26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

ભારતમાં કોરોના નહીં પણ ટીબી જ હજુ સૌથી વધુ ઘાતક, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2019માં ટીબીના કુલ 24 લાખ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે 79000 લોકોના ટીબીથી મોત થયા છે. જોકે આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનુમાન કરવામાં આવેલ આંકડા કરતા ઓછો છે પરંતુ તેમ છતા દેશમાં કોરોના વાયરસનો ભોગ બનનાર લોકોની સંખ્યા કરતા ઘણો વધારે છે. જો આંકડાને ત્રિમાસિક આધારે ભાગ પાડવામાં આવે તો ટીબીથી પ્રત્યેક ત્રિમાસિકીમાં લગભગ 20000 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે કોરનાથી છેલ્લા 3 મહિના અને 15 દિવસમાં માત્ર 15000 લોકોના મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

2019માં નોંધાયેલા ટીબીના 24 લાખ કેસ 2018ની સરખામણીએ 11 ટકા વધારે છે. જે આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અંદાજીત આપવામાં આવેલ આંકડા 26.9 લાખની ખૂબ જ નજીક છે. સત્તાવાર નોંધાયેલા અને અંદાજીત કેસ વચ્ચેના તફાવતને મોટાભાગે ‘મિસિંગ મિલયન’ તરીકે ઓળખાય છે. જે 2017માં અંદાજે 10 લાખ જેટલો હતો પરંતુ 2019માં આ મિસિંગ મિલિયન આંકનો તફાવત ફક્ત 2.9 લાખ રહ્યો છે. બુધવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક ટીબી રિપોર્ટમાં સામે આવ્યા છે.

આ અહેવાલ મુજબ 2019માં ટીબીના કારણે કુલ 79144 લોકોના મોત થયા છે. જે WHO દ્વારા અંદાજ કરવામાં આવેલ કુલ 4.4 લાખ મૃત્યુઆંક કરતા ઘણો ઓછો છે જે એક રાહતની બાબત છે. વર્ષ 2019માં પ્રાઈવેટ સેક્ટરમાંથી નોંધાયેલા ટીબીના કેસમાં 35 ટકાનો વધારો થયો છે. 6.8 લાખ દર્દીઓ પ્રાઈવેટ સેક્ટર તરફથી નોંધવામાં આવ્યા છે. જે 2019ના કુલ કેસના 28 ટકા જેટલા છે. મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમ થવા પાછળનું કારણ પ્રાઈવેટ સેક્ટર માટે ટીબીના દર્દીઓની સરકારી ડેટાબેઝમાં ફરજિયાત નોંધણી, પ્રાઈવેટ પ્રોવાઇડર સપોર્ટ એજન્સી જેવા પ્રોગ્રામના કારણે પ્રાઈવેટમાં દાખલ થતા આવા દર્દીઓનો આંકડો પણ સામે આવ્યો છે.

દેસમાં ટીબીની સારવાર માટે લેવામાં આવેલ પગલાથી 2019માં 81 ટકા દર્દીઓ જેમનો ટીબી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર મળી છે. જે 2018માં ફક્ત 69 ટકા દર્દીઓને જ મળી હતી. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું કે દેશ 2025 સુધીમાં ટીબીની સંપૂર્ણ નાબૂદી માટેના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ટીબીના કેસની સંખ્યામાં 2019માં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં વધુ કેસ જોવા મળ્યા છે. જ્યારે 50 લાખ કરતા વધુ વસ્તી ધરાવતા રાજ્યો પૈકી ગુજરાત, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોએ ટીબીને કંટ્રોલ કરવામાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

વર્ધને કહ્યું કે, ‘દેશમાં ટીબીની વિરુદ્ધ લડવામાં આવતી લડાઈમાં સૌથી મોટો અવરોધ એ છે કે લોકો ટીબીને હજુ પણ એક કલંક તરીકે જુએ છે. જ્યારે હકીકતમાં આવ દર્દી સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર કરવામાં આવતી સારવારથી દર્દી ઠીક થઈ શકે છે. સમાજમાં દરેક તબક્કાએ પોતાની આસપાસ રહેલા આવા દર્દીનો સહારો બનીને હૂંફ આપવાની જરુર છે.’


Source: iamgujarat.com

Related posts

એકમાત્ર એવો ક્રિકેટર જેણે વર્લ્ડ કપ ફાઈનલમાં ડેબ્યુ કર્યું અને બન્યો ચેમ્પિયન

Amreli Live

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

B ગ્રેડ એક્ટ્રેસ વિવાદઃ કંગના રનૌતની ટીમે તાપસી પન્નુ પર કર્યો શાબ્દિક પ્રહાર

Amreli Live

કર્મચારીઓનો આક્ષેપ, ‘દાહોદ કલેક્ટરના આદેશ પર તેમના ગાર્ડે અમને માર માર્યો’

Amreli Live

બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 30 જૂને લગ્ન કરશે આ ટીવી કપલ, બંનેના ભાઈ-બહેન જ રહેશે હાજર

Amreli Live

અનલોક ગુજરાતઃ સમગ્ર રાજ્યમાં દોડશે ST બસો, વેપાર-ધંધા પણ ધમધમશે

Amreli Live

ઓનલાઈન અભ્યાસ માટે દરેક વિદ્યાર્થી પાસે નહોતા સ્માર્ટફોન, આચાર્યએ લગાવ્યા લાઉડસ્પીકર

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live

કોરોનાને હરાવનાર શ્રેણુ પરીખે કહ્યું, ‘ટેસ્ટ કરાવ્યા બાદના 24 કલાક સૌથી ખરાબ હતા’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live

25 જૂનનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

Amreli Live

106 વર્ષના વૃદ્ધ દીકરા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થયા, ડોક્ટર્સ આશ્ચર્યમાં પડ્યા

Amreli Live

અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના 8 કર્મચારી પોઝિટિવ, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો

Amreli Live

કોરોનાની જે ‘સસ્તી’ દવાની ચર્ચા થઈ રહી છે તેનો 15 દિવસનો કોર્સ 14 હજારનો થશે!

Amreli Live

19 જૂન જન્મદિવસ રાશિફળ: મિત્રોની મદદથી કામકાજમાંથી ઉદાસીનતા દૂર થશે

Amreli Live

જાડી સારા કેવી રીતે બની પાતળી પદમણી, ફોટા જોઈને ચોક્કી જશો.

Amreli Live

મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ચૌક્સેનું કેન્સરના કારણે નિધન

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે સાપ આવી જતા દોડધામ મચી ગઈ

Amreli Live

અમદાવાદઃ જે સિવિલમાં બ્લાસ્ટ કર્યા હતા ત્યાંના ડોક્ટર્સે જ સારવાર કરીને આતંકીને કોરોનાથી બચાવ્યો

Amreli Live