25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

ભારતમાં ચોમાસું સામાન્ય તારીખથી 12 દિવસ વહેલું બેસી ગયું: હવામાન વિભાગ

નેહા મડાન, અમિત ભટ્ટાચાર્ય, વિશ્વા મોહન: આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું ધારણા કરતાં 12 દિવસ વહેલું આખા દેશમાં છવાઈ ગયું છે તેવું હવામાન ખાતાએ જણાવ્યું હતું. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં સક્રિય બનતું હોય છે. વર્ષ 2015માં પણ આ જ તારીખે દેશમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થયું હતું. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગુરુવારે એક જ દિવસમાં વીજળી પડવાને કારણે 100થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગામી 4-5 દિવસમાં બંને રાજ્યો અને ઝારખંડમાં વીજળી સાથે અતિભારે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત બિહારમાં પણ સોમવાર સુધી ભારે વરસાદની આગાહી છે.

તાજેતરના ભૂતકાળમાં, સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આવી પ્રારંભિક કવરેજ 2013માં કરવામાં આવી હતી, જ્યારે 16 જૂનના રોજ ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોને આવરી લીધો હતો. જે 15મી જુલાઈની સામાન્ય તારીખથી લગભગ એક મહિના પહેલાં દેશમાં ચોમાસું બેસી ગયું હતું. વર્ષ 2013માં આકસ્મિક રીતે ભારે વરસાદ, વાદળ વિસ્ફોટ અને 16-17 જૂનના રોજ ઉત્તરાખંડમાં ભારે પૂર જોવા મળ્યો હતો, જેના કારણે મોટા પાયે વિનાશ થયો હતો અને કેટલાય લોકોના મોત પણ થયા હતા. જોકે, આ વર્ષે હિમાલય ક્ષેત્ર માટે હજી સુધી આવી કોઈ આગાહી નથી.

હવામાન ખાતાના વડા મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, બંગાળના અખાતમાં હવાનાં હળવા દબાણે પશ્ચિમ-ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતા મધ્ય ભારત પર ચોમાસું વહેલું સક્રિય થયું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા નિસર્ગને કારણે દેશના અન્ય ભાગોમાં ચોમાસું શરૂ થવામાં વિલંબ થશે તેવી ધારણા ખોટી પડી હતી. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં સક્રિય બનતું હોય છે. મોહપાત્રાએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગના 36માથી 31 સબ ડિવિઝનમાં જૂન દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડતાં અત્યાર સુધીનો વરસાદ તદ્દન સારો રહ્યો છે. જે ખેડુતો માટે એકદમ ફાયદાકારક છે.

પાછલા કેટલાક દિવસોમાં ભારે વરસાદથી બિહાર, આસામ અને અન્ય પૂર્વી-પૂર્વી રાજ્યોને પૂરનું જોખમ છે. ગયા વર્ષે વીજળી અને વાવાઝોડાં દ્વારા દેશભરમાં 380 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમાંથી ઝારખંડમાં સૌથી વધુ 125 જ્યારે બિહારમાં 73 લોકોની જાનહાનિ થઈ હતી. હકીકતમાં, વર્ષ 2019માં ભારે વરસાદ અને પૂરને કારણે બિહારમાં સૌથી વધુ માનવ જાનહાનિની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે ચોમાસા પૂર્વે, ચોમાસા દરમિયાન અને મોનસુન પછીની સીઝન દરમિયાન પૂરમાં દેશમાં 850 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં સૌથી વધુ બિહારમાં 306, મહારાષ્ટ્રમાં 136, ઉત્તરપ્રદેશમાં 107 અને કેરળમાં 88 લોકોના મોત નીપજ્યા હતા.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદ: માએ ચોથી દીકરીને જન્મ આપતાં 15 વર્ષની છોકરીએ જીવન ટૂંકાવ્યું

Amreli Live

દેશના આ ત્રણ શહેરોમાં હવે રોજેરોજ રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે કોરોનાના કેસ

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

હાલના દિવસોમાં જો તાવ આવે તો આટલી બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જરુરી

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 11.5% વરસાદ વરસ્યો, આગામી 3 દિવસની પણ આગાહી

Amreli Live

Fake Alert: નકલી છે પૂર્વ PM મનમોહન સિંહના નામ પર બનેલું આ ટ્વિટર એકાઉન્ટ

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

દીપિકા પાદુકોણના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં થાય છે આવી વાતો, શૅર કર્યો સ્ક્રિનશોટ

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

Moratorium Period: છ મહિનાનું વ્યાજ લેવા અંગે SBIએ સુપ્રીમમાં આપ્યો આવો જવાબ

Amreli Live

ગેરી કર્સ્ટનનો ખુલાસોઃ જાણો, શા માટે 2007મા ક્રિકેટ છોડવા ઈચ્છતો હતો સચિન

Amreli Live

આ વીડિયો જોઈને તમારા શ્વાસ અટકી જશે

Amreli Live

સુરતીઓમાં હીરાજડિત ફેસ માસ્કનો ક્રેઝ, ખર્ચી નાખે છે 1થી 4.5 લાખ રૂપિયા

Amreli Live

…જ્યારે કંગના રનૌત પાસે એવોર્ડ ફંક્શનમાં પહેરવા કપડા નહોતા, એક્ટ્રેસે યાદ કર્યા જૂના દિવસો

Amreli Live

કોરોનાઃ વિશ્વ કલ્યાણ માટે 10 લાખ જૈન આજે ઓનલાઈન ભેગા થઈ કરશે નવકરા મંત્રનો જાપ

Amreli Live

પુષ્કળ પ્રમાણમાં નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી 127.46 મીટર પહોંચી

Amreli Live

થયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

Amreli Live

અમદાવાદ: માસ્ક ન પહેર્યું તો પોલીસે રોકવા માટે દંડો મારતા યુવક લોહીલુહાણ થયો!

Amreli Live

અમદાવાદઃ શાહીબાગમાં સાસુ બની જાસૂસ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે ઝડપી

Amreli Live