની હાલત ગંભીર છે.

કોરોના અપડેટ્સ

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શવિરાજસિંહ ચૌહાણને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. તેમણે રવિવારે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું છે. તેની માહિતી તેમણે ટ્વિટ દ્વારા આપી છે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો સોમવારે રક્ષાબંધનના દિવસ તેઓ ઘરે પાછા જશે. સીએમના પહેલા સેમ્પલનો રિપોર્ટ 25 જુલાઈએ પોઝિટિવ આવ્યો હતો.

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ
ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું રવિવારે કોરોના સંક્રમણથી મૃત્યુ થયું છે. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મૃત્યુ બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.

5 રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 808 સંક્રમિતો વધ્યા છે. આ સતત ચોથો દિવસ હતો જ્યારે 800થી વધુ કેસ આવ્યા છે. સૌથી વધુ ભોપાલમાં 168 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જબલપુરમાં 125 અને ઈન્દોરમાં 120 નવા કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,614 કેસ પ્રકાશમાં આવ્યા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,160 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 823 લોકો સાજા થયા છે. 14 દર્દીઓના મોત થયા છે. તેમાં જયપુરમાં 7, નાગૌર અને ભીલવાડામાં 2-2, કોટા, પાલી અને જોધપુરમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 694 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 207 કેસ અલવરમાં આવ્યા છે. જોધપુરમાં 163, જયપુરમાં 129, કોટામાં 127, ભરતપુરમાં 64, ધૌલપુરમાં 60, બાડમેરમાં 59 દર્દીઓ મળ્યા છે. બીકાનેરમાં 48, જાલોર અને ભીલવાડામાં 47-47, અજમેરમાં 32, ગંગાનગરમાં 27 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ ઝાલાવાડમાં 18, નાગૌરમાં 16, હનુમાનગઢમાં 15, દૌસામાં 15, બૂંદીમાં 15, ચિત્તોડગઢમાં 14, સવાઈ માધોપુર, રાજસમંદ અને બાંસવાડામાં 11-11 નવા દર્દીઓ મળ્યા. જેસલમેરમાં 8, ઝુંઝુનૂંમાં 8, ટોંકમાં 5, ચુરુમાં 2, બારાંમાં 1 કેસ વધ્યો છે.

મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,601 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 4.31 લાખ કેસ આવ્યા છે. તેમાંથી 2 લાખ 66 હજાર 883 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 49 હજાર 214ની સારવાર ચાલી રહી છે. 15 હજાર 316 લોકોના મોત થયા છે. પુનાના મેયર મુરલીધર મોહોલે કહ્યું છે કે શહેરમાં શંકાસ્પદ રીતે કોવિડ-19થી થયેલા ઓછામાં ઓછા 400 મોતનો કોઈ હિસાબ નથી. આ મોત સસૂન જનરલ હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.

બિહારઃ બિહાર સ્વાસ્થ્ય વિભાગના સેક્રેટરી લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે સરકારે તમામ જિલ્લાઓમાં ટોલ ફ્રી નંબર ઈસ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં એક ટોલ ફ્રી નંબર હશે, જેમાં 10 હંટિંગ લાઈન હશે. તેની પર ડોક્ટર અને ટેલીફોન ઓપરેટર 24 કલાક ઉપલબ્ધ રહેશે. અહીં ફોન કરીને ડોક્ટરોની સલાહ લઈ શકાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,521 નવા કેસ મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં 54 હજાર 508 કેસ આવી ચુક્યા છે. તેમાંથી 35 હજાર 473 લોકો સાજા થયા છે. જ્યારે 312 દર્દીઓના મોત થયા છે. 18 હજાર 722 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ઉતરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,807 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 47 લોકોના મોત થયા છે અને 2471 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 89 હજાર 48 કેસ પ્રકાશમાં આવ્યા છે. 1677 લોકોના મોત થયા છે, 36 હજાર 37 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 51 હજાર 354 લોકો સાજા થઈ ચૂક્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The number of patients recovering from the transition is higher than the top 3 states, with 17.51 lakh cases in the country so far.

Related posts

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યો

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયા

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

વિશ્વના વૃક્ષોનું કદ અને ઉંમર ઘટી રહી છે, ગરમી અને CO2ના કારણે આ ફેરફાર છેલ્લાં 10 વર્ષમાં નોંધાયો

Amreli Live

ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, ડોમ સિબલે શૂન્ય રને ગેબ્રિયલનો શિકાર થયો

Amreli Live

33,336 કેસ, મૃત્યુઆંક-1082: છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

એક દિવસમાં સૌથી વધારે 499 કેસ સામે આવ્યા: તમિલનાડુમાં 102 નવા કેસ; કેન્દ્રએ રાજ્યોને 11,092 કરોડની મદદની જાહેરાત કરી

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: ત્રિપુરા દેશનું ચોથું કોરોના મુક્ત રાજ્ય બન્યું, દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live